________________
૨૪
શ્રીયોગકૌસ્તુભ
[ત્રીજી મેદ વસા ને લેહીના ભંડારરૂપ, નાનાપ્રકારના રોગોના સ્થાનરૂપ ને જરામરણના ભયથી ઘેરાયેલું પ્રસિદ્ધ જંગમનારકરૂપ ધૂલશરીર છે. એ સ્થલશરીરમાં વિવેકીને હુંપણાનું અભિમાન રાખવું ઘટતું નથી.
સ્ત્રીઓનાં સ્થલશરીરે પણ હાડમાંસાદિનાં બનેલા હોવાથી અપવિત્ર અને સુખેષ્ણુ પુરુષને પ્રીતિ કરવાને અગ્ય છે. સ્ત્રીના જે જે અવયે કામિજનેને પિતાના અજ્ઞાનીપણાથી સુંદર જણાય છે તે સર્વ અવયે લાળ, લેમ્પ, મૂત્ર, માંસ કે લોહીથી ભરેલા છે. આ વસ્તુમાં વિવેકીએ છવાયોગ્ય વસ્તુ કઈ છે? કઈ પણ નથી. સ્ત્રી શરીરમાં પુરુષને જે અનંત કાલને અનુરાગ છે તે અનુરાગ સ્ત્રીશરીરમાંના અતિકુત્સિતપણાનું વારંવાર સ્મરણ રાખીને તથા મહાનિષ્કામી પુનાં પવિત્ર ચરિત્રનું સ્મરણ રાખીને અને તેવા પુરુષોને સમાગમ સેવીને દૂર કરવા જોઈએ. સ્ત્રી એ ભગવાનની પ્રત્યક્ષ માયા છે. એ સ્ત્રીને સંગ કરવાની દુર્ભાવનાને જેણે મન, વાણું અને શરીરથી યથાર્થરીતે ત્યાગ કર્યો છે, અને યાજજીવન જે એ પ્રમાણે પિતાના શુદ્ધત્યાગને નિર્વાહ કરે છે, તે ભગવાનની એ માયાને 'તરી ગયા છે એમ સમજવું. સ્ત્રીઓને માટે તેથી ઊલટું સમજવું.
ધનમાં પણ નાનાપ્રકારના દે રહેલા છે. પ્રથમ તે ધનની પ્રાપ્તિ કરવામાં પરતંત્રતાદિક અનેક દુખે રહેલાં છે. વળી તેના રક્ષણ માટે રાત્રિજાગરણ આદિ ઘણ કલેશે સહન કરવા પડે છે. તથા તે ધનને જે વ્યય થઇ જાય અથવા નાશ થઈ જાય છે તેથી તે મનુષ્યને ઘણું દુઃખ થાય છે. આ પ્રમાણે દ્રવ્ય સર્વથા દુ:ખદાતાજ છે. માત્ર આ સંસારમાં મૂઢ લેકે પિતાની પાસેની તેની સ્થિતિને સર્વોત્કૃષ્ટ ગણે છે. જેમ વર્ષાઋતુમાં નદી ઘણાજ ઊછળતા, મલિન અને જડ કરી નાંખે એવા અનેક મોટા મેટા તરંગોને ધારણ કરે છે તેમ લમી પણ ઘણાજ ઊછળતા, મલિન અને જડ કરી નાખે એવા રાગદ્વેષાદિક અનેક મેટા મેટા તરંગને ધારણ કરે છે. જેમ પગમાં