________________
પ્રભા]
વિષયદોષદર્શનાદિકથન
૨૧૭
સંસર્ગ કરનારનું માથું ફેરવી દેનારી, લાંબાં લાંબાં ઘુંચળાવાળી અને બહુ ચિકાશવાળી હોય છે. તૃષ્ણારૂપી ચંચલ હેલ મેહરૂપ વરસાદનું આવરણ થાય ત્યારે નાચે છે. અને એ આવરણ મટી જઈને વિવેકરૂપ પ્રકાશ થાય ત્યારે શીતલ થઈ જાય છે, તથા કેઈથી ન પહોંચી શકાય એવા સ્થાનોમાં જઈ નિવાસ કરે છે. હૃદયરૂપ કમલમાં નિવાસ કરનારી તૃષ્ણારૂપ ભમરી ક્ષણમાત્રમાં પાતાલમાં જાય છે, ક્ષણમાત્રમાં આકાશમાં જાય છે, અને ક્ષણમાત્રમાં દિશાઓરૂપ વન માં ભ્રમણ કરે છે. પશુઓને બાંધવાની લાંબી દેરી જેમ સઘળ પશુઓનાં ગળાંઓને બાંધી લે છે તેમ તૃષ્ણાએ સંસારમાં સાભિમાન વ્યવહાર કરનાર સઘળા જેનાં મનને બાંધી લીધેલાં છે. તૃષ્ણ સદ્દગુણરૂપી ધાન્યને કરાની વૃષ્ટિરૂપ છે, વિપત્તિરૂપી ધાને ફલિત કરવામાં શરઋતુરૂપ છે, બેધરૂપ કમલને હિમરૂપ છે, મેહરૂપ અંધકારને શીતકાસની રાત્રિરૂપ છે, સંસારરૂપ યશાલામાં નૃત્ય કરનારી છે, મનરૂપી જંગલની હરિણરૂપ છે, કામદેવના ગાયનની વણરૂપ છે, મેહરૂપ હાથીને દૂર નહિ જવા દેવાની સાંકળરૂપ છે, અષ્ટરૂપ વડની વડવાઈરૂપ છે, ને દુઃખરૂપ પિયણીઓને ચાંદનીરૂપ છે. જેમ ઘાટા અંધારાવાળી રાત મટે ત્યારેજ રાક્ષસેની નિવૃત્તિ થાય છે તેમ ઘાટા મેહવાળી તષ્ણ મટે ત્યારેજ મનુષ્યને સર્વ પરિશ્રમ નિવૃત્ત થાય છે. જ્યાં સુધી તૃષ્ણારૂપ વિયમય વિષચિકા (કલેરા, મટે નહિ ત્યાં સુધી કે મુંઝાયા કરે છે, સારી વાત કરી શક્ત નથી, અને મનમાં સંભ્રમિત રહે છે. તૃષ્ણ મેપર્વતના જેવ, દઢતાવાળાને, મહાવિચક્ષણને, શરને અને કઈ વસ્તુને ગ્રહણ નહિ કરવાના નિયમવાળા ઉત્તમ જનને પણ આંખ વીંચીએ એટલી વારમાં તણખલાજે કરી નાંખે છે. કેઈથી - કપાય નહિ એવી તૃષ્ણને પણ મોટી નિર્મલ બુદ્ધિવાળા પુરુષો વિવેકરૂપ નિર્મલ બર્ગથી કાપી નાંખે છે.
પુત્ર પણ વાસ્તવિક રીતે જોઈએ તે બહુધા માતાપિતાને