________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના
ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ : એ ચાર પ્રકારના યમોનું સ્વરૂપ શ્લોક-૨૧૪ થી ૨૧૮ સુધી બતાવેલ છે.
યોગાવંચક્યોગનું સ્વરૂપ શ્લોક-૨૧૯માં બતાવેલ છે. ક્રિયાવંચકયોગનું સ્વરૂપ શ્લોક-૨૨૦માં બતાવેલ છે. ફલાવંચકયોગનું સ્વરૂપ શ્લોક-૨૨૧માં બતાવેલ છે. ગ્રન્થકાર કરતાં જડમતિવાળા કુલાદિ યોગીઓને આ ગ્રન્થના શ્રવણથી ઉપકાર થશે, માટે ગ્રન્થકારે પ્રસ્તુત ગ્રન્થની રચના કરી છે, તે શ્લોક-૨૨૨માં સ્પષ્ટ કરેલ છે.
યોગમાર્ગના સેવન વગર માત્ર યોગમાર્ગના પક્ષપાતથી કઈ રીતે ઉપકાર થાય? તેનું સ્પષ્ટીકરણ શ્લોક૨૨૩-૨૨૪માં કરેલ છે.
યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રન્થશ્રવણમાં પ્રાર્થનાની આવશ્યકતા નથી; કેમ કે, યોગ્ય જીવો સ્વયં જ મહારત્ન જેવા યોગગ્રન્થમાં યત્ન કરનારા હોય છે, તે શ્લોક-૨૨પમાં બતાવેલ છે.
વળી, અયોગ્ય જીવોને આ ગ્રન્થ આપવો જોઈએ નહિ, એમ પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ શ્લોક૨૨૬માં કહે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ અયોગ્ય જીવોને આ ગ્રન્થ આપવાનો નિષેધ કેમ કરે છે ? ઉદાર આશયથી બધાને આપવાનો પ્રયત્ન કેમ કરતા નથી ? તેનું સ્પષ્ટીકરણ કરવા અર્થે શ્લોક૨૨૭માં કહે છે કે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ ક્ષુદ્ર પ્રકૃતિને કારણે અયોગ્યને ગ્રન્થ આપવાનો નિષેધ કરતા નથી, પરંતુ અયોગ્ય જીવોના અહિતના પરિવાર માટે તેમને પ્રસ્તુત ગ્રન્થ આપવાનો નિષેધ કરે છે.
યોગ્ય જીવોને કઈ રીતે આ ગ્રન્થ આપવો, જેથી સર્વ કલ્યાણનું કારણ બને, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૨૮માં કરેલ છે.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૩ તિથિ-વૈશાખ સુદ ૩ તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.