________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના
વળી, કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ નિયમિમાંસાવાળા હોય છે. તેથી તેઓને મોહ થતો નથી અને સદા હિતનો ઉદય હોય છે, તે શ્લોક-૧૦૯માં બતાવેલ છે. (૭) પ્રભાષ્ટિ
સાતમી દૃષ્ટિવાળા યોગીઓને ધ્યાન નામનું યોગાંગ હોય છે, ક્રિયામાં વર્તતા દોષોમાંથી રોગ નામનો દોષ હોતો નથી, અને વિશેષથી તત્ત્વમતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે. આથી અસંગઅનુષ્ઠાનરૂપ સ...વૃત્તિપદને લાવનારી આ દૃષ્ટિ છે=અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરાવનારી આ દૃષ્ટિ છે, તે શ્લોક-૧૭૦માં બતાવેલ છે.
સાતમી દૃષ્ટિવાળા યોગીઓને ધ્યાનથી ઉત્પન્ન થનાર ઉત્તમ સુખ હોય છે, તે શ્લોક-૧૭૧માં બતાવેલ છે.
સાતમી દૃષ્ટિવાળા યોગીઓને ધ્યાનનું સુખ હોય છે, જે પારમાર્થિક સુખ છે. તેથી પારમાર્થિક સુખદુઃખનું લક્ષણ શ્લોક-૧૭રમાં બતાવેલ છે.
પારમાર્થિક સુખના લક્ષણની અપેક્ષાએ પુણ્યથી પ્રાપ્ત થયેલ સુખ પણ દુઃખરૂપ છે, અને ધ્યાનથી ઉત્પન્ન થયેલ સુખ તે પારમાર્થિક સુખ છે, તે શ્લોક-૧૭૩માં યુક્તિથી બતાવેલ છે.
સાતમી દૃષ્ટિવાળા યોગીઓને નિર્મળ બોધ હોવાથી સદા ધ્યાન છે, તે શ્લોક-૧૭૪માં બતાવેલ છે. સાતમી દૃષ્ટિવાળા યોગીઓમાં રહેલ સત્યવૃત્તિપદનું સ્વરૂપ શ્લોક-૧૭૫માં બતાવેલ છે.
સ–વૃત્તિપદ અસંગઅનુષ્ઠાન સ્વરૂપ છે, અને તે અસંગઅનુષ્ઠાનને ભિન્ન ભિન્ન દર્શનની અપેક્ષાએ તેનાં કયાં કયાં નામો છે, તે શ્લોક-૧૭૬માં બતાવેલ છે, જેથી અસંગઅનુષ્ઠાનના સ્વરૂપનો પારમાર્થિક બોધ થાય.
સાતમી દૃષ્ટિવાળા યોગીઓ અસંગઅનુષ્ઠાનને શીધ્ર પ્રાપ્ત કરે છે, તે શ્લોક-૧૭૭માં બતાવેલ છે. (૮) પરાદષ્ટિ :
પરાષ્ટિમાં સમાધિ નામનું યોગાંગ હોય છે, ક્રિયામાં વર્તતા દોષોમાંથી સમાધિમાં આસંગ નામનો દોષ હોતો નથી, અને અદ્વેષ આદિ ગુણોમાંથી પરિશુદ્ધ પ્રવૃત્તિરૂપ ગુણ પ્રગટે છે, તે શ્લોક-૧૭૮માં બતાવેલ છે.
વળી આઠમી દૃષ્ટિવાળા યોગી નિરાચારપદવાળા હોય છે, તેમની યોગમાર્ગની પ્રવૃત્તિ અતિચાર રહિત હોય છે અને આચારજેય આચારથી જીતવા યોગ્ય કર્મનો અભાવ હોય છે, તે શ્લોક-૧૭૯માં બતાવેલ છે.
આઠમી દૃષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા હોવા છતાં ભિક્ષાટનાદિ આચારો કેમ કરે છે, તે, અને આઠમી દૃષ્ટિવાળા યોગીઓને આચારજેય કર્મો નહિ હોવાથી અન્ય દૃષ્ટિવાળા યોગી કરતાં તેઓના ભિક્ષાઅટનાદિ આચારો જુદા હોય છે, તે, શ્લોક-૧૮૦માં બતાવેલ છે.
જેમ રત્નના નિયોગથી રત્નના વેપારી કૃતકૃત્ય થાય છે, તેમ આઠમી દૃષ્ટિવાળા યોગીઓ ધર્મસંન્યાસના નિયોગથી કૃતકૃત્ય થાય છે, તે શ્લોક-૧૮૧માં બતાવેલ છે.