________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૩
જોવાયું. અને અપહસિત તિરસ્કૃત, કર્યું છે રતિ અને મન્મથના સૌંદર્યને જેણે એવું તે મિથુન ત્યાં તે લતાગૃહમાં, નિલીન થયેલું જોવાયું. વિમલ વડે નખના અગ્રભાગથી વાળના અગ્રભાગ સુધી જોવાયું. મિથુન વડે અમે બે જોવાયા નહીં. કેટલાંક પદો પાછળ ફરાયા=વિમલ અને વામદેવ કેટલાંક પદો પાછા ફર્યા. વિમલ વડે કહેવાયું. હે મિત્ર ! આ સામાન્ય સ્ત્રી-પુરુષ નથી. જે કારણથી આ બેના શરીરમાં વિશિષ્ટ લક્ષણો દેખાય છે. મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. કેવા પ્રકારનાં સ્ત્રીપુરુષનાં લક્ષણો હોય છે. મને મહાન કુતૂહલ છે. તેથી તેને જ=સ્ત્રી-પુરુષનાં લક્ષણોને, કુમાર નિવેદિત કરો. વિમલ વડે કહેવાયું –
पुरुषलक्षणानि શ્લોક :
लक्षग्रन्थसमाख्यातं, विस्तरेण वरानन! । पुंलक्षणं झटित्येव, कस्तद्वर्णयितुं क्षमः? ।।८२।।
પુરુષના લક્ષણો શ્લોકાર્ચ -
હે વરાનન ! વામદેવ ! વિસ્તારથી લક્ષગ્રંથ કહેવાયો છે. તે પુરુષના લક્ષણને જલ્દીથી જ વર્ણન કરવા કોણ સમર્થ છે ? llcશા. બ્લોક :
तथैव लक्षणं नार्या, विज्ञेयं बहुविस्तरम् ।
तद्वर्णनं हि को नाम, पारयेत्कोऽवधारयेत् ? ।।८३।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે જ સ્ત્રીનું લક્ષણ બહુ વિસ્તારવાળું જાણવું. તેનું વર્ણન કરવા કોણ સમર્થ થાય ? કોણ અવધારણ કરે ? Ilcall. શ્લોક :
अतः समासतस्तुभ्यं, यदि गाढं कुतूहलम् ।
ततोऽहं कथयाम्येष, लक्षणं नरयोषितोः ।।८४।। શ્લોકાર્ચ -
આથી તે લક્ષણો ઘણા વિસ્તારવાળાં છે આથી, જો ગાઢ કુતૂહલ છે તો આ હું=વિમલકુમાર, સમાસથી તને સ્ત્રી-પુરુષના લક્ષણને કહું છું. ll૮૪ll