________________
૧૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ વડે, તે ભૌતની સાથે મૈત્રી કરાઈ. અને તેનું શેવાચાર્યનું, ઉન્મત્તપણું હોવાથી તે ચોરટાઓ સુંદર, વત્સલ, હિતકારી, વલ્લભ લાગે છે. તેથી પોતાના આત્મીય કુટુંબને દૂર કરીને તેઓની સાથે સતત વિલાસ કરતો રહે છેતે સારગુરુ વિલાસ કરતો રહે છે. તેથી-ચોરટાઓ સાથે તે શૈવાચાર્ય રહે છે તેથી, માહેશ્વર વડે આEસારગુરુ, વારણ કરાયો. કઈ રીતે વારણ કરાયો ? તે “યથા'થી બતાવે છે – હે ભટ્ટારક ! ખરેખર આ ચોરો છે. આ બધાની સાથે સંપર્ક કર નહીં. પરંતુ તે=શેવાચાર્ય, તેનું વચન સાંભળતો નથી. તેથી આ મૂર્ખ છે એમ માનીને તે માહેશ્વરો વડે સારગુરુ એ પ્રકારના નામને દૂર કરીને તેનું બઠરગુરુ એ પ્રમાણે નામ સ્થાપન કરાયું. અને સર્વ માહેશ્વરો વડે ધૂર્ત તસ્કારોથી પરિકરિત તેના મિત્રભાવને પામેલ ધૂર્ત તસ્કરોના મિત્રભાવને પામેલ, બઠરગુરુને ઉપાલંભ આપીને તે દેવમંદિર વડે ત્યાગ કરાયો. તેથી લબ્ધ પ્રસરવાળા તે ધૂર્ત તસ્કરો વડે યોગના દાનથી ચૂર્ણરૂપી યોગના દાનથી, તેનો બઠરગુરુનો, ગાઢતર ઉન્માદ વધારાયો. શિવાયતન વશ કરાયું. તેનું કુટુંબ અભિભૂત કરાયું. મધ્ય ઓરડામાં નંખાયું તેનું કુટુંબ નંખાયું. તેના દ્વારને તાળું લગાયું. તેથી અમોને સર્વવશીભૂત છે એમ માનીને તુષ્ટ ચિત્તવાળા એવા તેઓ વડે એક મહાધૂર્ત તસ્કર નાયક સ્થાપન કરાયો. ત્યારપછી કર્યો છે તાળીઓનો અવાજ એવા એવા તે ચોટ્ટાઓ તેની આગળ=મહાપૂર્તિ એવા નાયકની આગળ, તે બઠરગુરુને નચાવતા બેસે છે અને આ ગીતને ગાય છે તે ગીત “યહુતીથી બતાવે છે – શ્લોક :
धूर्तभावमुपगम्य कथञ्चिदहो जना ! वञ्चयध्वमपि मित्रजनं हतभोजनाः । मन्दिरेऽत्र बठरस्य यथेष्टविधायका,
एत एत ननु पश्यथ वयमिति नायकाः ।।२६६।। શ્લોકાર્ચ -
હે જનો ! કોઈક રીતે ધૂર્તભાવને પામીને હરણ કરાયેલા ભોજનવાળા તમો મિત્રજનને ઠગો. અહીં મંદિરમાં બઠરનું આ=કૃત્ય, તમે જુઓ, યથેષ્ટ કરનારા એવા અમે જે પ્રમાણે ઈષ્ટ છે એ પ્રમાણે કરનારા અમો, જ નાયકો છીએ. રિકા શ્લોક :
क्वचित्पुनरेवं गायन्ति, यदुतबठरो गुरुरेष गतो वशतां, वसतिं वयमस्य सरत्नशताम् ।
निजधूर्ततया प्रकटं जगतां खादेम पिबेम च हस्तगताम् ।।२६७।। શ્લોકાર્ચ -
ક્યારેક વળી આ પ્રમાણે ગાય છે. શું ગાય છે ? તે “યહુતીથી બતાવે છે – આ બઠરગુરુ