________________
૨૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ કે જેથી શત્રુ સામે યુદ્ધ કરીને શત્રુનો નાશ કરવા સમર્થ બને, પરંતુ પોતાના ઉપર મોહનો હુમલો ન આવે તેવી ઇચ્છાથી સામનીતિ દ્વારા મોહને શાંત કરવા પ્રયત્ન કરે છે. જેમ પ્રસન્નચંદ્રરાજર્ષિ મોહની સામે લડતા હતા, સંયમના પરિણામવાળા હતા, દુર્મુખના વચનના શ્રવણને કારણે પ્રમાદવાળા થયા, તે વખતે તેઓના ચિત્તમાં વિક્ષેપ થયો, મહામોહનું સામ્રાજ્ય ત્યાં પ્રવર્તતું થયું અને તેઓના હુમલાથી માત્ર ચારિત્ર નાશ ન થયું, પરંતુ સમ્યગ્દર્શન પણ નાશ પામ્યું. મિથ્યાત્વનું એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું, છતાં તે જીવની કર્મની પરિણતિ, ભવિતવ્યતાદિ સર્વ કારણો ક્ષણમાં અનુકૂળ થયાં તેથી પ્રસન્નચંદ્રરાજર્ષિની ચિત્તવૃત્તિમાં ચારિત્રનું સૈન્ય ઉલ્લસિત થયું અને અલ્પકાળમાં સર્વ શત્રુઓનો નાશ કરવા સમર્થ બન્યું તેમ પ્રસ્તુત સંસારી જીવમાં પણ મહામોહનો હુમલો આવ્યો, સંયમ નાશ ન થયું, પરંતુ જર્જરિત અવસ્થામાં હતું, સમ્યગ્દર્શન વિદ્યમાન હતું, તોપણ તે અતિ બળવાન નહતું, જેથી સત્યાદિ અન્ય ચારિત્રધર્મો તે રીતે ઉલ્લસિત થઈને મોહનાશ કરવા સમર્થ બને. તેથી તેઓ મહામોહનો હુમલો પોતાના ઉપર ન થાય તદ્ અર્થે સામનીતિથી મહામોહની સાથે સમાધાન કરવા યત્ન કરે છે. તેથી જેમ સંયમ જર્જરિત થયું તેમ સંયમનાં અન્ય સત્યાદિ અંગો જર્જરિત ન થાય તે અર્થે મહામોહ સાથે સમાધાનનો યત્ન કરે છે, પરંતુ યુદ્ધ કરવા આહ્વાન કરતાં નથી. જ્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિની ચિત્તવૃત્તિમાં સમ્યગ્દર્શનાદિ સર્વ નષ્ટપ્રાયઃ હતાં તોપણ તેમનો સદ્ધોધ ક્ષણ પૂર્વે નષ્ટ હતો તે ક્ષણ પછી અત્યંત જવલન બને છે તેથી તે સદ્ધોધથી ઉત્સાહિત થયેલા સમ્યગ્દર્શનાદિ સર્વ ભાવો અને ચારિત્રના સૈનિકો પણ ઉસ્થિત થયા અને ક્ષણમાં શત્રુનો નાશ કર્યો. તેવો સૂમબોધ અત્યારે પ્રસ્તુત જીવમાં પ્રગટ થાય તેમ નથી તેથી સમ્યગ્દર્શનના સૂચનથી મહામોહાદિ સાથે સમાધાન કરીને પોતાનું રક્ષણ કરવા અર્થે ચારિત્રસૈન્ય યત્ન કરે છે.
महामोहसभाक्षोभः
શ્લોક :
इदं सत्योदितं सत्यं, वाक्यमाकर्ण्य सा सभा । महामोही महाक्षोभमथ प्राप्ता मदोद्धुरा ।।५७५।।
મહામોહની સભામાં ક્ષોભ શ્લોકાર્ય :સત્યનું વચન સાંભળીને મહામોહ શું કહે છે ? તે હવે બતાવે છે – હવે, સત્યથી કહેવાયેલું આ સત્ય વાક્ય ચિત્તવૃત્તિનો સ્વામી સંસારી જીવ છે અને મહામોહનું સૈન્ય અને ચારિત્રનું સૈન્ય તેમાં રહેલું છે તેથી આપણા બંનેનો સ્વામી સંસારી જીવ છે ઈત્યાદિ સત્ય વડે કહેવાયેલું સત્ય વાક્ય, સાંભળીને મહામોહી તે સભા મહામોહથી આક્રાંત એવી તે મહામોહવાળી સભા, મદથી ઉદ્ધર મહાક્ષોભને પામી. I૫૭૫ll