________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેથી=માર્ગાનુસારિતાનું વાક્ય કરાયું તેથી, ગૃહીત દીક્ષાવાળા, સાધ્વાચારમાં પરાયણ, વિજ્ઞાત આગમમાં સદ્ભાવવાળા, ગુરુની ઉપાસનામાં તત્પર, આ=બુધ, થયા. ll૧૧૬ll શ્લોક :
आचार्यः पात्रतां मत्वा, गच्छनिक्षेपकाम्यया ।
उत्पन्नलब्धिमाहात्म्यः, सूरिस्थाने निवेशितः ।।६१७ ।। શ્લોકાર્ધ :
આચાર્ય વડે પાત્રતાને જાણીને ગચ્છના નિક્ષેપની ઈચ્છાથી, ઉત્પન્ન લબ્ધિના માહાભ્યવાળા એવા આ બુધસાધુ, સૂરિસ્થાનમાં નિવેશ કરાયા. II૬૧૭ll શ્લોક :
स एष भवतां भूप! सत्प्रबोधविधित्सया ।
विहाय गच्छमेकाकी, बुधसूरिः समागतः ।।६१८।। શ્લોકાર્ચ -
હે ભૂપ ! ધવલરાજા ! તમને સત્ પ્રબોધ કરવાની ઈચ્છાથી ગચ્છને એકાકી છોડીને તે આ બુધસૂરિ આવ્યા. ll૧૮ll શ્લોક :
योऽयं निवेदयत्येवं, शृण्वन्ति च भवादृशाः ।
सोऽहमेव धरानाथ! बुधनामेति गृह्यताम् ।।६१९।। શ્લોકાર્ય :
આ રીતે જે અત્યાર સુધી બુધસૂરિએ કહ્યું એ રીતે, જે આ નિવેદન કરે છે અને તમારા જેવા સાંભળે છે. હે પૃથ્વીના નાથ ધવલરાજા! તે જ બુધ નામવાળો એ પ્રમાણે ગ્રહણ કરો. II૬૧૯ll ભાવાર્થ :
બુધનો વિચારરૂપ પરિણામ જગતને જોવાની કામનાથી વ્યાપારવાળો થયેલો અને માર્ગાનુસારિતાના બળથી જગતનું અવલોકન કરીને તે વિચાર શીધ્ર બુધ પાસે આવે છે અને પિતાને કહે છે અર્થાત્ બુધને કહે છે – તમે જે ધ્રાણની સાથે મિત્રતા કરી છે તે સુંદર નથી. તેથી એ ફલિત થાય કે બુધ પુરુષ હંમેશાં માત્ર દૃષ્ટ જગતને ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થને જોઈને સંતોષ પામતા નથી પરંતુ જગતની વ્યવસ્થા કઈ રીતે ચાલે છે તેના પરમાર્થના અવલોકનમાં યત્નવાળા હોય છે. તેથી તેમને જણાય છે કે વિષયના અભિલાષમાંથી