Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ દંડપાલિકો વડે વામદેવને રાજા પાસે નયન સરલ વડે કહેવાયું. હે વત્સ વામદેવ ! આ શું છે? કઈ રીતે આ ચોરી થઈ અને કઈ રીતે તને ખબર પડી ? મારા વડે કહેવાયું. હે તાત ! ચોરાયા, ચોરાયા, એ પ્રમાણે ઉદ્ઘાટિત દુકાન બતાવાઈ. અને વિધાનસ્થાન બતાવાયું. સરલ વડે કહેવાયું. હે પુત્ર ! તારા વડે કેવી રીતે જણાયું? મારા વડે કહેવાયું – પિતાજી નીકળેલા છે. ત્યારપછી વેદનાથી મને નિદ્રા આવી નહીં. શય્યામાં વિપરિવર્તમાન રહ્યો. અને ત્રિશેષમાં મારા વડે વિચારાયું. જો વળી આ તાતના સ્પર્શથી પવિત્ર થયેલ દુકાનની શધ્યામાં સુખપૂર્વક નિદ્રા પ્રાપ્ત થશે, અન્યત્ર તહીં. એ પ્રમાણે વિચારીને હું દુકાનમાં આવ્યો. આવા પ્રકારનું આ ચોરવિલસિત જોવાયું દુકાનને તોડીને અંદરથી રત્ન ઉપાડી જાય એવા પ્રકારનું આ ચોરવિલસિત જોવાયું. તેથી હાહાર કરાયો. દંડપાલિકો વડે વિચારાયું. આ નિશ્ચિત છે. આ દુરાત્મા વામદેવ તસ્કર છે. ખરેખર આનું વામદેવનું, આલજાલ ચાતુર્ય છે. અહો વાચાળતા=વામદેવની વાચાળતા, અહો વંચકપણું વામદેવનું વંચકપણું, અહો કૃતઘ્નતા, અહો વિશ્વસનીય ઘાતિપણું, અહો પાપિષ્ટપણું. ત્યારપછી તેઓ વડે દંડપાલિકો વડે, કહેવાયું. શ્રેષ્ઠિ નિરાકુલ થાવ. અમારા વડે ચોર પ્રાપ્ત થયો જ છે. ત્યારપછી સર્વ વડે તે દંડપાલિકો વડે, મારું મુખ ઈરાદાપૂર્વક જોવાયું. હું આમના વડે દંડપાલિકો વડે, જ્ઞાત છું. એ પ્રકારે મને ભય થયો. ત્યારપછી સલોપ્ય ગ્રહણ કરશું ચોરીના માલ સહિત ચોરને ગ્રહણ કરશું એ પ્રકારે આલોચન કરીને દં૫પાલિકો ગયા. મારા ઉપર અવરક્ષક મુકાયો=હું શું કરું છું એનું નિરીક્ષણ કરનાર ગુપ્તચર રખાયા. અનેક કુવિકલ્પથી આકુલ મારો તે દિવસ પસાર થયો. સંધ્યામાં તે અંતર્ધનને ગ્રહણ કરીને પલાયન થતો હું દંડપાલિકો વડે ગ્રહણ કરાયો. કોલાહલ થયો. વળી તગર ભેગું થયું. દંડપાલિકો વડે સમસ્ત પણ મારો વ્યતિકર લોકોને કહેવાયો. મારા ચરિત્રથી વિસ્મય થયો. હું રિપુસૂદનરાજ સમીપે લઈ જવાયો. તેના વડે રાજા વડે, વધ્યપણાથી આજ્ઞા કરાયો. સરલ આવ્યો. રાજાના ચરણમાં પડ્યો. આના વડે સરલ વડે, કહેવાયું – શ્લોક :
ममायं पुत्रको देव! वामदेवोऽतिवल्लभः । अतो मेऽनुग्रहं कृत्वा, मुच्यतामेष बालकः ।।६७३।। गृह्यतां मम सर्वस्वं, मैष देव! निपात्यताम् ।
अन्यथा जायते देव! मरणं मे न संशयः ।।६७४।। શ્લોકાર્ય :
હે દેવ ! આ મારો પુત્ર વામદેવ અતિવલ્લભ છે. આથી મારા ઉપર અનુગ્રહ કરીને આ બાળક મુકાય, મારું સર્વસ્વ ગ્રહણ કરાય. હે દેવ ! આ બાળક, મરાય નહીં. હે દેવ ! અન્યથા=જો આને મારવામાં આવશે તો, મારું મરણ થશે. સંશય નથી. II૧૭૩-૧૭૪ll

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346