Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 330
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : : સંસારી જીવના મુખને જોતી, વિસ્મિતદૃષ્ટિવાળી અગૃહીતસંકેતા સમ્યક્ અજ્ઞાત ભાવવાળી રહી. II૭૨૩II શ્લોક ઃ શ્લોક ઃ सदागमस्तु भगवान्निःशेषं तस्य चेष्टितम् । वेत्ति संसारिजीवस्य ततो मौनेन संस्थितः ।।७२४।। શ્લોકાર્થ ઃ વળી, સદાગમ ભગવાન તે સંસારી જીવનું નિઃશેષ ચેષ્ટિત જાણે છે, તેથી મૌનથી રહ્યા. II૭૨૪II संसारिजीवस्य आनन्दनगरे प्रयाणम् संसारिजीवेनोक्तं अथाहमन्यदा भद्रे ! तुष्टया निजभार्यया । संजातकृपया प्रोक्तः, केनचिच्छुभकर्मणा । । ७२५ ।। ૩૧૯ સંસારીજીવનું આનંદનગરમાં પ્રયાણ શ્લોકાર્થ : સંસારી જીવ વડે કહેવાયું=શ્લોક-૬૯૪માં સંસારી જીવે પોતાનું કથન કર્યું તે વખતે પ્રજ્ઞાવિશાલા શું વિચારે છે, ભવ્યપુરુષ શું વિચારે છે, સદાગમ શું વિચારે છે ? તે અત્યાર સુધી બતાવ્યું – હવે શ્લોક-૬૯૪ સુધીનું વક્તવ્ય કર્યા પછી સંસારી જીવ વડે કહેવાયું. શું કહેવાયું ? તે ‘અથ’થી બતાવે છે – હવે=વામદેવ ભવથી નરકાદિ અનેક ભવમાં ભટક્યા પછી હવે, હે ભદ્રા અગૃહીતસંકેતા ! અન્યદા કોઈક શુભકર્મોથી તુષ્ટ એવી નિજભાર્યા વડે થયેલી કૃપાથી હું કહેવાયો. II૭૨૫।। શ્લોક ઃ त्वयाऽऽर्यपुत्र! गन्तव्यमधुना लोकविश्रुते । आनन्दनगरे तत्र, वस्तव्यं चारुलीलया ।। ७२६।। શ્લોકાર્થ : હે આર્યપુત્ર ! લોકવિશ્રુત એવા આનંદનગરમાં હમણાં તારા વડે જવું જોઈએ, સુંદર લીલાથી ત્યાં વસવું જોઈએ. II૭૨૬II

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346