________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૩૨૫ મોકલાવાયો. અને કોઈક શુભભાવથી જે પુણ્ય બાંધેલું તે પુણ્યોદય તેનો સહચર થાય છે અને અનાદિકાલના કોઈ સંસ્કારોને કારણે લોભકષાય તેમાં પ્રચુર જાગે છે તેથી પુણ્યનો ઉદય અને પ્રચુર લાભકષાય બેથી યુક્ત તે જીવ આનંદનગરમાં ભવિતવ્યતાના ગુટિકાના દાનથી મનુષ્યરૂપે થાય છે. ત્યાં પ્રચુર લોભકષાયને કારણે અંતરંગ ફ્લેશોને અનુભવે છે અને પુણ્યના ઉદયથી બાહ્ય કંઈક અનુકૂળતાઓ પ્રાપ્ત કરે છે અને જે જીવોને અંતરંગ પુણ્યનો ઉદય છે અને કષાયો મંદ છે તે જીવોને તે પુણ્ય જેમ બાહ્ય સુખ આપે છે તેમ કષાયોની મંદતામાં સહાયક થઈને અંતરંગ પણ સુખ આપે છે. જ્યારે પ્રચુર કષાયવાળા જીવો પુણ્યના ઉદયથી બાહ્ય સુખસામગ્રી મેળવે છે તોપણ પ્રચુર લોભાદિને વશ થઈને પુણ્યને ક્ષીણ કરે છે અને અંતે તે ભવમાં પણ દુઃખી થાય છે અને જન્માંતરમાં પણ દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. અંતે પ્રસ્તુત પ્રસ્તાવનો સાર બતાવતાં કહે છે – ધ્રાણ, માયામૃષાવાદ અને ચૌર્યથી યુક્ત પાપિષ્ઠ જીવો આ લોકમાં પણ દુઃખોને પામે છે અને પરલોકમાં પણ દુરંત સંસારમાં પડે છે. તેથી ગંભીરતાપૂર્વક પ્રસ્તુત કથાનકને ભાવન કરીને સ્તેય અને માયાને છોડવા માટે અને ઘાણના લાપથ્યનો પરિહાર કરવા માટે પ્રસ્તુત પ્રસ્તાવના બળથી ભાવન કરીને સારને ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ.
પાંચમો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૭ (ષષ્ઠ પ્રસ્તાવ)