________________
૩૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ક્યારેક દોષનો પરિણામ થાય છે તો પણ આ જીવ સરળ જ છે, તેથી વામદેવને પુત્રની જેમ જ રક્ષણ કરવા પ્રયત્ન કરે છે.
આ બાજુ વામદેવનું અંતરંગ પુણ્ય માયાને કારણે અને ચૌર્ય દોષને કારણે દુર્બલ બને છે. તેથી રાજાએ શ્રેષ્ઠીનું વચન સ્વીકારીને પણ તેને પોતાના રાજમંદિરમાં રાખવાનો આગ્રહ કર્યો. તેથી ફલિત થાય છે કે જીવ પૂર્વભવનું પુણ્ય કરીને આવે છે અને ઉચિત પ્રવૃત્તિ કરે તો તે પુણ્ય પુષ્ટ પુષ્ટતર થાય છે અને ચિત્તમાં ક્લેશ ઘટાડીને સુખ ઉત્પન્ન કરે છે વળી જેઓ પુણ્ય લઈને જન્મ્યા છે છતાં ચોરીમાયા આદિ ભાવોથી યુક્ત છે તેઓનું ચિત્ત હંમેશાં ક્લેશવાળું હોય છે. કંઈક પુણ્યના બળથી સરલ જેવા પિતા મળે છે તોપણ પોતાના ક્લિષ્ટ ભાવોને કારણે તેઓનું ક્રમસર પુણ્ય નાશ પામે છે. આથી જ રાજાને ત્યાં ધિક્કારને પામેલો તે રાજમંદિરમાં રહે છે અને રાજાના દંડના ભયથી અંતરંગ ચોરી અને માયાનો પરિણામ વિદ્યમાન હોવા છતાં વ્યક્તરૂપે પ્રગટ થતા નથી. તોપણ પુણ્ય નાશ થયેલું હોવાથી નગરમાં ક્યાંય ચોરી થાય તો લોકો વામદેવ ઉપર જ શંકા કરે છે. વળી, અતિપાપનો ઉદય પ્રગટ થવાથી કોઈક વિદ્યાસિદ્ધ પુરુષે રાજાના ઘરમાં જ ચોરી કરી. ચોર પકડાયો નહીં. તેથી રાજાને વામદેવ જ ચોર છે તેવો વિશ્વાસ થયો; કેમ કે પુણ્ય નાશ પામે છે, પાપ પ્રબલ બને છે ત્યારે સજ્જન એવા રાજાને તેના પૂર્વના કૃત્યને આશ્રયીને તે વામદેવમાં જ શંકા થાય છે. તેથી રાજાના આદેશથી તેને ફાંસીની સજા થઈ. ક્લિષ્ટ પરિણામોને કારણે તેની ભવિતવ્યતા પણ તેવી જ હતી કે જેથી નરકનું આયુષ્ય બાંધીને સાતમી નરકમાં જાય છે. ત્યારપછી અસંખ્ય કાળ અનેક દુઃખો પશુભવમાં પ્રાપ્ત કરે છે. અસંવ્યવહારનગર છોડીને સર્વ સ્થાનોમાં અનેક દુઃખોથી યુક્ત ક્લિષ્ટ ભવો પ્રાપ્ત કરે છે. વળી વામદેવના ભવમાં કરેલા માયાના પરિણામને કારણે પશુભવમાં પણ સ્ત્રીભવને જ વારંવાર પ્રાપ્ત કરે છે. અને સ્ત્રીભવમાં માયાદોષને પુષ્ટ કરીને અનેક પ્રકારની વિડંબનાઓ સંસારમાં પ્રાપ્ત કરે છે. તેથી અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે તે બંને પાપમિત્રો દ્વારા મેં દરેક ભવમાં ઘણાં દુઃખો પ્રાપ્ત કર્યા. આ પ્રકારે વામદેવનું ચરિત્ર અનુસુંદર ચક્રવર્તી પ્રજ્ઞાવિશાલા, પોંડરીક અને અગૃહીતસંકેતા સન્મુખ કહે છે. તે સાંભળીને પ્રજ્ઞાવિશાલાને કેવો પરિણામ થાય છે ? તે બતાવે છે –
પ્રજ્ઞાવિશાલા વિશાળ પરિણામવાળી હોવાથી અનુસુંદર ચક્રવર્તીના સર્વ કથનના પરમાર્થને જાણનારી છે તેથી સાધ્વી હોવાને કારણે સંવેગવાળાં હતાં તોપણ પ્રસ્તુત સંસારી જીવના કષાયોની વિડંબનાનું સ્વરૂપ સાંભળીને ગાઢ સંવેગ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે કષાયો પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય છે અને વિચારે છે કે ચોરી અને માયા અત્યંત દારુણ છે જેના કારણે આ અનુસુંદરનો જીવ વામદેવના અને પછીના ભવોમાં આ રીતે સર્વ વિડંબના પામ્યો. વળી, તે વિડંબના સ્પષ્ટ કરતાં કહે છે. મહાત્મા એવા વિમલને પ્રાપ્ત કરીને પણ આ વામદેવે તેને ઠગ્યો અને વામદેવના ભવમાં જ લોકો આગળ તૃણતુલ્ય પ્રગટ થયો; કેમ કે રત્નચોરી કરીને જતા તેને કોઈક વ્યંતરદેવે ગ્રહણ કરીને તેને લોકો સમક્ષ ચોર તરીકે પ્રગટ કર્યો. તેથી ચોરીની જ દુર્બુદ્ધિનું તે સાક્ષાતું ફળ છે. વળી, સરળ જેવા વત્સલ પિતાને ઠગીને પણ ઘોર વિડંબના પામ્યો તે પણ ચોરીનું જ તદ્ભવમાં સાક્ષાત્ ફળ છે. આ પ્રકારે ચોરીના અનર્થનું ભાવન કરીને પ્રજ્ઞાવિશાલા ચોરી અને