________________
૩૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
માયા પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય તેવા સંવેગને પામે છે, તેમ જેઓ નિપુણ પ્રજ્ઞાથી પ્રસ્તુત કથાને વાંચીને ચોરીના અને માયાના સાક્ષાત્ અનર્થો સાંભળે છે તેથી ચોરી અને માયા પ્રત્યે જેઓને ધૃણા થાય છે તેમાં પણ તે ભાવોના સંસ્કારો અનાદિના પડેલા હોવા છતાં ક્ષીણ ક્ષીણતર થાય છે, જેનાથી આત્માની શુદ્ધિ થાય છે. વળી, પ્રજ્ઞાવિશાલા વિચારે છે કે બુધસૂરિ જેવા ઉત્તમપુરુષ તેને મળ્યા છતાં આ અનુસુંદરનો જીવ પ્રચુર માયાને કારણે આ બુધસૂરિ માયાવી છે, ઇન્દ્રજાલી છે ઇત્યાદિ વિચારીને આત્મહિતને પામી શક્યો નહીં. તેથી માયા આત્મહિત સાધવામાં પ્રબલ બાધક છે આથી જ ઉત્તમપુરુષના યોગને પણ નિષ્ફલ કરે છે. વળી, તે બુધસૂરિ અનુભવ અનુસાર યથાર્થ પદાર્થ કહે છે તોપણ વિશ્વાસ થતો નથી અને બુધસૂરિ પ્રત્યે ધિક્કાર ઉત્પન્ન થાય છે તેમાં પણ વામદેવમાં વર્તતી પ્રચુર માયા જ કારણ છે. વળી, બીજા જીવોના ચોરીના આક્ષેપો પણ વામદેવને પ્રાપ્ત થયા તેમાં વામદેવમાં વર્તતી ચોરી અને માયા જ કારણ છે; કેમ કે તેણે ચોરી અને માયાથી સરલને ઠગેલો. તેથી લોકો તેને તે રીતે જ જુએ છે. આ પ્રકારે માર્ગાનુસારી પ્રજ્ઞાથી પ્રજ્ઞાવિશાલા વામદેવના ચરિત્રમાંથી પરમાર્થને ગ્રહણ કરે છે.
વળી, ભવ્યપુરુષમાં પ્રજ્ઞાવિશાલા જેવી નિપુણપ્રજ્ઞા નથી છતાં કંઈક ઊહ કરે તેવી પ્રજ્ઞા છે તેથી તેને જણાય છે કે ચોરી કરીને આ જીવ ચોરીના માલ સહિત રાજપુરુષોથી પકડાયેલો અહીં આવેલો છે અને ચોરીનું કારણ શું છે ? તે અગૃહીતસંકેતા પૂછે છે તેના ઉત્તરરૂપે પોતાનું લાંબું લાંબું ચરિત્ર કહીને અસંવ્યવહાર નગરમાંથી પોતે નીકળીને આ રીતે સંસારમાં ઘણી વિડંબનાઓ પામ્યો. ઇત્યાદિ જે સર્વ કહે છે તે સર્વ અસંબદ્ધ ભાસે છે; કેમ કે આણે ચોરી કેમ કરી, તેનું પ્રયોજન શું છે તે જાણવાને અભિમુખ વિચાર ભવ્યપુરુષનો પ્રવર્તે છે ત્યારે અનંતકાળની આ સર્વ વાતો અને કર્મપરિણામરાજા, ભવિતવ્યતા આદિનાં સર્વ કથનો અનુસુંદર વડે કહેવાયાં તેનો ચોરીના પ્રયોજન સાથે કોઈ સંબંધ ભવ્યપુરુષને જણાતો નથી. તેથી તે વિચારે છે કે એક પુરુષ આ રીતે અનંતકાળ કઈ રીતે જીવી શકે અને આ રીતે ભવિતવ્યતા તેની વિડંબના કરનાર કોણ છે તેનો કોઈ પરમાર્થ તે જાણી શકતો નથી. તેથી ઇન્દ્રજાળ જેવું તેનું ચરિત્ર દેખાય છે. વળી, આ સર્વ કથન સાંભળીને પ્રજ્ઞાવિશાલાને શું ભાવ થાય છે તે જાણવા માટે પોંડરીક પ્રજ્ઞાવિશાલાનું મુખ જુએ છે. તેના મુખના ભાવથી તેને જણાય છે કે આ સર્વ કથન પ્રજ્ઞાવિશાલાને સુસંગત જણાય છે તેવા ભાવો જ તેમનું મુખ બતાવે છે. તેથી ઉચિતકાળે હું તેમને પૂછીશ એ પ્રકારનો સંકલ્પ કરે છે.
વળી, અગૃહીતસંકેતા કથાને સાંભળે છે પરંતુ કોઈ શંકા કે પ્રતિસંધાન કરી શકતી નથી. તેથી વિસ્મયપૂર્વક સંસારી જીવનું મુખ જોતી સર્વ સાંભળે છે. વળી, સદાગમ તે જીવનું સર્વ ચેષ્ટિત સાક્ષાત્ જોનારા છે અને જેવું તેમને જ્ઞાનમાં દેખાય છે તેવું જ તે સંસારી જીવ સર્વ કથન કરે છે તેથી મૌનથી રહેલા છે. આ રીતે અનુસુંદર ચક્રવર્તીના જીવના કથનકાળમાં વર્તતા પ્રજ્ઞાવિશાલા આદિના ચિત્તમાં વર્તતા ભાવોને કહ્યા પછી સંસારી જીવ પોતાનું ચરિત્ર કહેતાં આગળ શું કહે છે ? તે બતાવે છે – સંસારમાં અસંખ્યાતકાળ ભટક્યા પછી ભવિતવ્યતાના પ્રસાદથી અને કોઈ શુભકર્મના બળથી હું આનંદનગરમાં