________________
૩૧૨
શ્લોક :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
अहो दुरन्तः स्तेयोऽसौ, माया चात्यन्तदारुणा । ययोरासक्तचित्तोऽयं, वराको भूरि नाटितः । । ६९६ ।।
શ્લોકાર્થ :
અહો આ ચોરી ખરાબ અંતવાળી છે, અને માયા અત્યંત દારુણ છે. જેનાથી=જે માયાથી, આસક્ત ચિત્તવાળો આ વરાક=અનુસુંદરનો જીવ, ઘણો નચાવાયો. II૬૬।।
શ્લોક ઃ
તથાદિ
वञ्चितस्तादृशोऽनेन, महात्मा विमलः पुरा ।
तन्माहात्म्येन लोके च गतोऽयं तृणतुल्यताम् ।।६९७।।
શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે આના દ્વારા=અનુસુંદરના જીવ દ્વારા, પૂર્વમાં તેવા પ્રકારનો મહાત્મા એવો વિમલ ઠગાવાયો. અને તેના માહાત્મ્યથી=માયાના માહાત્મ્યથી, લોકમાં આ=અનુસુંદરનો જીવ,
તૃણતુલ્યતાને પામ્યો. II૬૯૭।।
શ્લોક :
—
सरलो वत्सलः स्निग्धो, मुषित्वा च प्रतारितः ।
प्राप्तोऽयं तत्प्रसादेन, तत्र घोरविडम्बनम् ।।६९८।।
શ્લોકાર્થ :
અને સ્નિગ્ધ, વત્સલ એવો સરલ લૂંટીને ઠગાવાયો, તેના પ્રસાદથી=ચોરીના પ્રસાદથી, ત્યાં= વામદેવના ભવમાં, આ=અનુસુંદરનો જીવ, ઘોર વિડંબનાને પામ્યો. ।।૬।।
શ્લોક ઃ
તથા
यदयं तादृशेनापि, महाभागेन सूरिणा ।
बुधेन बोधितो नासीत् सा माया तत्र कारणम् । । ६९९ ।।
શ્લોકાર્થ ઃ
અને જે કારણથી આ=અનુસુંદરનો જીવ, તેવા પ્રકારના પણ મહાભાગ એવા બુધસૂરિ વડે બોધ પામ્યો ન હતો, તેમાં તે માયા કારણ છે અર્થાત્ વામદેવના ભવમાં જે ઉત્કટ માયા હતી તેથી