________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૮૯ પરંતુ સમભાવની વૃદ્ધિવાળું ચિત્ત થાય છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી આગમોને ભણીને શાસ્ત્રજ્ઞ બને છે અને ગુણવાન ગુરુની ઉપાસનામાં તત્પર રહે છે જેથી ગુણવાન ગુરુ જેવા જ ઉત્તમ ગુણોથી પોતે સંપન્ન થાય છે તેથી ગુણવાન ગુરુ એવા આચાર્ય પોતાના સૂરિસ્થાનમાં તેમને સ્થાપન કરે છે અને આ પ્રકારે પોતાનું જીવન વૃત્તાંત કહ્યા પછી તે બુધસૂરિ કહે છે – તે જ બુધ એવો હું તમને પ્રતિબોધ કરાવવા અર્થે ગચ્છને મૂકીને એકાકી અહીં તમારી સન્મુખ આવ્યો છું. બ્લોક :
प्रबोधकारणं भूप! तदिदं संविधानकम् ।
मम संपन्नमेतद्धि, तुल्यं युष्मादृशामपि ।।६२०।। શ્લોકાર્થ :
તે આ પૂર્વમાં બુધસૂરિએ પોતાનું જીવન અત્યાર સુધી બતાવ્યું તે આ, સંવિધાનક પ્રસંગ, હે રાજા! મને પ્રબોધનું કારણ થયું. આ તમારા જેવાને પણ તુલ્ય છે=ધ્રાણેન્દ્રિયનો પ્રસંગ જેમ મને પ્રબોધનું કારણ છે તેમ તમારા જેવાને પણ તુલ્ય છે. IIકર૦II શ્લોક :
યત:विचरन्ति सदा तानि, मानुषाणि जगत्त्रये ।
तत्पृष्ठतोऽनुधावन्ति, महामोहादिशत्रवः ।।६२१।। શ્લોકાર્ય :
જે કારણથી જગત્રયમાં તે મનુષ્યો વિષયાભિલાષના મોકલાવાયેલા પાંચ મનુષ્યો, સદા વિચરે છે. તેની પાછળ તે પાંચ મનુષ્યોની પાછળ, મહામોહાદિ શત્રુઓ દોડે છે. Iકરવા.
બ્લોક :
તતર્યयो यस्तैः प्राप्यते प्राणी, स सर्वो गाढदारुणैः । निर्भिद्य खण्डशः कृत्वा, क्षणेनैव विलुप्यते ।।६२२।।
શ્લોકાર્ય :
અને તેથી જગત્રયમાં પાંચ મનુષ્યો વિચરે છે અને તેની પાછળ મહામોહાદિ શત્રુઓ દોડે છે તેથી, જે જે પ્રાણી તેઓ વડે તે પાંચ મનુષ્યો અને મહામોહાદિ વડે, પ્રાપ્ત કરાય છે તે સર્વતે સર્વ મનુષ્યો, ગાઢ દારુણથી ભેદીને ખંડ કરીને ક્ષણમાં જ વિનાશ કરાય છે. IIકરશે.