________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततो न योग्यताऽद्यापि, वामदेवस्य विद्यते । धर्मं प्रतीति निश्चित्य, कुरु तस्यावधीरणम् ।।६७०।।
બ્લોકાર્થ :
તેથી ઘણા કાળ પછી તે મુકાશે તેથી, વામદેવની ધર્મ પ્રત્યે હમણાં પણ યોગ્યતા વિધમાન નથી. એ પ્રકારે નિશ્ચિત કરીને તેનું અવશીરણ કરવામદેવની અવગણના કર. II૬૭૦II
શ્લોક :
ततश्चेदं मुनेर्वाक्यं, विमलेन महात्मना ।
श्रुत्वा तथेति वदता, विहिता मेऽवधीरणा ।।६७१।। શ્લોકાર્ચ -
અને તેથી આ મુનિનું વાક્ય સાંભળીને તહતિ એ પ્રમાણે બોલતા વિમલ મહાત્મા વડે મારી અવગણના કરાઈ. II૬૭૧II ભાવાર્થ :
ધવલરાજા વગેરે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયા તે વખતે બુધસૂરિએ જે માર્ગનો ઉપદેશ આપ્યો તે સર્વ પ્રસંગે વામદેવ પણ ત્યાં હાજર હતો, જે વામદેવ અનુસુંદર ચક્રવર્તીનો જીવ છે. આ અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે – મારામાં વકતા હોવાને કારણે તે સૂરિનું વચન સાંભળીને મને લેશ પણ બોધ થયો નહીં. તેનું કારણ મારા શરીરમાં માયા નામની ભગિની પ્રવેશેલી હતી તેનો વિલાસ હતો અર્થાત્ મતિજ્ઞાનના ઉપયોગરૂપ વામદેવના શરીરમાં માયાના પ્રચુર સંસ્કાર હતા, તે બુધસૂરિના ઉપદેશને સાંભળીને ઉલ્લસિત થયા. તેથી વામદેવને બુધસૂરિ ઇન્દ્રજાલિક જેવા અને શઠ જણાય છે; કેમ કે પોતાનામાં માયાનો સ્વભાવ હોવાથી બધાને માયાવાળા જોવાની તેની દૃષ્ટિ પ્રવર્તે છે. તેથી જેઓના ચિત્તમાં માયાનો પ્રચુર સ્વભાવ હોય તેઓને સરળ જીવો પણ માયાવી દેખાય છે અને માયાવી જીવો પણ માયાવી દેખાય છે. તે ચિત્તમાં વર્તતી માયાનું જ કારણ છે. આથી જ સરળ સ્વભાવવાળા એવા વિમલકુમારને વામદેવનો માયાવી સ્વભાવ ઘણા પ્રસંગે જોયેલો હોવા છતાં વામદેવ સરળ જ છે તેમ દેખાય છે પરંતુ આ માયાવી છે એ પ્રકારે જોવા માટે વિમલકુમારની દૃષ્ટિ પ્રવર્તતી નથી. તેમ માયાવી એવા વામદેવમાં પણ બુધસૂરિને માયાવીરૂપે જોવા દૃષ્ટિ પ્રવર્તે છે અને રાજા વગેરે મૂઢ છે તેથી બુધસૂરિ દ્વારા ઠગાયા છે તેમ દેખાય છે.
વળી વામદેવ મનમાં વિચારે છે કે આ વિમલ મને બળાત્કારે પ્રવજ્યા ગ્રહણ કરાવશે માટે હું તેને ઠગીને શીધ્ર નાસી જાઉં. આ પ્રકારનો પરિણામ પણ ગાઢ ક્લિષ્ટ કર્મ અને માયાના પરિણામથી જ થાય છે. તેથી દીક્ષાના ભયથી વામદેવ ત્યાંથી ચાલ્યો જાય છે. વિમલ મહાત્મા તેના પ્રત્યે પ્રીતિવાળો છે તેથી તેની સર્વત્ર તપાસ કરે છે. ક્યાં ગયો તેની માહિતી મળતી નથી તેથી બુધસૂરિને પૂછે છે. બુધસૂરિએ વામદેવનું