________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૭૧ તે પ્રકારે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થશે ત્યારે તે કર્મપરિણામરાજા તેને ચારિત્રસૈન્યની પારમાર્થિક ઓળખાણ કરાવશે, સંસારી જીવને આપણું ચારિત્રનું સૈન્ય જ હિતકારી જણાશે. તેથી સંસારી જીવ અત્યંત પ્રસાદપૂર્વક આપણી પૂજા કરશે અર્થાત્ ચારિત્રધર્મના સૈન્યને જ હંમેશાં આદરસત્કાર કરશે ત્યારે આપણે શત્રુને નાશ કરવા સમર્થ થશે, તે પ્રકારનો તે મહાત્મામાં રહેલો સદ્ધોધ સમ્યગ્દર્શનને જણાવે છે અર્થાત્ સમ્યગ્દર્શન શત્રુનો નાશ કરવાનો અર્થી છે, પરંતુ તે મહાત્મામાં રહેલો સમ્યમ્ બોધ જાણે છે કે શત્રુનો નાશ કરવા માટે મહાવીર્યને ઉલ્લસિત કરે તેવો સદ્ધોધ તે મહાત્મામાં નથી; કેમ કે તે મહાત્મામાં રહેલો સદ્ધોધ તે જીવના શત્રુના નાશ માટે ઉદ્યમ કરવા ઉત્સાહિત કરવા સમર્થ નથી અર્થાત્ કંઈક સદ્ધોધ છે, છતાં તેવો નિપુણ સદ્ધોધ તે મહાત્મામાં નથી, જેથી અપ્રમાદપૂર્વક શત્રુના નાશમાં તે મહાત્મા ઉદ્યમશીલ થાય.
અહીં પ્રશ્ન થાય કે ક્યારે તે જીવનો કર્મપરિણામ સદ્ધોધ આદિનો પરિચય કરાવશે જેથી ચારિત્રનું સૈન્ય મોહનાશને કરવા સમર્થ બને ? તેથી કહે છે – તે જીવમાં જ્ઞાનાવરણીયનો તેવો ક્ષયોપશમ થશે તે લોકસ્થિતિનું આલોચન કરીને થશે, કાલપરિણતિનું આલોચન કરીને થશે, સ્વભાવનું આલોચન કરીને થશે, નિયતિ અને યહૃચ્છાદિનું અને ભવિતવ્યાનું આલોચન કરીને થશે. વળી, તે સર્વે અનુકૂળ હશે ત્યારે તેનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમરૂપ કર્મપરિણામ તેને ચારિત્રસૈન્યની પારમાર્થિક ઓળખાણ કરાવશે જેથી તે જીવ ચારિત્રસૈન્યની પૂજા કરશે, તેથી તેનાથી સત્કારિત થયેલા આપણે મોહનાશ માટે સમર્થ થશે. તેથી એ ફલિત થાય કે લોકસ્થિતિ આદિ સર્વ કારણો કાર્યને અનુકૂળ હોય ત્યારે જ જીવને તે પ્રકારના સૂક્ષ્મ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, જેથી તે જીવ હંમેશાં ચારિત્રસૈન્યને જ પુષ્ટ, પુષ્ટતર કરીને સર્વ કર્મનો નાશ કરવા સમર્થ બને છે. આથી જ તે મહાત્મામાં વર્તતો સબોધ કહે છે કે અત્યારે આપણો ઉચિત અવસર નથી. તેથી શત્રુના નાશ માટે કાલવિલંબન જ ઉચિત છે.
વળી, સમ્યગ્દર્શનનો પરિણામ મોહથી સંયમની જર્જરિત અવસ્થા થઈ તે સહન કરી શકતો નથી, તેથી મોહનો નાશ કરવા માટે પ્રેરણા કરે છે. સમ્યગ્દર્શન કહે છે કે જો અત્યારે લડવાનો અવસર નથી તો દૂતને મોકલીને તે દુરાત્માઓની દુર્ભન્ટ્સના કરવી જોઈએ, જેથી મોહનું સૈન્ય મર્યાદાનું ઉલ્લંઘન કરીને આપણા સૈન્યને સંયમની જેમ ફરી જર્જરિત કરે નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શન જીવને મોહનાશ કરવા જ ઉલ્લસિત કરે છે તો પણ જીવમાં જે સબોધ છે તે અત્યંત નિપુણ છે પરંતુ જાણે છે કે મોહના નાશ માટે જેવો સૂક્ષ્મબોધ જોઈએ તેવો ક્ષયોપશમ મારો નથી, તેથી અત્યારે જીવ મહામોહના સૈન્યને અનુકૂળ વર્તે છે. આથી જ સમ્યગ્દર્શન હોવા છતાં પ્રાપ્ત થયેલું સંયમ જર્જરિત થયું તોપણ સંસારી જીવ ચારિત્રસૈન્યને પુષ્ટ કરવાને અભિમુખ થતો નથી, પરંતુ પ્રમાદને વશ માનસન્માનાદિ ભાવોને અભિમુખ વર્તે છે,
વળી તેનું સમ્યગ્દર્શન કંઈક શત્રુના નાશની પ્રેરણા કરે છે, તેથી તે જીવમાં વર્તતો સદ્ધોધ કહે છે – અત્યારે સંસારી જીવ કંઈક મોહના સૈન્યને અનુકૂળ છે માટે દૂત મોકલવો ઉચિત નથી, પરંતુ બગલાની જેમ સંવૃત ઇન્દ્રિય થઈને રહેવું જોઈએ અર્થાત્ જેમ બગલો માછલાને પકડવા અર્થે સ્થિર ઊભો રહે છે અને જેવું માછલું પાસે આવે ત્યારે શીધ્ર ચાંચથી પકડે છે, તેમ આપણે પણ અત્યારે મૌન લઈને કાળક્ષેપ કરવો