________________
૨૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ભાવાર્થ :
પૂર્વમાં સમ્યગ્દર્શનના વચનથી પ્રેરાઈને ચારિત્રધર્મરાજાએ સત્ય નામના દૂતને સામનીતિપૂર્વક સંધિ કરવા અર્થે મહામોહ પાસે મોકલ્યો. મહામોહને સત્યએ કહ્યું કે આપણે બંને સંસારી જીવની ચિત્તરૂપી અટવીમાં રહેનારા છીએ; કેમ કે મહામોહના પરિણામો પણ સંસારી જીવના ચિત્તમાં થાય છે અને ચારિત્રના સર્વ પરિણામો પણ ક્ષયોપશમભાવરૂપે સંસારી જીવના ચિત્તમાં થાય છે. તેથી મહામોહે ચારિત્રધર્મ સાથે પ્રીતિનું વર્તન કરવું જોઈએ, જેથી પરસ્પર કલહ ન થાય. આ પ્રકારે સત્યએ મહામોહને નિવેદન કર્યું. તેનું કારણ જે સાધુનું સંયમ મહામોહ દ્વારા હણાયેલું છે તે સાધુનો જીવ સંયમયોગમાં હોવા છતાં પ્રમાદના પરિણામવાળો છે તેથી સત્યાદિ ચારિત્રધર્મો મહામોહની સામે લડવા સમર્થ નથી. માટે મહામોહના ક્ષોભના નિવારણ અર્થે સામનીતિથી મિત્રાચારી કરવા તત્પર થાય છે પરંતુ સત્યવચનને સાંભળીને પણ મહામોહાદિ ક્ષોભાયમાન થયા; કેમ કે સંસારી જીવ તેમના પક્ષમાં છે તેથી કુપિત થઈને સત્યને કહે છે. સંસારી જીવ આપણો સંબંધી છે એમ તમે કહો છો એ તમારું દુર્વચન છે. વસ્તુતઃ સંસારી જીવ મહામોહનો સ્વામી છે, તમારો નથી; કેમ કે અનાદિ કાળથી સંસારી જીવની ચિત્તવૃત્તિમાં અમે જ વર્તીએ છીએ. કોઈક રીતે તમે પ્રગટ થઈને અમારા રાજ્યને પડાવવા યત્ન કર્યો છે. તેથી તમારો અને અમારો સ્વામી એક છે તેમ કહીને અમને શાંતિ રાખવાનો ઉપદેશ આપવો ઉચિત નથી અને પાતાળમાં પણ તમે પ્રવેશ કરશો તોપણ તમને અમે છોડીશું નહીં. તમારી સાથે યુદ્ધ કરીને સંસારી જીવની ચિત્તવૃત્તિમાંથી તમને દૂર કરશું. આ પ્રકારનું બળ મહામોહના સૈન્યને સંસારી જીવને પોતાના પ્રત્યેનો પક્ષપાત છે તેવું જણાવાથી આવે છે અને જે સાધુ પ્રમાદને વશ સંયમનો નાશ થયા પછી પ્રમાદને અભિમુખ છે તેઓ મહામોહને અભિમુખ જ છે તેથી મહામોહનું સૈન્ય ઉત્સાહિત થઈને સત્યને નિર્ભર્જના કરીને કાઢી મૂકે છે અને કહે છે કે તું શીધ્ર જા. તમારા ઇષ્ટદેવતાનું સ્મરણ કરો. અને તમને મારવા માટે અમે આવીએ છીએ. જીવ પોતાના પક્ષમાં છે તેમ જાણીને આ પ્રકારે મહામોહના સૈન્યના દરેક રાજાઓ ઉત્સાહથી બોલે છે અને નિષ્ફર વચનોથી સત્યની કદર્થના કરીને કાઢી મૂક્યો.
વળી, તે સર્વ મહામોહના સૈન્યો યુદ્ધ કરવા માટે તત્પર થઈને ચારિત્રધર્મ સૈન્ય પાસે આવે છે. વળી, સત્યએ પણ ચારિત્રધર્મરાજાને વિસ્તારથી સર્વ કથન કર્યું. તેથી એ ફલિત થાય કે બુદ્ધિમાન એવા સબોધમંત્રીની સલાહને સ્વીકાર્યા વગર સત્યને મોકલીને ચારિત્રધર્મના સૈન્યએ મોહને લડવા માટે ઉશ્કેર્યો છે, અને જે જીવમાં સમ્યગ્દર્શન છે આમ છતાં મોહને અભિમુખ પરિણામ હોવાથી સમ્યગ્દર્શન પ્લાન થઈ રહ્યું છે તે વખતે સમ્યગ્દર્શન યથાર્થ નિર્ણય કરવા સમર્થ નથી. તેના વચનથી પ્રેરાઈને જે જીવ મોહના શમન માટે યત્ન કરે છે તે જીવનું જ્યારે મોહને અભિમુખ વલણ હોય ત્યારે તે શમનનો યત્ન જ વિનાશનું કારણ બને છે. આથી જ જે મહાત્મામાં સંયમ ઘાયલ થયેલું તે મહાત્માને સમ્યગ્દર્શન કંઈક રક્ષણ કરવાને અભિમુખ પરિણામવાળું હોવા છતાં જીવ મોહને અત્યંત અભિમુખ થયેલ, તેથી સંયમના રક્ષણ માટે કરાયેલ યત્ન પણ મોહને પુષ્ટ કરે છે. જેમ કેટલાક જીવો કલ્યાણને અર્થે સંયમ ગ્રહણ કરવાને તત્પર થાય છે પરંતુ પોતાની શક્તિનું આલોચન કર્યા વગર સંયમ ગ્રહણ કરે છે ત્યારે મોહને અભિમુખ એવું તેમનું