________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જોઈએ. વળી, મોહનું સૈન્ય આપણાથી નાશ થાય તેવી ભૂમિકામાં આવે ત્યારે જેમ બગલો માછલાને પકડે છે તેમ આપણે પણ શત્રુનો નાશ કરવા માટે ઉદ્યમ કરવો ઉચિત છે. અત્યારે નિર્ચાપારવાળા રહેવું ઉચિત છે. આ પ્રકારના સદ્ધોધના વચનને સાંભળીને સમ્યગ્દર્શન સર્બોધને કહે છે, તમારે અત્યંત ભયભીત થઈને રહેવું જોઈએ નહીં. રોષ પામેલા પણ મહામોહાદિ મારા જેવાને શું કરશે ? અર્થાત્ કદાચ ચારિત્ર ઉપર હુમલો કરશે તો પણ મારું સમ્યગ્દર્શન તેનો પ્રતિકાર કરીને તેઓને કાઢવા જ યત્ન કરશે. માટે તે મહાત્મામાં રહેલું સમ્યગ્દર્શન મોહની સામે યુદ્ધ કરવા ઉત્સાહિત કરે છે અને તે મહાત્મામાં રહેલો બોધ કાળક્ષેપ કરવાનું સૂચન કરે છે.
વળી, સમ્યગ્દર્શન સદ્ધધને કહે છે. જો કઠોર શબ્દથી મોહને નિર્ભર્લ્સના કરવી ઉચિત જણાતી ન હોય તોપણ મોહની સાથે સંધિ કરવા માટે સામનીતિપૂર્વક દૂત મોકલવો જોઈએ. અર્થાત્ ફરી તે મહામોહનો હુમલો આપણા ઉપર ન આવે તે રીતે મહામોદાદિ સાથે સમાધાન કરવું જોઈએ. પરંતુ મૌન લઈને બેસવું જોઈએ નહીં. સદ્ધોધ કહે છે. ક્રોધથી અધ્યાત થયેલા શત્રુ સાથે સામનીતિ પણ કલહનું વર્ધન કરે છે અર્થાત્ શત્રુ પોતાની શક્તિ બલવાન છે તેમ જાણે છે તેથી સમાધાન કરવારૂપ પ્રસ્તાવ મૂકવામાં પણ કુપિત થઈને તે અધિક હુમલો કરે તેવી જ સંભાવના છે માટે કાળક્ષેપ જ કરવો ઉચિત છે છતાં જો ચારિત્રરાજાને ઉચિત જણાય તો તે દૂત મોકલવાના વિષયક ઉચિત નિર્ણય કરે.
વળી, તે મહાત્મામાં વર્તતા ચારિત્રના પરિણામને સમ્યગ્દર્શનનું વચન ગમ્યું. તેથી સત્ય નામના દૂતને મોકલવા તત્પર થાય છે. તેથી એ ફલિત થાય કે તે મહાત્મામાં વર્તતા ચારિત્રના પરિણામને સમ્યગ્દર્શન જે કહે છે તે ઉચિત જણાય છે અને સદ્ધોધ કહે છે કે કાળક્ષેપ કરવો ઉચિત છે છતાં સમ્યગ્દર્શનના વચનને અવલંબીને સત્ય નામના ચારિત્રના પરિણામને દૂતરૂપે મહામોહ પાસે મોકલે છે, તે વખતે વિચાર અને માર્ગાનુસારિતા તે બંને પણ સત્યના માર્ગને અનુસરીને તે સ્થાને જાય છે, જ્યાં મહામોહાદિનું સૈન્ય બેઠું છે.
ક્યાં મહામોહનું સૈન્ય છે તે બતાવે છે. તેથી કહે છે – પ્રમત્તતા નદીના તીરમાં ચિત્તવિક્ષેપમંડપમાં મહામોહાદિ રાજા સભા ભરીને બેઠેલો છે, તેથી એ ફલિત થાય કે જે સાધુનું સંયમ નાશ પામ્યું તે સાધુમાં જે પ્રમાદનો પરિણામ છે, ત્યાં તે મહાત્માના ચિત્તમાં કષાયોના વિક્ષેપો પ્રગટ થયા છે, મહામોહનો પરિણામ બેઠેલો છે. ત્યાં ચારિત્ર રાજાના આદેશથી સત્ય નામનો દૂત મહામોહની સભામાં પ્રવેશે છે અને મહામોહને શાંત કરવા અર્થે મધુર શબ્દથી કહે છે.
શું કહે છે ? તે બતાવે છે – સત્ય નામનો દૂત ચિત્તવિક્ષેપમંડપમાં મહામોહરાજા બેઠો છે ત્યાં આવીને મહામોહના કોપની શાંતિ અર્થે કહે છે કે આ ચિત્તરૂપી મહાઅટવીનો પ્રભુ સંસારી જીવ છે અને તે ચિત્તવૃત્તિ અટવીમાં મહામોહનું સૈન્ય અને ચારિત્રધર્મનું સૈન્ય રહેલું છે તેથી આપણા બધાનો તે સ્વામી છે. માટે આપણે બંને પ્રીતિપૂર્વક આપણા સ્વામીને પ્રીતિ થાય તેમ રહેવું જોઈએ, પરંતુ પરસ્પર ઝઘડો કરવો જોઈએ નહીં. તેનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શનનો પરિણામ જીવમાં વિદ્યમાન છે તેને પોતાના રક્ષણ માટે અને ચારિત્રના સૈન્યના રક્ષણ માટે ચિંતા વર્તે છે. પરંતુ સમ્યગ્દર્શનનો પરિણામ તેવો બળવાન નથી