________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ મહામોહાદિ વડે, કદર્થના કરાયો. કાલે સર્વોને પણ=સત્યાદિ સર્વોને પણ, હણનારા થશે=મહામોહાદિ હણનારા થશે, તેથી રહેવા માટે ઘટતું નથી=મહામોહાદિની સામે યુદ્ધ કર્યા વગર રહેવા માટે ઘટતું નથી. II૫૫૧॥
ભાવાર્થ
૨૬૦
:
બુધનો વિચા૨ નામનો પુત્ર માર્ગાનુસારિતા સાથે ભવચક્રને જોવા માટે જાય છે અર્થાત્ બુધ પુરુષ માર્ગાનુસારી બુદ્ધિથી ભવચક્રનો વિચાર કરે છે. તેથી માર્ગાનુસારિતા તેને ભવચક્ર બતાવે છે એમ કહેલ છે. ત્યાં માર્ગાનુસારી બુદ્ધિ વિચારને એક નગર બતાવે છે અર્થાત્ ભવચક્રની અંદર રહેલ સાત્ત્વિક માનસરૂપ નગર બતાવે છે. ત્યાં વિવેક નામનો મહાપર્વત બતાવે છે તેના ઉપર અપ્રમત્તશિખર બતાવે છે અને ત્યાં જૈનમહાપુર બતાવે છે. તેથી એ ફલિત થાય કે બુધ પુરુષો માર્ગાનુસારી બુદ્ધિથી પારમાર્થિક જૈનનગરને જોવા યત્ન કરે છે. માત્ર બહારથી દેખાતા જૈનોના નિવાસને જૈનનગરરૂપે જોતા નથી, પરંતુ જે જીવોમાં કંઈક તત્ત્વને જોવામાં સાત્ત્વિકતા પ્રગટી છે તે જીવો માર્ગાનુસા૨ી બુદ્ધિથી વિવેક પર્વતને જુએ છે અર્થાત્ આત્મા અને શરીર બે જુદાં છે, ધનાદિથી પોતાનો આત્મા જુદો છે, પોતાનો આત્મા મતિજ્ઞાન સ્વરૂપ છે અને તે મતિજ્ઞાન સ્વરૂપ પોતાના આત્માને અપ્રમાદથી જોવા યત્ન કરે તેવા જીવો જૈનનગરમાં રહેલા છે અને શક્તિના પ્રકર્ષથી જિન થવા યત્ન કરનારા છે, તેમ વિચારને દેખાય છે.
આ રીતે માર્ગાનુસારિતાએ વિચારને જૈનનગર બતાવ્યું. એટલામાં જૈનનગરમાં વસતા કોઈક સાધુના સંયમરૂપ પરિણામને મહામોહાદિ સુભટોએ ગાઢ પ્રહાર કરેલો જોયો અને ચારિત્રરાજાના સૈનિકો જર્જરિત અવસ્થાવાળા તે સંયમને લઈ જતા વિચારને દેખાય છે. તેથી એ ફલિત થાય કે જૈનનગરમાં વસતા કોઈક સુસાધુ ૧૭ પ્રકારના સંયમને પાળનારા હતા, પરંતુ તે વખતે સત્ય, શૌચાદિ અન્ય સુભટોથી પરિવરેલા ન હતા, તેથી નિમિત્તોને પામીને તે મહાત્માની ચિત્તવૃત્તિમાં મહામોહાદિએ કોલાહલ મચાવીને સંયમને જર્જરિત કર્યો પરંતુ સંયમ નાશ પામ્યો નથી, મૃતપ્રાયઃ સ્થિતિમાં છે. તેવા સંયમને ચારિત્રધર્મના સૈનિકો ચારિત્રધર્મ પાસે લઈ જાય છે. તેનો બોધ કરાવવા અર્થે માર્ગાનુસારિતા વિચારને કહે છે. આ મહાગિરિમાં ચારિત્રધર્મરાજા છે, તેનો પુત્ર યતિધર્મ છે અર્થાત્ ૧૦ પ્રકારનો યતિધર્મ છે. તેનો સંયમ નામનો આ પુરુષ છે. વળી, તે સાધુ અન્ય યતિધર્મમાં પ્રમાદવાળા થયા ત્યારે તેના સંયમરૂપ પુરુષને મહામોહાદિ શત્રુઓએ એકાકી જોઈને જર્જરિત કર્યો છે. તે સંયમને ચારિત્રધર્મરાજા પાસે લઈ જાય છે. તેથી વિચાર માર્ગાનુસારિતા સાથે જ્યાં સંયમ છે ત્યાં અદ્દશ્ય થઈને પ્રવેશ કરે છે. તે જૈનપુરમાં ચિત્તસમાધાન નામનો મંડપ છે. તેમાં ચારિત્રધર્મ રાજા બેઠેલ છે અને તેની આગળ અન્ય ઘણા રાજાઓ બેઠેલા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુઓ ચિત્તના સમાધાનવાળા હોય છે, તેથી આત્મા સિવાયના બાહ્ય પદાર્થો સાથે તેઓને કોઈ પ્રયોજન નથી. માત્ર આત્માના અસંગભાવ ગુણને પ્રગટ કરવા અર્થે તેઓ યત્ન કરે છે, ત્યાં ચારિત્રની પરિણતિ અને અન્ય પણ ક્ષયોપશમભાવના ગુણો વર્તે છે, ત્યાં જર્જરિત સંયમને તે રાજપુરુષો લઈ આવ્યા અને મહામોહાદિથી તે સંયમનો પરાજય જાણીને ચિત્તવૃત્તિમાં રહેલ ચારિત્રના સર્વ સુભટો શત્રુ સામે લડવા માટે કટિબદ્ધ થયા. પોતપોતાનું બળ બતાવીને શત્રુનો નાશ કરવા માટે તત્પર થયા અર્થાત્ તે જીવમાં વર્તતા સત્યાદિ સંયમના