________________
૨૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
स चाद्यापि न जानीते, नामापि खलु मादृशाम् ।
महामोहादिसैन्यं तु, मन्यते गाढवल्लभम् ।।५४४।। શ્લોકાર્ચ -
અને તે સંસારી જીવ, હજી પણ મારા જેવાનું નામ પણ જાણતો નથી=સમ્બોધ આદિ મારા જેવાનું નામ પણ જાણતો નથી. વળી, મહામોહાદિ સૈન્યને અત્યંત વલ્લભ માને છે. પ૪૪ll
શ્લોક :
इतश्चयत्र संसारिजीवस्य, पक्षपातो बलेऽधिकः ।
तस्यैव विजयो नूनं, स हि सर्वस्य नायकः ।।५४५।। શ્લોકાર્ચ -
અને આ બાજુ જે બલમાં જે સૈન્યમાં, સંસારી જીવને અધિક પક્ષપાત છે, તેનો જ ખરેખર વિજય છે. દિ=જે કારણથી, ત=સંસારી જીવ, સર્વનો નાયક છે. પ૪૫ll શ્લોક :
ततो यावन्न जानीते, सोऽस्माकं सैन्यमुत्तमम् । यावच्च पक्षपातोऽस्य, नाद्याप्यस्मासु जायते ।।५४६।। तावन्न युक्तः संरम्भो, न यानं न च विग्रहः ।
युक्तं साम तदा स्थानमुपेक्षा गजमीलिका ।।५४७।। युग्मम् । શ્લોકાર્ચ - તેથી=સંસારી જીવ નાયક છે માટે તેને આધીન શત્રુનો જય અથવા શત્રુથી પરાજય છે તેથી, જ્યાં સુધી તે સંસારી જીવ, અમારું ઉત્તમ સેવ જાણતો નથી, અને જ્યાં સુધી આ સંસારી જીવને, અમારામાં હજી પણ પક્ષપાત થતો નથી, ત્યાં સુધી સંરંભ યુક્ત નથી યુદ્ધની તૈયારી યુક્ત નથી, યાન યુક્ત નથી, વિગ્રહ યુક્ત નથી, ત્યારે સામ, સ્થાન, ઉપેક્ષા, ગજમીલિકા યુક્ત છે=આંખમીંચામણાં યુક્ત છે. પિ૪૬-૫૪૭ll શ્લોક :
संकुचन्ति हि विद्वांसः, कार्यं संचिन्त्य किंचन । केसरी गजनिर्घाते, यथोत्पातविधित्सया ।।५४८।।