________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
પરિણામો શત્રુનો નાશ કરવા માટે કંઈક સન્મુખ થયા. તે જોઈને તે જીવમાં રહેલો સદ્બોધ ચારિત્રધર્મને કહે છે. ધીર પુરુષોએ કાયરને ઉચિત પ્રયત્ન કરવો યુક્ત નથી, પરંતુ પોતાની શક્તિનું સમાલોચન કરીને ઉચિત પ્રયત્ન કરવો જોઈએ.
૨૬૧
કઈ રીતે ઉચિત શક્તિનું સમાલોચન કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે ચારિત્રધર્મરાજાના અન્ય રાજાઓના અભિપ્રાયનું પરીક્ષણ કરવું જોઈએ અર્થાત્ તેઓ કેવા બલિષ્ઠ છે અને યુદ્ધ કરવા સમર્થ છે ઇત્યાદિનો નિર્ણય કરીને યુદ્ધમાં જવું જોઈએ. તેથી ચારિત્રધર્મરાજા સત્યાદિ ધર્મોને પૂછે છે કે આ પરિસ્થિતિમાં શું કરવું ઉચિત છે ? તેથી યુદ્ધના ઉત્સાહવાળા તેઓ કહે છે કે મહામોહાદિ સૈન્યોએ આપણો મોટો અપરાધ કર્યો છે તેથી તેમની સામે યુદ્ધ કરવામાં વિલંબન કરવું ઉચિત નથી.
વળી, ચારિત્રધર્મની જ્યાં સુધી શત્રુની ઘાતમાં ઇચ્છા નથી ત્યાં સુધી તે દુરાત્માઓનો અમે પણ ઘાત કરવા સમર્થ નથી અને ચારિત્રધર્મની ઇચ્છા હોય તો અમારા સત્યાદિમાંથી એક પણ રાજા તે સર્વનો ઘાત ક૨વા સમર્થ છે. તેથી એ ફલિત થાય છે કે જીવમાં ક્ષયોપશમભાવનો જે ચારિત્રનો પરિણામ છે તે બલવાન હોય અને શત્રુના ઘાતને અભિમુખ થાય તેમ હોય તો સત્યાદિ અન્ય રાજાઓમાંથી કોઈ એક રાજા પણ તે સર્વનો=મોહાદિનો, નાશ કરવા સમર્થ છે; કેમ કે પ્રવર્ધમાન ચારિત્રના ક્ષયોપશમનો ઉપયોગ સત્યાદિ કોઈ એક ધર્મમાં દૃઢ યત્નવાળો થાય છે, ત્યારે તે એક સત્ય વ્રત જ સંપૂર્ણ મોહનાશને ક૨વા સમર્થ છે. આથી જ ક્ષમામાત્રના ઉપયોગવાળા મુનિ પ્રવર્ધમાન અસંગની પરિણતિરૂપ ચારિત્રના બળથી સંપૂર્ણ મોહનો નાશ કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.
વળી, જો ચારિત્રનો પરિણામ જ શિથિલ હોય, ક્ષમાદિ દશેય ધર્મો યુદ્ધભૂમિમાં ચડેલા હોય અને તે મહાત્મા બાહ્ય આચરણાથી તે તે વ્રતો પાળતા હોય, કંઈક ક્ષમાદિમાં યત્ન કરતા હોય, પણ અસંગભાવને અભિમુખ વીર્ય અત્યંત ઉલ્લસિત થતું ન હોય તો સત્યાદિ મોહનાશ કરવા સમર્થ બનતા નથી. આ પ્રકારે સત્યાદિ રાજાઓએ ચારિત્રધર્મને કહ્યું. વળી, કહ્યું કે તમારી ઇચ્છાના બળથી અમારામાંથી એક પણ સંપૂર્ણ મોહનો નાશ કરવા સમર્થ છે. આ પ્રકારે તે સાધુમાં વર્તતા સત્યાદિ ધર્મ મોહની સામે યુદ્ધ કરવા તત્પર થયા છે તે જાણીને ચારિત્રધર્મરાજા સદ્બોધ સાથે, અને સમ્યગ્દર્શન સાથે મંત્રણા ક૨વા ગુપ્ત સ્થાનમાં બેસે છે; કેમ કે સમ્યગ્દર્શન મહાસેનાપતિ છે અને સદ્બોધ બુદ્ધિધન મંત્રી છે, તેની સલાહ લઈને યુદ્ધ કરવું ઉચિત છે, તેથી ચારિત્રધર્મ તેની વિચારણા કરવા અર્થે ગુપ્ત સ્થાનમાં બેસે છે. માર્ગાનુસારિતા વિચાર સહિત અદ્દશ્ય થઈને તે જોવા માટે બેસે છે અર્થાત્ કોઈ સાધુની આ પ્રકારની સ્થિતિ વર્તતી હોય જેના કારણે તેને ચારિત્રનો પરિણામ સદ્બોધમંત્રી અને સમ્યગ્દર્શનની સાથે ઉચિત વિચારણા કરતા હોય તેના તાત્પર્યને જાણવા માટે માર્ગાનુસારી બુદ્ધિથી બુધ પુરુષ વિચાર દ્વારા જાણવા યત્ન કરે છે. જેથી ચારિત્રસૈન્યમાં કઈ જાતનો વિચાર કયા સંયોગમાં પ્રવર્તે છે તેનો બોધ માર્ગાનુસારી પ્રજ્ઞાથી વિચારને થાય છે,
વળી, સમ્યગ્દર્શન ચારિત્રધર્મને કહે છે. સત્યાદિ સુભટો લડવા માટે તત્પર થયા છે, તેથી તેમાં વિલંબન કરવો ઉચિત નથી; કેમ કે શત્રુઓ વિદ્યમાન હોય ત્યારે વિવેકીપુરુષે નિશ્ચિત થઈને બેસવું ઉચિત નથી. તેથી એ ફલિત થાય કે જીવમાં વર્તતું સમ્યગ્દર્શન પ્રેરણા કરે છે કે પ્રમાદ વગર શત્રુઓનો નાશ કરવા માટે