________________
૨૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ સત્યાદિ રાજાઓએ ઉદ્યમ કરવો જોઈએ. જેથી તે મહાત્મામાં વર્તતા મહામોહાદિ શીઘ્ર નાશ પામે. આ પ્રકારે જે મહાત્માનું સંયમ ઘાયલ થયું છે, તે મહાત્મામાં વર્તતું સમ્યગ્દર્શન શત્રુઓનો નાશ કરવા માટે અભિમુખ થવા સૂચન કરે છે. સમ્યગ્દર્શનનું આ પ્રકારે સૂચન મળ્યા પછી ચારિત્રધર્મરાજા સોધમંત્રીને નિર્ણય પૂછે છે. સદ્બોધ કાર્યનો યથાર્થ નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવા જ પ્રેરણા કરે છે, તેથી સમ્યગ્દર્શનને સોધમંત્રી કહે છે શત્રુનો નાશ કરવા માટે તારો ઉત્સાહ છે તે સુંદર છે; કેમ કે ચારિત્રધર્મના સૈન્યમાં જે પુરુષો છે તે પણ મહામોહાદિ શત્રુઓનો નાશ કરવા માટે સમર્થ છે. એટલું જ નહીં પણ નારીઓ પણ શત્રુઓનો નાશ કરવા સમર્થ છે. તેથી એ ફલિત થાય કે જે જીવમાં પુરુષરૂપે વાચક ધર્મો છે અને સ્ત્રી શબ્દથી વાચ્ય ક્ષાંત્યાદિ ધર્મો છે તે સર્વમાંથી કોઈ પણ તીવ્ર વેગથી મહામોહાદિ સન્મુખ થાય તો મહામોહાદિને નાશ કરવા સમર્થ છે. તોપણ વિચક્ષણ પુરુષ પ્રસ્તાવ રહિત કાર્યનો પ્રારંભ કરતા નથી અર્થાત્ પ્રયત્નનો પ્રસ્તાવ હોય તો તે કાર્યનું સાધક બને છે. જો ઉચિત બળસંચયરૂપ પુરુષકારનો પ્રસ્તાવ ન હોય તો યુદ્ધમાં જયરૂપ કાર્યની સિદ્ધિ થાય નહીં.
ત્યારપછી યુદ્ધમાં જે નીતિશાસ્ત્ર છે તેનું યથાર્થ પ્રકાશન સદ્બોધ રાજાની આગળ કરે છે અને કહે છે કે આ નીતિશાસ્ત્ર ચારિત્રધર્મરાજા અને સમ્યગ્દર્શન સારી રીતે જાણે છે, છતાં તેના જાણનાર પણ ચારિત્રધર્મરાજા કે સમ્યગ્દર્શન પોતાની અવસ્થાને જાણે નહીં, તો કાર્યની સિદ્ધિ કરી શકે નહીં. તેથી એ ફલિત થાય કે જ્યારે તે સાધુમાં વર્તતો ચારિત્રનો પરિણામ અને તે સાધુમાં વર્તતો સમ્યગ્દર્શનનો પરિણામ પોતાની સ્વઅવસ્થાનો વિચાર કર્યા વગર યુદ્ધમાં જાય તો શત્રુનો નાશ કરી શકે નહીં. વળી, ચારિત્રનો પરિણામ અને સમ્યગ્દર્શન બંને કુશળ છે. તેથી મોહની સાથે લડવામાં ક્યારે કઈ નીતિ અપનાવવી જોઈએ તેનો યથાર્થ નિર્ણય કરી શકે છે. આમ છતાં પોતાને શત્રુ સામે લડવું ઉચિત છે કે નહીં તેનો નિર્ણય કર્યા વગર પ્રવૃત્તિ કરે તો કાર્યસિદ્ધિ થાય નહીં. આ પ્રકારે સબોધ સમ્યગ્દર્શનને અને ચારિત્રધર્મને સલાહ આપે છે; કેમ કે સદ્બોધની જ અત્યંત સૂક્ષ્મ પ્રજ્ઞા છે, જેની સલાહથી કરાયેલું કાર્ય અત્યંત સફળ થાય છે.
વળી, સદ્બોધ યુદ્ધ વિષયક પોતાનો અભિપ્રાય બતાવતાં કહે છે. જે સંસારી જીવની ચિત્તરૂપી અટવી છે, તે સંસારી જીવને આધીન તે જીવનું પૂર્ણ ભવચક્ર છે. વળી, સંસારી જીવને આધીન જ ક્ષયોપશમભાવવાળા ચારિત્રના પરિણામો છે. વળી, જીવને આધીન જ મહામોહાદિ શત્રુઓ છે. કર્મપરિણામ નામનો મહાન બલવાન રાજા છે તે પણે તેને આધીન છે. તેથી એ ફલિત થાય કે જે સંસારી જીવ જે પ્રકારે પ્રવૃત્તિ કરે તેને અનુરૂપ તેનું ભવચક્ર નિર્માણ થાય છે. વળી, તે સંસારી જીવ ચારિત્રધર્મના ક્ષયોપશમભાવમાં યત્ન કરે તો ચારિત્રસૈન્ય બલવાન બને છે. મહામોહાદિને અનુકૂળ યત્ન કરે તો તે બલવાન થાય છે. કર્મપરિણામ પણ તે જીવને જ આધીન છે. તેથી જે પ્રકારનો તે જીવ યત્ન કરે તે પ્રમાણે કર્મની પ્રચુરતા કે અલ્પતા થાય છે. તેથી ચારિત્રધર્મનું સૈન્ય પણ તે જીવને આધીન છે. આમ છતાં, જે સાધુમાં રહેલા સંયમના પરિણામને મહામોહાદિએ ઘાયલ કર્યો છે, તે સાધુનો જીવ મારા જેવાનું નામ પણ જાણતો નથી. અને મહામોહાદિના સૈન્યને ગાઢ વલ્લભ માને છે. આથી જ તે સાધુના અનુકૂળ ભાવને આશ્રયીને જ મહામોહાદિ સૈન્યોએ સંયમને જર્જરિત કર્યો છે. જો તે જીવ સદ્બોધનું નામ જાણતો હોત તો સદ્બોધની સલાહથી તે સાધુ પ્રવર્ત્ય