________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૬૩
હોત તેથી મહામોહાદિનું સૈન્ય તેમને ઘાયલ કરી શકે નહીં. વળી, તે સાધુનો જીવ અત્યારે મારું નામ પણ= સદ્બોધનું નામ પણ જાણતો નથી. બીજું તે સંસારી જીવનો જે બલમાં અધિક પક્ષપાત છે તે જ બલ વિજય પામે છે અને પ્રસ્તુત સાધુનો જીવ મહામોહાદિના સૈન્યમાં પક્ષપાતવાળો છે ત્યાં સુધી આપણા જયનો સંભવ નથી. તેથી જ્યાં સુધી આપણા ઉત્તમ સૈન્યને તે સાધુ જાણે નહીં અને આપણામાં તેને પક્ષપાત થાય નહીં ત્યાં સુધી યુદ્ધ કરવાનો સમારંભ કરવો ઉચિત નથી, યુદ્ધ માટે જવું ઉચિત નથી, શત્રુઓ સાથે વિગ્રહ કરવો ઉચિત નથી, પરંતુ ઉપેક્ષા જ કરવી ઉચિત છે. તેથી એ ફલિત થાય કે જ્યાં સુધી તે સાધુ સદ્બોધના વચનાનુસાર અર્થાત્ જિનવચનરૂપ સદ્બોધના વચન અનુસાર પ્રયત્ન કરવાને સન્મુખ થાય નહીં, ત્યાં સુધી તેમનું સમ્યગ્દર્શન વિદ્યમાન હોવા છતાં તેમના વર્તતા સત્યાદિ ધર્મો બાહ્ય આચરણારૂપે વિદ્યમાન હોવા છતાં શત્રુનો નાશ કરવા સમર્થ બને તેમ નથી; કેમ કે પ્રમાદી થયેલા તે સાધુને મહામોહનું સૈન્ય વલ્લભ જણાય છે. આથી જ મહામોહથી તેમનું સંયમ જર્જરિત થયું છે. વળી, સદ્બોધ યુક્તિથી કહે છે કે જેમ સિંહ હાથીનો ઘાત કરવા માટે કૂદકો મારવા તૈયાર થાય ત્યારે પ્રથમ દેહનું સંકોચન કરે છે પછી કૂદકો મારે છે. તેમ વર્તમાનમાં આપણે શત્રુ સાથે લડવાનું છોડી દઈને સંકોચ ક૨વો જોઈએ અને યુદ્ધનો ઉચિતકાળ આવે ત્યારે યુદ્ધમાં જવું જોઈએ તેથી શત્રુનો સંહાર થઈ શકે. તેથી એ ફલિત થાય કે જ્યારે તે પ્રમાદી સાધુનું સીર્ય કોઈક રીતે જાગૃત થાય અને જિનવચનાનુસાર પ્રવર્તવા તત્પર થાય ત્યારે જ મોહનાશને માટે આપણે ઉદ્યમ કરવો જોઈએ, ત્યાં સુધી કાળક્ષેપ કરવો જોઈએ. વળી, અન્ય પણ દૃષ્ટાંતથી બતાવે છે. જેમ સિંહ હાથી પર મોટો આસ્ફોટ દેવા તત્પર થયો હોય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જાય છે પછી કૂદીને હાથીની સૂંઢ ઉપર પડવા માટેનો પ્રબલ યત્ન કરે છે. તેમ શત્રુ બલવાન હોય ત્યારે યુદ્ધભૂમિથી પાછા ફરવામાં પુરુષપણું ગળતું નથી પરંતુ સંચિત વીર્ય કરીને યુદ્ધભૂમિમાં જવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે સદ્બોધે કહ્યું તેથી તે સાધુમાં વર્તતું સમ્યગ્દર્શન પ્રશ્ન કરે છે કે આ સંસારી જીવ ક્યારે આપણને જાણશે અને આ શત્રુઓ આ રીતે બાધા કરનારા છે તે ક્યારે જાણશે તે મને ખબર પડતી નથી. તેથી આજે તે સાધુમાં ૨હેલા સંયમને મહામોહાદિએ કદર્થના કરી તેમ કાલે આપણા બધાનો પણ નાશ કરી શકશે તેથી બેસવું ઉચિત નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જો સાધુ પ્રમાદી થયા તેથી સંયમ ઘવાયું તેમ હજી વધારે પ્રમાદી બને તો સદ્બોધ નાશ પામે, સમ્યગ્દર્શન પણ નાશ પામે. તેથી તે સાધુમાં વર્તતું સમ્યગ્દર્શન વિચારે છે કે જો શત્રુનો વિરોધ નહીં કરવામાં આવે તો કાલે આપણો પણ વિનાશ થશે, એ પ્રકારે સમ્યગ્દર્શન પોતાની શંકા સોધ પાસે વ્યક્ત કરે છે.
संसारिजीवजागृतिक्रमः
શ્લોક ઃ
सद्बोधेनोक्तं
આર્ય! મોત્તાલતાં હાર્લીઃ, વ્હાલસાધ્ય પ્રયોનને ।
ધ્રુવં સંસારિનીવોડસો, સામ્યતે ન: વાચન ।।૨।।