________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
બઠરગરનું કથાનક ધવલરાજા વડે કહેવાયું. હે ભદંત ! કોણ આ બઠર ગુરુ છે ? અને કેમ આ=બઠર ગુરુ, તત્વને જાણતો ન હતો ? તેનો ઉત્તર આપતાં બુધસૂરિ કહે છે. હે મહારાજ ! સાંભળો. ભવ નામ=સંસાર નામે, વિસ્તીર્ણ ગામ છે, અને તેના મધ્યમાં તે ગામના મધ્યમાં, તત્ સ્વરૂપ નામનું શિવાયતન છે. અને તે સદા અમૂલ્ય રત્નોથી પૂરિત છે, મનોજ્ઞ વિવિધ મિષ્ટાન્નોથી ભરાયેલું છે. દ્રાક્ષપાનાદિ પીણાંઓથી યુક્ત છે. ધનથી સમૃદ્ધ છે. ધાન્યથી સંચિત છે. ચાંદીથી સંપન્ન છે. સુવર્ણથી ભરાયેલું છે. સુંદર વસ્ત્રોથી યુક્ત છે. ઉપસ્કરોથી=અન્ય સામગ્રીઓથી પુષ્ટ છે. तो :
सर्वथा सर्वसामग्र्या, संयुक्तं सुखकारणम् ।
तदेवमन्दिरं शैवं, तुङ्गं स्फटिकनिर्मलम् ।।२६५ ।। RCोडार्थ:
સર્વ સામગ્રીથી સંયુક્ત સુખનું કારણ છે. તે શૈવ દેવમંદિર ઊંચા સ્ફટિકથી નિર્મલ છે. રિપો तत्र च शिवभवने तस्य स्वामी सारगुरुर्नाम शैवाचार्यः सकुटुम्बकः प्रतिवसति । स चोन्मत्तको हितमपि वत्सलमपि सुन्दरमपि तदात्मीयं कुटुम्बकं न पालयति, न च जानीते तस्य स्वरूपं, न लक्षयति तां शिवभवनसमृद्धिं, ततो विज्ञातमिदं तस्य चेष्टितं तद्ग्रामवासिभिस्तस्करैः, ततो धूर्ततया तैरागम्य कृता तेन भौतेन सह मैत्री, तस्य चोन्मत्तकतयैव ते तस्कराः सुन्दरा वत्सला हितकारिणो वल्लभाश्च प्रतिभासन्ते, ततोऽपकर्ण्य तदात्मीयं कुटुम्बकं, तैरेव सार्धमनवरतं विलसन्नास्ते । ततोऽसौ वारितो माहेश्वरैः यथा-भट्टारक ! चौराः खल्वेते, मा कार्षीरमीभिः सह सम्पर्कमिति, स तु न शृणोति तद्वचनं, ततो मूर्ख इति मत्वा तैर्माहेश्वरैः सारगुरुरिति नामापहत्य तस्य बठरगुरुरिति नाम स्थापितं, परित्यक्तं च सर्वमाहेश्वरैधूर्ततस्करपरिकरितं तन्मित्रभावमापन्नं बठरगुरुमुपलभ्य तद्देवमन्दिरम् । ततो लब्धप्रसरैस्तै—र्ततस्करैयोगदानेन तस्य वर्धितो गाढतरमुन्मादो वशीकृतं शिवायतनं अभिभूतं तत्कुटुम्बकं क्षिप्तं मध्यापवरके, तालितं तस्य द्वारं, ततो वशीभूतमस्माकं सर्वमिति मत्वा तुष्टचित्तैस्तैरेकः स्थापितो महाधूर्तस्तस्करो नायकः, ततः कृततालारवास्तस्याग्रतस्तं बठरगुरुं नाटयन्तस्तिष्ठन्ति, गायन्ति चेदं गीतकं, यदुत
અને તે શિવભવનમાં તેના સ્વામી સારગુરુ નામના શૈવાચાર્ય કુટુંબ સહિત વસે છે. અને ઉન્મત્ત એવા તે શૈવાચાર્ય, હિત પણ, વત્સલ પણ, સુંદર પણ પોતાના કુટુંબનું પાલન કરતા નથી. અને તેના સ્વરૂપને=પોતાના કુટુંબના સ્વરૂપને, જાણતા નથી. તે શિવભવનની સમૃદ્ધિને ઓળખતા નથી. તેથી તેમનું આ ચેષ્ટિત તે ગ્રામવાસી ચોરો વડે જણાયું. તેથી ધૂર્તપણાથી આવીને તેઓ વડે–ચોરો