________________
૧૮૮
विलिप्तश्च मषीपुण्ड्रैर्नीतो भिक्षाऽटनेन सः । तदिदं जीवलोकेऽपि समानमिति गृह्यताम् ।।२९९।।
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અને જે પ્રમાણે ક્ષુધાથી ક્ષીણ શરીરવાળા તેના વડે બઠરગુરુ વડે, તે ચોરો ભોજનની યાચના કરાયા. તેઓ વડે=ચોરો વડે, તેના=બઠરગુરુના, હાથમાં ઘટકર્પર અપાયું. અને મષીપુંડ્ર વડે વિલેપન કરાયો. ભિક્ષા અટનથી તે=બઠરગુરુ, લઈ જવાયો. તે આ જીવલોકમાં પણ=સંસારી જીવમાં પણ, સમાન છે એ પ્રમાણે ગ્રહણ કરો. ।।૨૯૮-૨૯૯॥
શ્લોક ઃ
तथाहि
भोगाकाङ्क्षाक्षुधाक्षामो, जीवलोकोऽपि वर्तते । रागादीनेष यत्नेन, याचते भोगभोजनम् । । ३००।। ततस्तेऽपि भवग्रामे, भिक्षाटनविधित्सया ।
निःसारयन्ति दर्पिष्ठास्तं लोकं भौतसन्निभम् ।।३०१ ।।
શ્લોકાર્થ ઃ
-
તે આ પ્રમાણે – ભોગની ઇચ્છારૂપ ક્ષુધાથી ક્ષીણ થયેલો જીવલોક પણ વર્તે છે. આ=જીવલોક, રાગાદિ ચોરટાઓ પાસે યત્નથી ભોગરૂપ ભોજનની યાચના કરે છે, ત્યારપછી=જીવ રાગાદિ પાસે ભોગરૂપ ભોજનની યાચના કરે છે ત્યારપછી, ભવગ્રામમાં ભિક્ષા અટન કરાવવાની ઈચ્છાથી દર્ષિષ્ઠ એવા તેઓ પણ=પ્રવર્ધમાન થયેલા રાગાદિ પણ, ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે.
||300-309 ||
શ્લોક ઃ
થમ્?
-
कृष्णपापमषीलेपपुण्ड्रकैर्गाढचर्चितम् । विशालनरकायुष्कवितीर्णघटकर्परम् ।।३०२।।
શ્લોકાર્થ ઃ
કેવી રીતે નિઃસારણ કરે છે ? એથી કહે છે કૃષ્ણ એવા પાપરૂપી મષીના લેપના છાપાઓથી ગાઢ ચર્ચિત, વિશાળ નરક આયુષ્યરૂપી વિસ્તીર્ણ ઘટકર્પરવાળા ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે એમ પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. II૩૦૨।।