________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૨૦૫
વળી, તે માહેશ્વરને પૂછે છે મારે શું કરવું જોઈએ ? તેથી તે માહેશ્વર આ જીવને વજદંડ આપે છે અર્થાત્ પૂર્વમાં સમ્યજ્ઞાન આપ્યું. તેથી તત્ત્વની જિજ્ઞાસા થઈ. ત્યારપછી સમ્યગ્દર્શન આપ્યું. વળી, તે જીવ હિત સાધવા તત્પર બને છે ત્યારે ચારિત્રરૂપ વજદંડ આપે છે અને કહે છે કે આ ચારિત્રરૂપ વજદંડ વડે રાગાદિ તસ્કરોને તું ચૂર્ણ ક૨; કેમ કે આ તારા અત્યંત વૈરી છે, તેથી વિલંબન કર્યા વગર આનો નાશ કરવા ઉદ્યમ ક૨. ગુરુવચનને સાંભળીને તે મહાત્મા ધૂર્ત એવા તસ્કરોને સ્પર્ધા સહિત બોલાવીને નિર્દલન કરે છે અર્થાત્ તેઓનું યથાર્થ સ્વરૂપ સમાલોચન કરીને તેઓનો અત્યંત નાશ થાય તે રીતે અત્યંત અપ્રમાદથી સ્વભૂમિકાનુસાર સંયમની ઉચિત આચરણા કરીને ઔદાયિક ભાવરૂપે વિદ્યમાન કષાયોને ક્ષયોપશમભાવરૂપે કરવા માટે અપ્રમાદથી યત્ન કરે છે, અને જેમ જેમ કષાયોનો ક્ષયોપશમભાવ વૃદ્ધિ પામે છે તેમ તેમ કુશલ આશય વૃદ્ધિ પામે છે અર્થાત્ મારે સર્વ ઉદ્યમથી વીતરાગ જ થવું છે તેવી દૃઢ પરિણતિરૂપ કુશલ આશય વૃદ્ધિ પામે છે. એનાથી પૂર્વનાં કર્મો ક્ષય થાય છે, નવાં બંધાતાં નથી. એથી જીવનો સંસાર પરિમિત, પરિમિતતર થાય છે. અનુચિત આચરણાનો જે પ્રવાહ હતો તે વિલય પામે છે અર્થાત્ કષાયને પરવશ થવાનો જે જીવનો પરિણામ હતો તે ક્ષીણ, ક્ષીણતર થાય છે અને ક્ષયોપશમભાવને અતિશય ક૨વાને અનુકૂળ જીવવીર્ય ઉલ્લસિત થાય છે; કેમ કે જેમ જેમ અંતરંગ સમૃદ્વિ દેખાય છે તેમ તેમ તેને અધિક અધિક પ્રગટ કરવાનો સીર્ય અતિશય બને છે. પોતાનો આત્મા કર્મની અલ્પતા થવાને કારણે અત્યંત નિર્મળ થાય છે જેથી શત્રુના નાશ માટે અપ્રમાદભાવ અત્યંત પરિણામ પામે છે. આત્માને ઉપકારક ન હોય તેવા મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે. તેથી પોતાની ગુણસમૃદ્ધિને પ્રગટ કરવાના જ માત્ર વિકલ્પો પ્રવર્તે છે. જેનાથી સમાધિ વૃદ્ધિ પામે છે. ભવનો પ્રવાહ ક્ષીણ, ક્ષીણતર થાય છે, ત્યારપછી તે જીવ પોતાના શિવમંદિરના ચિત્તરૂપી ઓરડામાં જે કુટુંબ પુરાયેલું હતું તેનાં આવરણોને દૂર કરે છે. જેથી ક્ષયોપશમભાવવાળું અંતરંગ સ્વાભાવિક ગુણરૂપ કુટુંબ પ્રગટ થાય છે.
વળી, તે કુટુંબની પ્રાપ્તિ પછી ચિત્ત નિર્મળ, નિર્મળતર થવાથી અનેક લબ્ધિઓ રૂપ ઋદ્ધિઓ પ્રગટે છે. તે લબ્ધિઓને પણ તે મહાત્મા નિર્મલ દૃષ્ટિથી યથાર્થ જુએ છે. જેથી લબ્ધિમાં પણ મૂર્છા થતી નથી, પરંતુ નિઃસંગભાવવાળું ચિત્ત વૃદ્ધિ પામે છે, તેથી ભવના ઉચ્છેદની ઇચ્છા પ્રબલતર બને છે, વિષયોની ઇચ્છા અત્યંત શાંત થાય છે, કર્મમલને અનુકૂલ સ્નિગ્ધ પરિણતિ અત્યંત રૂક્ષ થાય છે. જેથી સૂક્ષ્મતર કર્મપરમાણુઓ નાશ પામે છે. જેથી ચિત્ત સર્વ ચિંતાથી ૫૨ બને છે. વિશુદ્ધધ્યાનને પ્રાપ્ત કરીને, મહાસામાયિકના પરિણામને પ્રાપ્ત કરે છે. જેના બળથી અપૂર્વકરણ રૂપ ક્ષપકશ્રેણી આદિને પ્રાપ્ત કરીને ઘાતિકર્મોથી રહિત બને છે, કેવલજ્ઞાન પામ્યા પછી જીવો પર અનુગ્રહ કરીને અંતે યોગનિરોધ દ્વારા સર્વ કર્મોનો નાશ કરીને મોક્ષમાં જાય છે.
अनेन हेतुना महाराज ! मयोक्तं - यथा यादृशं तस्य सारगुरोर्वृत्तान्तान्तरं संपन्नं तादृशं यदि भवतामपि संपद्येत ततो भवेदितो विडम्बनान्मोक्षो, नान्यथेति ।
આ હેતુથી=તે બઠરગુરુના જીવનમાં નવો વૃત્તાંત બન્યો એમ પૂર્વમાં મહારાજ ! મારા વડે કહેવાયું. શું કહેવાયું ? તે ‘વા'થી બતાવે છે
બતાવ્યું એ હેતુથી, હે જે પ્રકારે તે સારગુરુનું