________________
૨૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ કહેવાથી શું? તું ધન્ય છે, કૃતકૃત્ય છે, જે મારી દષ્ટિગોચરને સત્નનો પુંજ એવો તું હે વત્સ! સ્વતઃ જ આવ્યો છે. ll૪૬૭ll શ્લોક :
मयोक्तमम्ब! यद्येवं, ततो मे चारु वेधसा ।
इदं संपादितं हन्त, मीलितोऽहं यदम्बया ।।४६८।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું, હે અંબા ! જો આ પ્રમાણે છે=આ નગરમાં તને પ્રાપ્ત કરીને હું ધન્ય થયો છું એ પ્રમાણે છે, તો વેધ વડે ભાગ્ય વડે, ખરેખર મારું આ સુંદર સંપાદિત કરાયું, જે કારણથી હું માતાની સાથે મળ્યો. ll૪૬૮ શ્લોક -
अधुना दर्शयत्वम्बा, प्रसादेन विशेषतः ।
ममेदं बत निःशेषं, भवचक्रं महापुरम् ।।४६९।। શ્લોકાર્ધ :
હે અંબા ! હવે કૃપા કરીને મને આ આખું ભવચક્ર નામનું મહાપુર બતાવો. ૪૬૯ll. શ્લોક :__ ततः सा बाढमित्युक्त्वा, तात! मार्गानुसारिता ।
समस्तं भवचक्रं मे, सवृत्तान्तमदर्शयत् ।।४७०।। શ્લોકાર્ચ -
ત્યારપછી સારું એ પ્રમાણે કહીને હે તાત બુધ ! તે માર્ગાનુસારિતાએ મને સવૃતાંત સમસ્ત ભવચક્ર બતાવ્યું. ll૪૭૦|| ભાવાર્થ :
પૂર્વમાં ભુજંગતાએ બુધ અને મંદ પાસે પોતાનો પૂર્વનો પરિચય બતાવ્યો, તે સાંભળીને બુધ મૌન લે છે અને વિચારે છે કે આ ઘાણ શઠ છે અને બુધે પોતે ગુફા વગેરે જોઈ, તે શું છે ? તેનો નિપુણતાપૂર્વક વિચાર કરે છે. મારું શરીરરૂપ ક્ષેત્ર છે. તે પર્વત છે. મારી આ નાસિકા છે તે મહાગુફા છે અને આ નાસિકામાં ધ્રાણેન્દ્રિય રહેલી છે. તેથી મારે એનું પાલન કરવું જોઈએ એમાં સંશય નથી. પરંતુ જે ભુજંગતા–ધ્રાણેન્દ્રિયમાં આસક્તિરૂપ પરિણતિ કહે છે તે મારે કરવું જોઈએ નહીં, પરંતુ જ્યાં સુધી આ શરીરરૂપ ક્ષેત્રને મૂકું નહીં ત્યાં સુધી આ મતિજ્ઞાનના ઉપયોગરૂપ ધ્રાણનું વિશુદ્ધ માર્ગથી પાલન કરવું જોઈએ અર્થાતુ ધ્રાણેન્દ્રિય મળી છે. તેથી તે તે ઇન્દ્રિયોથી જે બોધ થાય તેનો યથાર્થ બોધ કરવો જોઈએ પરંતુ ધ્રાણેન્દ્રિય જે જે માંગણી કરે