________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૨૨૭
વળી, બાલ્યકાળમાં બુધ અને મંદ બંને કર્મરાજારૂપ એક પિતાના પુત્ર હોવાથી સાથે ફ૨ના૨ા બને છે અને તેઓ પોતાની નાસિકાને જોઈને તેમાં રહેલા ઘ્રાણને અને ભુજંગતાને જોઈને તે ભુજંગતાનું વક્તવ્ય સાંભળે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવને તેઇન્દ્રિયથી માંડીને નાસિકાની પ્રાપ્તિ છે અને નાસિકાને કારણે પ્રાણસુંગધને, ગ્રહણ કરવાની શક્તિ તેને મિત્રરૂપે જણાય છે અને તે પ્રાણમાં કષાયોના વિષને ચઢાવે તેવી ભુજંગતારૂપ સાપણ વર્તે છે. જેથી સુગંધી પદાર્થોને ગ્રહણ કરવાની ઇચ્છા તે જીવને ઇચ્છારૂપે ડંસ આપે છે. જેનું ઝેર તે જીવને ચઢે છે. આ બુધનો જીવ અને આ મંદનો જીવ તેઇન્દ્રિયથી માંડીને અત્યાર સુધી જે ઘ્રાણ સહિતના ભવોને પામ્યા તે સર્વ ભવોમાં પ્રાણ સાથે બંનેને મિત્રતા હતી. ભુજંગતા બંનેને સુંદર જણાતી હતી. ફક્ત કોઈક રીતે કર્મનો નાશ થવાથી બુધનાં શુભકર્મો વિપાકમાં આવ્યાં. જેથી તે જીવમાં નિજચારુતા પ્રગટી. જેના કારણે બુધના ભવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થઈ. જ્યારે મંદના જીવને તેઇન્દ્રિયના ભવથી અત્યાર સુધી અનેક વખત ઘ્રાણેન્દ્રિય પ્રાપ્ત થયેલ. ઘ્રાણ મિત્ર જણાતો હતો અને ભુજંગતા તેને અત્યંત પ્રિય જણાતી હતી અને તેના આદેશથી હંમેશાં ધ્રાણને હિતકારી કૃત્ય કરતો હતો. તેમ વર્તમાનના ભવમાં પણ માર્ગાનુસારી બુદ્ધિ નહીં હોવાથી અને અશુભકર્મના વિપાકની ઉત્પત્તિ હોવાથી મંદને ઘ્રાણ જ પ્રિય જણાય છે અને ભુજંગતા જે કંઈ કહે છે તે સર્વ તેને તે રીતે જ ભાસે છે. આથી જ મંદ જેવા જે સંસારી જીવો છે તેઓને ઘ્રાણેન્દ્રિયના સુગંધી ભાવો અત્યંત પ્રિય જણાય છે. દુર્ગંધી ભાવો અત્યંત અપ્રિય જણાય છે અને તે વખતે રાગ-દ્વેષરૂપ જે પરિણામો થાય છે તે ઘ્રાણેન્દ્રિયની આસક્તિજન્ય ઝેર છે તેમ તેઓ જાણતા નથી. તેથી ઘ્રાણેન્દ્રિયની આસક્તિ તેઓને ભુજંગતારૂપે જણાતી નથી પરંતુ સુખાકારી સ્ત્રી તરીકે જણાય છે અને તેના સૂચન અનુસાર ઘ્રાણને વશ થઈને તેઓ સર્વ પ્રવૃત્તિ કરે છે, જ્યારે બુધ પુરુષ ભુજંગતાને કુટિલ સ્ત્રી માનીને તેના સર્વ કથનને સાંભળ્યા પછી કંઈ ઉત્તર આપતા નથી.
बुधस्य विवेकः
શ્લોક ઃ
बुधस्तु मौनमालम्ब्य, शून्यारण्ये मुनिर्यथा ।
अवस्थितो यतस्तेन शठोऽयं लक्षितस्तया ।।४२६ ।।
બુધનો વિવેક
શ્લોકાર્થ :
વળી જે કારણથી શૂન્ય અરણ્યમાં મુનિ જેમ રહે તેમ બુધ મૌન આલંબીને રહ્યો તે કારણથી તેણી વડે=ભુજંગતા વડે, આ બુધ, શઠ જણાયો. II૪૨૬॥
શ્લોક ઃ
ततो न किञ्चिदुक्तोऽसौ काकली विहिता परम् ।
बुधेन तु तदालोक्य, चित्तेनेदं विवेचितम् ।।४२७।।