________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
કેવી રીતે વારે છે ? તેથી કહે છે હે જીવલોક ! રાગાદિ ચોરો સાથે તારો સંગ યુક્ત નથી. સર્વસ્વને હરણ કરનારા તારા આ દુષ્ટ ભાવશત્રુઓ છે. II૨૯૩||
શ્લોક ઃ
स तु कर्ममहोन्मादविह्वलीभूतचेतनः ।
हितं तत्तादृशं वाक्यं, जीवलोकोऽवमन्यते । । २९४।।
શ્લોકાર્થ :
વળી, કર્મના મહા ઉન્માદથી વિહ્વલીભૂત ચેતનાવાળો તે જીવલોક તેવા પ્રકારના તે હિતવાક્યની અવગણના કરે છે. II૨૪II
શ્લોક ઃ
सुन्दराः सुहृदो धन्या, ममैते हितहेतवः ।
વં દિ મન્યતે મૂઢો, રાવીનેષ માવતઃ ।।૨૬।। ततो माहेश्वराकारैः, स सारगुरुसन्निभः । तैर्ज्ञाततत्त्वैर्मूर्खत्वाद् बठरो गुरुरुच्यते ।। २९६ ।।
૧૮૭
શ્લોકાર્થ :
સુંદર, હિતના કારણ, ધન્ય એવા આ રાગાદિ મારા મિત્ર છે, મૂઢ એવો આ જીવલોક રાગાદિ ભાવશત્રુઓને પરમાર્થથી આ પ્રમાણે માને છે. તેથી જ્ઞાતતત્ત્વવાળા માહેશ્વર આકારવાળા તેઓ વડે સારગુરુ સમાન તે જીવલોક મૂર્ખતા હોવાથી બઠરગુરુ કહેવાય છે. II૨૯૫-૨૯૬II
શ્લોક ઃ
तं लोकभौतं विज्ञाय, वृतं रागादितस्करैः ।
जैनमाहेश्वरास्तस्य, त्यजन्ति शिवमन्दिरम् ।।२९७ ।।
શ્લોકાર્થ :
રાગાદિ તસ્કરો વડે તે ભૌત લોક ઘેરાયેલો જાણીને જૈન માહેશ્વરો તેના શિવમંદિરનો ત્યાગ કરે છે. II૨૯૭II
શ્લોક ઃ
यथा च याचितास्तेन, क्षुधाक्षामेण भोजनम् ।
તે તારા: રે વત્ત, તેસ્તસ્ય ઘટરમ્ ।।૨૮।।