________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૮૩
શ્લોકાર્ય :
હસતા અને ચૂર્ણ કરતા, ઘરે ઘરે કૂદતા, કરેલા તાળીઓના અવાજવાળા, અનેકરૂપ વિડંબનાઓથી હર્ષિત થયેલા ચોરો વડે તે પ્રકારે કરાતો પણ તે બઠરગુરુ ભિક્ષામાત્રથી હર્ષિત આત્મા પૂરિત ઉદરવાળો કૂદે છે. ll૨૭૬-૨૭૭ી. બ્લોક :
गायति च, कथम्?अतिवत्सलको मम मित्रगणः, कुरुते विनयं च समस्तजनः ।
तदिदं मम राज्यमहो प्रकटं, भ्रियते जठरं सुधया विकटम् ।।२७८ ।। શ્લોકાર્ચ -
અને ગાય છે. કેવી રીતે ગાય છે ? તેથી કહે છે – મારો મિત્રગણ અતિવત્સલ છે અને સમસજન વિનયને કરે છે. તે આ મારું પ્રગટ અહો રાજ્ય છે. અમૃતથી પ્રગટ જઠર ભરાય છે. ર૭૮ll. શ્લોક :
अन्यच्चआत्मानं मन्यते मूढो, मग्नं च सुखसागरे ।
द्वेष्टि तस्करदोषाणां, कथकं स जडो जनम् ।।२७९।। શ્લોકાર્ચ -
અને બીજું, મૂઢ એવો આ બઠરગુરુ સુખસાગરમાં પોતાને મગ્ન જ માને છે. તસ્કરના દોષોને કહેનારા જન ઉપર તે જડ બઠરગુરુ દ્વેષ કરે છે. ll૨૭૯ll
न पुनरसौ वराको बहिर्भावितं रत्नादिसमृद्धादात्मीयभवनाच्च्यावितमनुरक्तसुन्दरनिजकुटुम्बात् पातितं, दुःखसमुद्रे शोच्यमात्मानमाकलयतीति । तदेष महाराज! निवेदितस्ते मया बठरगुरुर्येन सदृशोऽयं लोक इति, नृपतिराह-कथमेतत् ? भगवतोक्तं आकर्णय
વળી આ વરાક બહારથી ભાવિત કરાયેલ, રત્નાદિથી સમૃદ્ધ એવા આત્મીય ભવનથી થ્યાવિત=ગ્યુત કરાયેલ અને અનુરક્ત, સુંદર નિજકુટુંબથી પાત કરાયેલો, દુઃખરૂપી સમુદ્રમાં શોશ્યમાન એવા પોતાને જાણતો નથી. તે કારણથી હે મહારાજ ! આ સંસારઉદરવર્તી જીવ, મારા વડે તને બઠરગુરુ નિવેદિત કરાયો. જે કારણથી સદશ એવો આ લોક છે=બઠરગુરુ સદશ આ લોક છે. નૃપતિ કહે છે. આગલોક બઠરગુરુ છે એ, કેવી રીતે છે ? ભગવાન વડે કહેવાયું. સાંભળ –