________________
૧૭૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
વળી, સુસાધુઓ અંતરંગ ગુણસંપત્તિરૂપ સ્ત્રીઓમાં ગાઢ અનુરક્ત છે, તેથી તેઓને મોક્ષમાર્ગમાં ધૃતિપૂર્વક પ્રયત્ન કરવામાં જ આનંદ ઉત્પન્ન થાય છે. ભગવાનનું વચન નિર્મળબુદ્ધિથી યથાવતું દેખાતું હોવાથી આ જ તત્ત્વ છે, હિત છે તેવી સ્થિર રુચિ વર્તે છે. તેથી તત્ત્વને પામીને ચિત્ત હંમેશાં પ્રસન્ન રહે છે. ચિત્તમાં સ્વચ્છતારૂપ સુખાસિકા સદા તેઓને આનંદ ઉત્પન્ન કરે છે. વળી, સ્વપ્રજ્ઞાનુસાર વિશિષ્ટ તત્ત્વ જાણવા માટે તેઓને વિવિદિષા અર્થાત્ જાણવાની જિજ્ઞાસા વર્તે છે, તેથી ચિત્ત નિપુણતાથી ભગવાનના વચનમાં સૂક્ષ્મ રીતે પ્રવર્તે છે, જેના કારણે ચિત્ત નિર્વાણને પ્રાપ્ત કરી રહ્યું છે. વળી, મહાત્માઓ વિવિદિશા દ્વારા જ્યારે સૂક્ષ્મ તત્ત્વનો બોધ કરે છે, ત્યારે તેઓમાં થયેલી વિજ્ઞપ્તિ પ્રમોદને કરનારી બને છે. આથી જ સામાયિકાદિ સૂત્રોના સૂક્ષ્મ ભાવો વિષયક વિવિદિષા કરીને જ્યારે તે સામાયિકના ગંભીર સૂક્ષ્મ અર્થોનો બોધ વિવેકી સાધુને થાય છે, ત્યારે તેઓને પ્રમોદનો અતિશય થાય છે.
વળી, તેઓની તત્ત્વને જોનારી મેધા સમ્બોધન કરનારી છે. આથી જ માર્ગાનુસારી બુદ્ધિવાળા સુસાધુઓ મેધાના બળથી શાસ્ત્રવચનોના ગંભીર સૂક્ષ્મ અર્થોને સૂક્ષ્મતર જાણીને વિશિષ્ટ, વિશિષ્ટતર સોધને પ્રાપ્ત કરે છે. વળી, સુસાધુઓ હંમેશાં સૂત્રોના સૂક્ષ્મ હાર્દને સ્પર્શવા માટે અનુપ્રેક્ષા કરે છે. જે અનુપ્રેક્ષા ક્ષપકશ્રેણી તરફ જતો ચિત્તનો ધર્મ છે. તેથી અનુપ્રેક્ષાના બળથી કષાયોના ઉન્મેલનને અનુકૂળ જેમ જેમ સૂક્ષ્મ માર્ગ તેઓને પ્રાપ્ત થાય છે તેમ તેમ પ્રમોદનો અતિશય થાય છે.
વળી, મૈત્રી આદિ ચાર ભાવનાઓથી તેઓનું ચિત્ત અત્યંત વાસિત હોવાને કારણે હંમેશાં ચિત્તમાં આનંદની વૃદ્ધિ થાય છે. તેથી આવા ગુણોથી યુક્ત તે સાધુઓ હંમેશાં સુખી વર્તે છે. વળી, તેઓ સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ છે. મોક્ષ-સુખમાં મગ્ન છે. તેથી પ્રશમનું સુખ જેવું સાધુને છે, તેવું સુખ ઇન્દ્રોને કે દેવોને કે ચક્રવર્તીને નથી. જેઓ દેહમાં પણ નિર્મમ છે તેઓના સુખને કહેવા માટે કોઈ સમર્થ નથી. ફક્ત તે સાધુ જ તે સુખને અનુભવી શકે છે. તેથી દુઃખી એવા સંસારી જીવો વડે સુખથી પૂર્ણ પણ એવો હું વ્યર્થ નિંદા કરાયો, અથવા તમે સુખના બહુમાનથી વિડમ્બિત કરાયા છો, પરમાર્થ સુખને જાણતા નથી. અર્થાતુ વિકારી સુખ કષાયોથી વિડમ્બિત છે, જ્યારે ઉપશમનું સુખ સ્વસ્થતાનું સુખ હોવાને કારણે એને તમે જાણતા નથી. આ પ્રકારે બુધસૂરિએ કહ્યું તે સાંભળીને કંઈક તાત્પર્યને સમજ્યો છે એવો રાજા મુનિને પૂછે છે, વિષયોથી થતું સુખ દુઃખ છે. અને પ્રશમનું ઉત્તમ સુખ છે, તો લોકો કેમ તે ઉત્તમ સુખને જાણી શકતા નથી ? તેનો ઉત્તર આપતાં બુધસૂરિ કહે છે, મહા અજ્ઞાનને વશ જીવો બઠર ગુરુની જેમ સુખના પરમાર્થને જાણવા સમર્થ નથી.
बठरगुरुकथानकम् धवलराजेनोक्तं- भदन्त! कोऽसौ बठरगुरुः? कथं चासौ न बुध्यते स्म तत्त्वं? बुधसूरिराहमहाराजाकर्णय-अस्ति भवो नाम विस्तीर्णो ग्रामः, तस्य च मध्ये तत्स्वरूपं नाम शिवायतनं, तच्च सदा पूरितमनर्धेयरत्नैः, भृतं मनोविविधखण्डखाद्यकैः, समायुक्तं द्राक्षापानादिपानकैः, समृद्धं धनेन, निचितं धान्येन, संपन्नं हिरण्येन, पर्याप्तं कनकेन, अन्वितं वरचेलेन, पुष्टमुपस्करण