________________
૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વળી, વિષયાભિલાષના વિક્ષેપને કરનારી તે દેશના હતી; કેમ કે વિષયોનો અભિલાષ તે જીવની વિહ્વળ અવસ્થા છે તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રસંગે પ્રસંગે તે મહાત્મા બતાવતા હતા. વળી, મોક્ષસુખમાં અભિલાષને ઉત્પન્ન કરનારી તે દેશના હતી; કેમ કે પ્રસંગે પ્રસંગે મહાત્મા મુક્ત આત્માઓ કઈ રીતે સર્વ પ્રકારના અંતરંગ અને બહિરંગ ઉપદ્રવો વગરના છે જેથી સદા સુખી છે તેનું નિરૂપણ કરતા હતા. વળી, ચાર ગતિઓના પરિભ્રમણ રૂપ ભવપ્રપંચમાં નિર્વેદને કરનારી તે દેશના હતી; કેમ કે ચારે ગતિઓનું પરિભ્રમણ જીવની કયા પ્રકારની વિડંબના છે તેના સ્વરૂપને જ તે મહાત્મા સ્પષ્ટ સ્પષ્ટતર બતાવતા હતા. વળી મોક્ષના અર્થી જીવો પણ મોક્ષના વિમાર્ગમાં માર્ગબુદ્ધિ કરીને પ્રવર્તતા હોય છે તે વિમાર્ગને બાધકરનારી ભગવાનની તે દેશના હતી; કેમ કે મોક્ષરૂપ કાર્યને અનુરૂપ તેનું કારણ કેવા પ્રકારનું હોય જેના સેવનથી મોક્ષની પ્રાપ્તિ થાય તેના પરમાર્થને સ્પર્શનારી તેમની દેશના હતી. આ રીતે તે દેશના સાંભળીને રંજિત થયેલ રત્નચૂડ કોઈક મહાત્માને આ સૂરિ કોણ છે ઇત્યાદિ પૃચ્છા કરે છે. અને તેનો બોધ કરીને રત્નચૂડને ભગવાનના શાસનમાં મેરુ જેવો નિખૂકંપ સ્થિર ભાવ થાય છે; કેમ કે ભગવાનના ધર્મને સેવીને જ આ મહાત્મા આ પ્રકારે લબ્ધિના નિધાન થયા છે, શ્રુતના રહસ્યને જાણનારા થયા છે. માટે નક્કી આ ભગવાનનું શાસન સર્વકલ્યાણનું એક કારણ છે આ પ્રકારે સ્થિર બુદ્ધિ થાય છે.
વળી રત્નચૂડનો પરિવાર પણ ભગવાનના શાસનમાં અત્યંત સ્થિર થાય છે. તેથી રત્નચૂડ વિમલકુમારને કહે છે જો આ બુધસૂરિ આવે તો તારા બંધુવર્ગને બોધ પમાડી શકે; કેમ કે પરોપકાર કરવાના સ્વભાવવાળા તે મહાત્માએ મને અને મારા પરિવારને સદ્ધર્મમાં સ્થિર કરવા અર્થે જ તેવું રૂપનું પરિવર્તન કરેલ. આ રીતે રત્નચૂડ તેના પરિવારના બોધનો ઉપાય બતાવે છે અને વિમલકુમાર કહે છે કે તે મહાત્માને તમારે જ કોઈક રીતે અહીં લાવવા જોઈએ. આ પ્રકારે વિમલકુમાર કહે છે તેથી રત્નચૂડ તે વચનને સ્વીકારે છે અને કહે છે કે માતા-પિતા વર્તમાનમાં મારા વિયોગથી વ્યાકુળ છે તેથી મારે હવે સ્વસ્થાને જવું પડે તેમ છે ત્યારપછી હું ઉચિત કૃત્ય કરીશ. આમ છતાં રત્નચૂડને વિમલકુમાર પ્રત્યે અત્યંત પ્રીતિ છે, ભક્તિ છે તેથી તેને છોડીને જવાને અનુકૂળ ચિત્ત તત્પર નથી. તોપણ માતા-પિતાના સંતાપના પરિવાર અર્થે મારે જવું જોઈએ એ પ્રકારના પોતાના વાસ્તવિક ભાવોને રત્નચૂડ વિમલકુમાર પાસે અભિવ્યક્ત કરે છે. શ્લોક :
विमलेनोक्तं-आर्य! यद्येवं ततो गम्यतां भवता, केवलं न विस्मरणीयमिदमार्येण मदीयमभ्यर्थनं आनेतव्यः स कथञ्चिदत्र बुधसूरिरिति । रत्नचूडेनोक्तं-कुमार!-कोऽत्र विकल्पः? ततो भाविसुजनदर्शनविच्छेदकातरहदया चूतमञ्जरी सबाष्पगद्गदया गिरा विमलं प्रत्याह-कुमार!| વિમલ વડે કહેવાયું. હે આર્ય ! રત્નચંડ જો આ પ્રમાણે છે માતા-પિતાના પ્રયોજનથી જવું ઉચિત છે એ પ્રમાણે છે, તો તમે જાવ. કેવલ મારું આ અભ્યર્થન આર્ય વડે વિસ્મરણ કરવું જોઈએ નહીં. તે બુધસૂરિ અહીં=પ્રસ્તુત ઉદ્યાનમાં, કોઈક રીતે લાવવા જોઈએ. રત્વચૂડ વડે કહેવાયું. તે કુમાર ! આમાં=બુધસૂરિને લાવવાના વિષયમાં, શું વિકલ્પ છે? અર્થાત્ અવશ્ય હું લાવીશ. ત્યારપછી