________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૭ અવયવો પણ પૂર્વ પૂર્વ કરતાં પણ અધિક અધિક નિર્મળતર થાય છે. આથી જ સુસાધુઓ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરીને શમ-સંવેગ આદિ ભાવોની વૃદ્ધિ દ્વારા જ ક્ષાયિક ભાવને અનુકૂળ બળસંચય કરે છે.
વળી, સંસારી જીવો બીજાની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા કરે છે, જે મસ્તકના શૂળની વેદના જેવું છે. જ્યારે મુનિઓને બાહ્ય પદાર્થની સ્પૃહા નહીં હોવાથી કોઈની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા થતી નથી અને ગુણવાનના ગુણોને જોઈને પ્રમોદ થાય છે. તેથી શૂલથી રહિત મુનિઓ છે અને શૂલવેદનાથી યુક્ત સંસારી જીવો છે.
વળી અનાદિ ભવચક્રમાં સંસારી જીવો અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે છતાં જેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપના પારમાર્થિક બોધરૂપ વિદ્યાજન્મ પ્રાપ્ત થયો નથી, વિવેકરૂપી તરુણ અવસ્થા પ્રાપ્ત થઈ નથી અને સંસારના ક્ષયરૂપ ભાવમૃત્યુથી મર્યા નથી તેઓ અનાદિ કાળથી તે તે ભવોમાં છતાં ધ્રુવ છે અને જરાથી જીર્ણ શરીરવાળા છે; કેમ કે ભાવથી વિવેક નથી, વિદ્યાજન્મરૂપ જન્મની પ્રાપ્તિ નથી. જ્યારે મુનિઓ અનાદિ કાળથી સંસારમાં હોવા છતાં જ્યારે સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જાણે છે ત્યારે તેઓને નવા જન્મની પ્રાપ્તિ થાય છે અને નવા જન્મરૂપ વિદ્યાની પ્રાપ્તિ થયા પછી તેઓ તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગરૂપ વિવેકને પ્રગટ કરે છે જે નવા જન્મની તરુણ અવસ્થા છે, જેના બળથી પોતાના શત્રુભૂત કર્મોનો નાશ કરીને ભાવથી મૃત્યુ પામે છે. વળી સંસારી જીવો જ્યાં સુધી વિદ્યાજન્મને પામ્યા નથી ત્યાં સુધી સદા જરાથી જીર્ણ જ વર્તે છે, જ્યારે સાધુઓ વિવેકરૂપી તરુણ અવસ્થામાં વર્તે છે.
વળી, સંસારી જીવો મૂઢ હોવાથી રાગના સંતાપથી તપ્ત છે. તેથી નવી નવી ઇચ્છાઓ રૂપ મહાવરથી બાધિત છે. જેમ જવર જીવને પીડા કરે છે તેમ સર્વ પ્રકારની ઇચ્છાઓ જીવને વિહ્વળ કરે છે. તેનાથી વિહ્વળ થયેલો જીવ તે તે વસ્તુની પ્રાપ્તિમાં યત્ન કરે છે. પુણ્યના સહકારથી તેને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય
ત્યારે ક્ષણભર શાંતિ થાય છે તોપણ ફરી ફરી નવી ઇચ્છાથી પીડિત થાય છે. જ્યારે સુસાધુઓ તો સતત ઇચ્છાના શમન માટે જ ઉદ્યમ કરે છે તેથી તેઓ વીતરાગ નહીં હોવા છતાં વીતરાગતુલ્ય યત્ન કરનારા હોવાથી ઇચ્છારૂપ વરથી રહિત છે. વળી, સંસારી જીવો સંસારની પાપપ્રવૃત્તિઓ કરીને અમે બુદ્ધિશાળી છીએ; કેમ કે ધનાદિ અર્જન કરવા સમર્થ છીએ તેવા ભાવથી ઉન્માદવાળા છે. વળી, વિવેકી માટે અંતરંગ ગુણસંપત્તિનું અર્જન જ ધનપ્રાપ્તિ છે. આથી જ બાહ્ય ત્યાગ કરીને જેઓ અમે ત્યાગી છીએ એ પ્રકારનું અભિમાન ધારણ કરે છે પરંતુ અંતરંગ કષાયોના શમનજન્ય ગુણસંપત્તિમાં યત્ન કરતા નથી તેઓ ઉન્માદવાળા જ છે. જ્યારે સદ્અનુષ્ઠાનમાં રક્ત સુસાધુઓ સદા કષાયોનું અધિક અધિક શમન કરીને અંતરંગ ગુણસંપત્તિની જ વૃદ્ધિ કરે છે તેથી ઉન્માદવાળા નથી.
વળી, સંસારી જીવોને કામની ઇચ્છા છે વસ્તુતઃ કામની ઇચ્છા જીવને વિહ્વળ કરે છે છતાં મૂઢ જીવો તે વિહ્વળતાને જોઈ શકતા નથી. તેથી સંસારી જીવોને તત્ત્વને જોનારી ચક્ષુ નથી જ્યારે મુનિઓને કામની ઇચ્છા વિહ્વળતા સ્વરૂપ છે તેવું સ્પષ્ટ દેખાય છે, તેથી વેદના ઉદયના સંસ્કારો આત્મામાં હોવા છતાં સ્વપરાક્રમથી તેને ક્ષીણ કરવા યત્ન કરે છે. વળી, સંસારી જીવો ઘરને આધીન છે અર્થાત્ ગૃહ, ધન, સ્વજનાદિને આધીન છે જ્યારે સાધુનું ચિત્ત