________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૧૯ ઊંઘની અવસ્થા છે. વળી, ઉપદેશક બોધ કરાવે ત્યારે કંઈક ચક્ષુ ખૂલે છે તોપણ ફરી ઊંઘી જાય છે. વળી, કેટલાક જીવો ઉપદેશને સાંભળીને પણ તત્ત્વને સન્મુખ શ્રવણકાળમાં પણ થતા નથી તેઓ માત્ર ઊંઘતા નથી પરંતુ બેઠા બેઠા ઊંઘે છે અને નસકોરાં બોલાવે છે. તેથી તત્ત્વના વિષયમાં સર્વથા નષ્ટ ચેતનાવાળા છે. આથી જ અમે ક્યાંથી આવ્યા છીએ ? કયા કર્મથી જન્મ્યા છીએ ? ક્યાં જઈશું ? ઇત્યાદિ લેશ પણ વિચાર કરતા નથી. જ્યારે સુસાધુઓ સંસારની ઘોર અવસ્થા, રાગાદિની ક્લેશ અવસ્થા ઇત્યાદિને ભાવન કરીને તે રીતે સ્પષ્ટ બોધવાના છે, જેથી સુંદર ચિત્તવાળા થઈને ભાવિના અનંત મૃત્યુથી ભય પામીને સદા સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને આત્માની ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા યત્ન કરે છે. તેથી વિવેકદૃષ્ટિવાળા સુસાધુઓ ભાવથી જાગૃત છે.
વળી, સધર્મને નહીં સેવનારા પરમાર્થથી દારિદ્રયની આક્રાંત મૂર્તિ છે; કેમ કે અંતરંગ ગુણસંપત્તિરૂપ ભાવરત્ન તેઓ પાસે નથી. તેથી જ મનુષ્યજન્મ પૂરો કરીને દુર્ગતિઓની પરંપરારૂપ અનર્થોને પ્રાપ્ત કરે છે. જ્યારે સાધુઓ પાસે ભાવરત્ન વર્તે છે. આથી જ તેઓના ચિત્તમાં તે રત્નોનો પ્રકાશ સદા જાજ્વલ્યમાન વર્તે છે. તેથી જ હાથમાં રહેલી વસ્તુને પ્રકાશમાં જેમ સ્પષ્ટ જોઈ શકાય છે તેમ શ્રુતજ્ઞાનરૂપી ભાવરત્નથી સુસાધુઓ સંસારની સર્વ પ્રકારની વ્યવસ્થાને અને સંસારથી મુક્ત થવાના ઉપાયોને યથાર્થ જોઈ શકે છે. માટે પરમાર્થથી સુસાધુઓ જ રત્નોથી જ પૂર્ણ છે. આ પ્રકારે બુધસૂરિએ પોતાનું બાહ્યથી બતાવેલું કુરૂપપણું સંસારી જીવોમાં ભાવથી કઈ રીતે ઘટે છે અને પોતાનામાં ભાવથી સુરૂપપણું કઈ રીતે છે તે અત્યાર સુધી બતાવ્યું. જેનાથી વિવેકી જીવોને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે. શ્લોક :
एवं च स्थिते महाराज! य इमे जिनवचनामृतबहिर्भूताः संसारोदरवर्तिनो जन्तवोऽनवरतं वराका बध्यन्ते दृढकर्मसन्तानरज्ज्वा, पीड्यन्ते विषयासन्तोषबुभुक्षया, शुष्यन्ति विषयाशापिपासया, खिद्यन्ते निरन्तरभवचक्रभ्रमणेन, सततोपतप्ताः कषायधर्मोष्मणा, गृह्यन्ते मिथ्यात्वमहाकुष्ठेन, तुद्यन्ते परेाशूलेन, जीर्यन्ते दीर्घसंसारावस्थानेन, दन्दह्यन्ते रागमहाज्वरेण, अन्धीक्रियन्ते कामकाचपटलेन, आक्रम्यन्ते भावदारिद्रयेण, अभिभूयन्ते जराराक्षस्या, आच्छाद्यन्ते मोहतिमिरेण, आकृष्यन्ते हषीकतुरङ्गमैः, पापच्यन्ते क्रोधतीव्रवह्निना, अवष्टभ्यन्ते मानमहापर्वतेन, वेष्ट्यन्ते मायाजालिकया, प्लाव्यन्ते लोभसागरप्लवेन, परिताप्यन्त इष्टवियोगवेदनया, दोदूयन्तेऽनिष्टसङ्गमतापेन, दोलायन्ते कालपरिणतिवशेन, तन्तम्यन्ते कुटुम्बपोषणपरायणतया, कदर्थ्यन्ते कर्मदानग्रहणिकैः, अभिद्रूयन्ते महामोहनिद्रया, कवलीक्रियन्ते मृत्युमहामकरेणेति, त इमे महाराज! जन्तवो यद्यपि शृण्वन्ति वेणुवीणामृदङ्गकाकलीगीतानि, पश्यन्ति विभ्रमबिब्बोककारिमनोहारिरूपाणि, आस्वादयन्ति सुसंस्कृतकोमलपेशलहृदयेष्टविशिष्टाहारप्रकारजातं, आजिघ्रन्ति कर्पूरागुरुकस्तूरिकापारिजातमन्दारनमेरुहरिचन्दनसन्तानकसुमनोहरकोष्ठपुटपाकादिगन्धजातं, आलिङ्गन्ति कोमलललितललनातूल्यादिस्पर्शजातं, तथा ललन्ते सह