________________
૧૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ स्निग्धमित्रवृन्देन, विलसन्ति मनोरमकाननेषु, विचरन्ति यथेष्टचेष्टया, क्रीडन्ति नानाक्रीडाभिः, भवन्ति सुखाभिमानेनानाख्येयरसवशनिर्भरा निमीलिताक्षाः तथाप्यमीषां जन्तूनां क्लेशरूप एवायं वृथा सुखानुशयः, एवंविधविविधदुःखहेतुशतव्रातपूरितानां हि महाराज! कीदृशं सुखं? का वा मनोनिवृतिरिति ।
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સંસારી જીવો ભાવથી અત્યંત કુરૂપવાળા છે અને સુસાધુ ભાવથી અત્યંત સુરૂપ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે મહારાજ ! જેઓ આ જિતવચનરૂપી અમૃતથી બહિબૂત, સંસારના ઉદરવર્તી જીવો, સતત રાંકડા, દઢકર્મના સંતાનરૂપ રજુથી બંધાય છે, વિષયોના અસંતોષરૂપ બુમુક્ષાથી પીડાય છે, વિષયોની આશારૂપી પિપાસાથી શોષાય છે, સતત ભવચક્રના ભ્રમણથી ખેદ પામે છે, કષાયરૂપી ગરમીની ઉષ્માથી સતત ઉપપ્ત એવા જીવો મિથ્યાત્વરૂપ મહાકુષ્ઠથી ગ્રહણ કરાય છે, પરની ઈર્ષારૂપ શૂલથી પીડાય છે, દીર્ઘ સંસારના અવસ્થાનથી જીર્ણ થાય છે, રાગરૂપી મહાજવરથી અત્યંત બળે છે, કામરૂપી ચક્ષુદોષથી અંધ કરાય છે, ભાવદારિત્યથી આક્રાંત થાય છે, જરારૂપી રાક્ષસીથી અભિભવ પામે છે, મોહરૂપી તિમિરથી આચ્છાદન પામે છે, ઈન્દ્રિયોરૂપી ઘોડાઓથી આકર્ષણ કરાય છે, ક્રોધરૂપી તીવ્ર અગ્નિથી અત્યંત પકાવાય છે, માનરૂપી મહાપર્વતથી અવખંભ કરાય છે, માયાજાલિકા વડે વીંટળાય છે. લોભરૂપી સાગરના પ્રવાહથી પ્લાવિત થાય છે. ઈષ્ટવિયોગની વેદનાથી પરિતાપને પામે છે. અનિષ્ટ સંયોગના તાપથી અત્યંત દુભાય છે. કાલપરિણતિના વશથી દોલાયમાન થાય છે સતત કાલપરિણતિના વશથી અન્ય અન્ય ભાવોને પામે છે અર્થાત્ અધૈર્યને પામે છે. કુટુંબના પોષણના પરાયણપણાથી અત્યંત તાપને પામે છે; કર્મના લેણદારો વડે કદર્થના કરાય છે, મહામોહનિદ્રાથી અભિદ્રોહને પામે છે. મૃત્યરૂપી મહામગરથી કોળિયો કરાય છે. તે આ પૂર્વમાં જે સંસારી જીવના સ્વરૂપનું વર્ણન કરાયું તેવા સ્વરૂપવાળા તે આ જીવો, હે મહારાજ ! જો કે વેણ વીણા, મૃદંગ, કાકલી ગીતોને સાંભળે છે, વિભ્રમવાળા ચાળાઓને કરનારાં મનોહારી રૂપોને જુએ છે, સુસંસ્કૃત, કોમલ, પેશલ હદયને ઈષ્ટ એવા વિશિષ્ટ પ્રકારના આહારના પ્રકારના સમૂહને આસ્વાદન કરે છે, કપૂર, અગુરુ, કસ્તૂરિકા, પારિજાત, મંદાર, તમેરુ, હરિચંદનના સંતાનવાળા સુમનોહર કોષ્ઠ પુટપાકાદિ ગંધના સમૂહને સુંઘે છે, કોમલ, મનોહર એવી સ્ત્રીઓના અને ઓશિકાદિના સ્પર્શના સમૂહને આલિંગન કરે છે, સ્નિગ્ધ મિત્રવૃંદની સાથે રમે છે, મનોહર ઉદ્યાનોમાં વિકાસ કરે છે, યથેષ્ટ ચેષ્ટાથી વિચરે છે, અનેક પ્રકારની ક્રીડાઓથી રમે છે, સુખના અભિમાનથી ન કહી શકાય તેવા રસના વશથી ભરાયેલા નિમીલિત ચક્ષવાળા થાય છે. તોપણ આ જીવોનો ક્લેશરૂપ જ આ સુખનો અનુભવ વૃથા છે. આવા પ્રકારના=પૂર્વમાં વર્ણન કર્યું એવા અંતરંગ ફ્લેશો સ્વરૂપ તેવા પ્રકારના વિવિધ દુ:ખના સેંકડો હેતુઓના સમૂહથી પૂરિત જીવોને હે મહારાજ ! કેવા પ્રકારનું સુખ હોય ? અર્થાત્ અંતરંગ પીડિત હોવાથી લેશ પણ સુખ નથી. અથવા કઈ આ મનની નિવૃતિ છે=બાહ્ય ભોગોથી જે મનની નિવૃતિ દેખાય છે તે કષાયોના અંતસ્તાપને કારણે પારમાર્થિક મનની નિવૃતિ નથી.