________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ કોઈ સ્થાનમાં, કોઈ ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નથી. તેથી સાધુ સ્વાધીન છે. ગૃહસ્થો પરાધીન છે. આથી જ પોતાનું માનેલું ગૃહ આદિ નાશ થાય તો આકુળ-વ્યાકુળ થાય છે જ્યારે સાધુ પોતાના નિરાકુલ સ્વભાવમાં જ ઉદ્યમ કરે છે. જગતના કોઈ ભાવો સાથે ચિત્તથી પ્રતિબંધવાળા નહીં હોવાથી સદા નિરાકુળભાવથી સ્વાધીન જીવે છે.
વળી, દરેક જીવોનાં ભિન્ન ભિન્ન કર્યો હોવાને કારણે સંસારી જીવોનું પુત્ર, કલત્રાદિ કુટુંબ ભિન્ન ભિન્ન સ્વભાવવાળું હોય છે, તેથી જ કેટલાક જીવોનાં સ્ત્રી, પુત્રાદિ તે જીવને અત્યંત અનુકૂળ વર્તન કરનારાં હોય છે તો કેટલાકનાં અત્યંત પ્રતિકૂળ વર્તન કરનારાં હોય છે. વળી બાહ્યથી સ્નેહવાળું કુટુંબ પણ પરમાર્થથી સ્નેહવાળું નથી. આથી જ તેના આત્માની ચિંતા તે કુટુંબ આદિ કરતું નથી, પરંતુ તેના દેહાદિની ચિંતા કરે છે. છતાં મૂઢ જીવોને પોતાનું તેવું કુટુંબ જ સુખનું કારણ જણાય છે તેથી તત્ત્વભૂત જણાય છે, આથી જ તેના માટે રાત્રિ-દિવસ અનેક પ્રકારના ક્લેશો અનુભવે છે. વસ્તુતઃ તેઓ વિચારતા નથી કે આ પ્રકારના કૌટુંબિક સંબંધ સર્વ જીવો સાથે અનંતીવાર કર્યા છે. પરંતુ પ્રાપ્ત થયેલા કુટુંબમાં જ મમત્વ ધારણ કરીને સર્વ ક્લેશો અનુભવે છે તેથી પોતાની સદ્ગતિની પરંપરાના કારણભૂત ધર્મને સાધવાનું હારી જાય છે.
જ્યારે મહાત્માઓ સ્ત્રી આદિ કુટુંબનો ત્યાગ કરીને નિઃસંગ બુદ્ધિવાળા થયેલા છે. તેથી અત્યંત સ્વાધીન થઈને પોતાના હિતને સાધે છે. જો કે સુસાધુ ગુરુને આધીન હોય છે તોપણ ગુરુની આધીનતા અત્યંત કર્મથી મુક્ત થવાનું કારણ છે. તેથી તે આધીનતા પણ સ્વાધીનતાનું કારણ છે તેથી કર્મને પરવશ થવાનું જ બીજ નથી.
વળી, બુધસૂરિએ કહેલ કે મારા આઠ લેણદારો છે તેથી તે લેણું ચૂકવવા અર્થે ગુરુને આધીન હું છું, તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો આઠ કર્મરૂપ લેણદારોથી સતત પીડિત છે અને તે કર્મો જીવને ગાઢ પીડિત કરીને નરકમાં નાખે છે. જેમ લેણદારને લેણું ચૂકવવામાં ન આવે તો તે સતત કદર્થના કરે છે, તેમ સંસારી જીવો આઠ કર્મોના લેણદારોથી દુર્ગતિઓમાં સતત કદર્થનાઓ પામે છે. જ્યારે સાધુઓને પણ તે આઠ કર્મોરૂપ લેણદારો છે, તો પણ સાધુઓ શુદ્ધધર્મ સેવીને ગુણમાં યત્ન કરે છે. તેથી તેઓનાં કર્મ ઘણાં અલ્પ હોય છે. માટે પ્રાય: લેણું ચૂકવાયેલું હોય તેવા જીવોને લેણદાર કદર્થના કરતો નથી અને સદા અનુકૂળ વર્તે છે. તેમ આઠ કર્મો જેમણે ઘણાં નાશ કર્યા છે તેથી ગુણરૂપી ધનથી સમૃદ્ધ એવા સુસાધુઓ આઠ કર્મથી પણ બહુ બધા પામતા નથી. તેથી ઋણમુક્ત પ્રાયઃ છે.
વળી, જેઓ જૈનધર્મથી બહિર્ભત છે તેઓ ભાવથી સતત ઊંઘે છે; કેમ કે કર્મનું સંતાન દુરંત છે. સંસારસાગર ઘોર છે, રાગાદિ કષાયો રૌદ્ર છે, સંસારી જીવોનું મન અતિ ચંચલ છે, ઇન્દ્રિયોનો સમૂહ ચટુલ છે, જીવન ક્ષણમાં નાશ પામે તેવું છે, સર્વ બાહ્યવિભૂતિઓ ચંચલ છે, દેહ ક્ષણભંગુર છે. જીવોનો પ્રમાદ જ શત્રુ છે, પાપનો સંચય દુસ્તર છે અર્થાત્ નાશ કરવો દુષ્કર છે. અસંમતપણું દુઃખ માટે છે, નરકનાં કષ્ટ ભયંકર છે. પ્રિયના સંયોગો અનિત્ય છે. સંસારમાં અપ્રિયના સંયોગો થાય છે.
વળી, લોકોને આસ્થાનું સ્થાન સ્ત્રી, મિત્ર, બંધુઓ ક્ષણિક રક્ત થઈને વિરક્ત થાય છે. મિથ્યાત્વ અત્યંત ઉગ્ર છે. જરા અવશ્ય પ્રાપ્ત થાય તેમ છે. ભોગો કષાયોની વૃદ્ધિ દ્વારા દુઃખનું કારણ છે. મૃત્યુ દારુણ છે ઇત્યાદિ પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં તેને સંસારી જીવો લેશ પણ જોતા નથી અને મૂઢની જેમ જીવે છે. તે ગાઢ