________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૬૫
શ્લોક :
एवं च स्थितेधार्मिको मुनिवेषेण, प्रकटोऽपि पुरा जनैः ।
दुर्भगैः सुभगोऽप्यस्मि, केन कार्येण निन्दितः? ।।२५१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે મુનિવેષથી પ્રગટ પણ ધાર્મિક, સુભગ પણ એવો હું પૂર્વમાં દુર્ભગ લોકો વડે કયા કારણથી નિંદાયેલો છું? Il૨૫૧૫. ભાવાર્થ :
અત્યંત કુરૂપ અવસ્થાવાળા બુધસૂરિને જોઈને લોકો તેમની નિંદા કરે છે ત્યારે બુધસૂરિ રાજાને તત્ત્વનો બોધ કરાવવા અર્થે લોકો ઉપર કોપ કરીને તેઓની અનુચિત પ્રવૃત્તિને પ્રકાશિત કરે છે રાજા તેમનું ચમત્કારી પરિવર્તન જોઈને પગમાં પડે છે અને ઇચ્છા કરે છે કે પૂર્વમાં તમે આવા કદરૂપવાળા હતા અને ક્ષણ માત્રમાં આ પ્રકારે સુંદરરૂપને ધારણ કરનારા થયા. તો હે નાથ ! તમે કોણ છો તે કહો. ત્યારે બુધસૂરિ કહે છે હું દેવ નથી, દાનવ નથી. પરંતુ સાધુ છું અર્થાત્ જૈન સાધુ છું. તેથી રાજા પ્રશ્ન કરે છે કે પૂર્વમાં આવું બીભત્સરૂપ કર્યું. હવે આવું સુંદરરૂપ કર્યું. તેનું કારણ શું છે ? તે મને પ્રસાદ પામીને કહો. રાજાની આ પ્રકારની વિનંતિ સાંભળીને બુધસૂરિ કહે છે કે મધ્યસ્થ માનસ કરીને હું કહું છું તે સાંભળો. તેથી એ પ્રાપ્ત થાય કે બુધિસૂરિ જે કહે છે તેનો વિચાર રાજા સંસારના ભાવો પ્રત્યે વલણની દૃષ્ટિએ કરે તો રાજાને પારમાર્થિક સૂક્ષ્મબોધ થાય નહીં. સ્થૂલ વચન માત્રના વિન્યાસથી જેવું બુધસૂરિનું ભાવથી સ્વરૂપ છે તેનો બોધ થાય પરંતુ તત્ત્વના અવલોકનમાં મધ્યસ્થતાને ધારણ કરીને જેવું સ્વરૂપ સંસારી જીવોનું છે અને જેવું સ્વરૂપ ભાવમુનિનું છે તે બતાવવા અર્થે બુધસૂરિ જે આગળ કહે છે તેને નિપુણપ્રજ્ઞાપૂર્વક મધ્યસ્થ થઈને રાજા સાંભળે, જેથી સન્માર્ગની પ્રાપ્તિમાં બાધક સોપક્રમ કર્મો ક્ષયોપશમભાવને પામે તે અર્થે બુધસૂરિ મધ્યસ્થ થવા સૂચન કરે છે અને કહે છે કે સંસારવર્તી જીવો ભાવથી જેવા સ્વરૂપવાળા છે તેનો બોધ કરાવવા અર્થે પૂર્વમાં મારા વડે તેવું સ્વરૂપ રચાયું. અને જેવું બહારથી મારું વિકૃત સ્વરૂપ પૂર્વમાં મેં બતાવ્યું, તેવું વિકૃત સ્વરૂપ સંસારી જીવોનું ભાવથી છે છતાં મૂઢ માનસવાળા જીવો તે જાણતા નથી. તેઓને યથાર્થ બોધ કરાવવા અર્થે મેં બહારથી તેવું વિકૃત સ્વરૂપ કરેલું. વસ્તુતઃ સંસારી જીવોનું તેવું વિકૃત સ્વરૂપ ભાવથી છે; કેમ કે ક્વચિત્ સુંદર દેહ હોય તોપણ વિષયોમાં અત્યંત ગૃદ્ધિ હોય છે, તેથી વિષયોની પ્રાપ્તિની ક્ષુધા સંસારી જીવોને ક્યારેય શાંત થતી નથી. વળી, ભાવિના ભોગોની પ્રાપ્તિની ઇચ્છારૂપ પિપાસા મુનિઓની શાંત થયેલી છે તેથી તે મુનિઓ ભાવથી સુધા-પિપાસા વગરના છે. આથી જ સાધુઓ સંયમ ગ્રહણ કરીને સતત, સર્વત્ર આ લોકનાં અને પરલોકનાં સુખો પ્રત્યે નિઃસ્પૃહ ચિત્તને પ્રગટ કરવા ઇચ્છે છે. વળી, સંસારી જીવોને પ્રાપ્ત થયેલા ભોગોમાં તૃપ્તિ નથી તેથી સદા અધિક અધિક ભોગસામગ્રીને પ્રાપ્ત કરવાની ઇચ્છા વર્તે છે અને ભાવિના ભોગોના અભિલાષરૂપ પિપાસા વર્તે છે જેથી તેઓનું ભાવકંઠ શોષાય છે. અર્થાત્ ગમે