________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૮૯
प्रहितास्तेन गम्यतामिति । ततो मया चिन्तितं - अये ! न लक्षितोऽहं विमलेन, ततो विगतं मे भयं, नीतोऽहं तैर्विमलसमीपे, दृष्टो विमलेन, समालिङ्गितः स्नेहेन, मुक्तमुभाभ्यां नयनैर्विमलसलिलं, किंतु मया कपटेन प्रियमीलकमुदा विमलेन, निवेशितोऽहमर्धासने, अभिहितश्चानेन - वयस्य ! वामदेव ! वर्णय किमनुभूतं भवता ? मयोक्तं - कुमाराकर्णय अस्ति तावत्प्रविष्टस्त्वं जिनमन्दिरे, ततो यावत्तत्र किलाहमपि प्रविशामि तावद्दृष्टा मया तूर्णमागच्छन्ती गगनतलेऽम्बरचरी, सा च कीदृशीવામદેવ વડે કરાયેલ રત્નની ચોરી
મને ચિંતા ઉત્પન્ન થઈ. અરે મારા વડે આ ભૂલ કરાઈ. જે કારણથી તે રત્ન લવાયું નહીં. કોઈક વડે તે પ્રમાણે કરતો હું જોવાયો. કોઈક અન્ય તે રત્નને ગ્રહણ કરશે. તે કારણથી=તે રત્ન અન્ય ગ્રહણ કરે તેવી સંભાવના છે તે કારણથી, હમણાં હું શું કરું એ પ્રમાણે વિતર્કના કલ્લોલના વિચારોથી આકુલિત ચિત્તવૃત્તિને કારણે ચિત્તસંતાપથી નિદ્રા વગરની જ એવી મારી સર્વ પણ રાત્રિ પસાર કરાઈ અને સવારમાં ઊઠીને શીઘ્ર ફરી હું તે પ્રદેશમાં ગયો=જે પ્રદેશમાં રત્ન દાટેલું તે પ્રદેશમાં ગયો. આ બાજુ મારા ભવનમાં વિમલ આવ્યો. હું આના વડે=વિમલ વડે, જોવાયો નહીં. મારો પરિજન પુછાયો. વામદેવ ક્યાં છે ? આના દ્વારા=વામદેવના પરિજન દ્વારા, કહેવાયું. જે ‘વથા’થી બતાવે છે. ક્રીડાનંદન નામના ઉદ્યાનને અભિમુખ ગયો છે. તેથી મારા અનુમાર્ગથી વિમલ આવ્યો અને તે=વિમલ, આવતો મારા વડે દૂરમાં જોવાયો. તેથી મને આકુલતા થઈ. રત્નપ્રદેશ વિસ્મરણ થયો. પાષાણ ખોદીને કાઢ્યું. કટીપટમાં છુપાવાયો. તે પ્રદેશ=ખોદાયેલો પ્રદેશ, નિરુપલક્ષ કરાયો. અન્યત્ર ગહનાંતરમાં હું ગયો=તે ક્રીડાનંદન ઉદ્યાનમાં જે સ્થાનથી મેં રત્ન કાઢેલું તે સ્થાનથી અન્યત્ર કોઈક બગીચાના ગહન સ્થાનમાં હું ગયો. વિમલ પ્રાપ્ત થયો. આના દ્વારા=વિમલ દ્વારા, હું જોવાયો. ભયથી તરલલોચનવાળો જણાયો. તેથી=વિમલકુમારે વામદેવને ભયભીત જોયો તેથી, આના વડે=વિમલકુમાર વડે કહેવાયું. હે મિત્ર ! વામદેવ ! તું અહીં એકાંકી કેમ આવ્યો છે ? અને ભય પામેલો કેમ જણાય છે ? મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. પ્રભાતમાં મારા વડે સંભળાયું. તું= વિમલકુમાર અહીં આવેલો છે. તેથી હું પણ આવ્યો=આ ઉદ્યાનમાં આવ્યો. ત્યારપછી અહીં=ઉદ્યાનમાં, તું જોવાયો નહીં. તેથી મારા હૃદયમાં ત્રાસ થયો. કેવા પ્રકારનો ત્રાસ થયો ? એથી કહે છે કુમાર ક્યાં ગયો છે ? એ પ્રકારની ચિંતાથી ત્રાસ થયો. વળી હમણાં તું જોવાયે છતે જો વળી હું સ્વસ્થ થઈશ. વિમલ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે=મને મળવાના આશયથી જ તું અહીંયાં આવેલો છે એ પ્રમાણે છે, તો આ સુંદર પ્રાપ્ત થયું. જે કારણથી અહીં આવેલા આપણે બંને ભગવાનના ભવનમાં જઈએ. મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. આ પ્રમાણે થાઓ=જિનભવનમાં આપણે જઈએ એ પ્રમાણે થાઓ. ત્યારપછી જિનમંદિરમાં અમે બંને ગયા. વિમલ અત્યંતરમાં પ્રવેશ્યો. દ્વારદેશમાં હું રહ્યો. મારા વડે વિચારાયું. ખરેખર હું=વામદેવ, આવા વડે=વિમલ વડે, વિજ્ઞાત છું. તેથી શીઘ્ર હું નાસું. ઇતરથા=જો હું નાસીશ નહીં તો, મારું આ રત્ન આ=વિમલકુમાર, ઝૂંટવી લેશે અને
=