________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નમસ્કાર કરે છે. વળી, પ્રભાતનો સમય થવાથી ઉત્તમ રાજ્યના આચાર અનુસાર કાલનિવેદક શુભ નિવેદનો કરે છે તેથી સૂર્યના ઉદયને જોઈને યોગ્ય જીવોને સદુધર્મમાં યત્ન કરવાનો ઉત્સાહ જાગે છે. અને કાલનિવેદકના તે વચનને સાંભળીને રત્નચૂડને પણ થાય છે કે ભગવાને કહેલા સદ્ધર્મનું આ માહાસ્ય છે કે જેથી વિચાર કર્યા વગર પણ સહજ સર્વ વિદ્યાઓ મને સિદ્ધ થઈ. આમ છતાં રત્નચૂડને સંયમ પ્રત્યે પ્રબળ રાગ હોવાથી તે વિદ્યાઓની પ્રાપ્તિ હર્ષનું સ્થાન જણાતું નથી પરંતુ સંયમમાં વિદ્ગભૂત જણાય છે; કેમ કે પુણ્યાનુબંધી પુણ્ય સુવર્ણની બેડી તુલ્ય છે. તેથી ભૂતકાળના કરાયેલા એવા નિર્મળ પુણ્યથી વિદ્યાધરપણું મળ્યું છે તે પણ સંયમની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત સુવર્ણની બેડી જેવું જ છે. છતાં ચંદન નામના તેમના મિત્રએ અને વિમલકુમારે તેમને પૂર્વમાં કહેલ કે તમે વિદ્યાધર ચક્રવર્તી થશો. તેથી વિદ્યાઓને ગ્રહણ કરવાની અત્યંત ઇચ્છા નહીં હોવા છતાં રત્નચૂડ તેનો સ્વીકાર કરે છે. ત્યારપછી વિદ્યાધરો ચક્રવર્તીપણાનો મહોત્સવ કરે છે. તે સમાપ્ત થયા પછી રત્નચૂડને વિમલકુમારનું વચન સ્મરણ થાય છે. તેથી શીધ્ર બુધસૂરિની ઉચિત ગવેષણા કરે છે. બુધસૂરિને વિમલકુમારના સ્વજનોના પ્રતિબોધ માટે વર્ધમાન નગર આવવા વિજ્ઞપ્તિ કરે છે. અતિશય જ્ઞાની એવા બુધસૂરિ તેમના સ્વજનોના બોધનો ઉપાય વિશિષ્ટ જ્ઞાનના બળથી નિર્ણય કરીને રત્નચૂડને કહે છે કે આ પ્રકારે તું વિમલને કહેજે. ત્યારપછી હું આવીશ. આ રીતે રત્નચૂડ વિમલકુમારને સર્વ માહિતી આપીને બે-ત્રણ દિવસ રહીને સ્વસ્થાને જાય છે.
विमलस्तु ततः प्रभृति गाढतरमभ्यस्ततया कुशलभावस्य, प्रहीणतया कर्मजालस्य, विशुद्धतया ज्ञानस्य, हेयतया विषयाणां, उपादेयतया प्रशमस्य, अविद्यमानतया दुश्चरितानां, प्रबलतया जीववीर्यस्य, प्रत्यासन्नतया परमपदसम्पत्तेर्न बहुमन्यते राज्यश्रियं, न कुरुते शरीरसंस्कारं, न ललति विचित्रलीलाभिः, नाभिलषति ग्राम्यधर्मसम्बन्धगन्धमपीति, केवलं भवचारकविरक्तचित्तः शुभध्यानानुगतः कालं गमयति। तं च तथाविधमवलोक्य पितुर्धवलनृपतेर्मातुश्च कमलसुन्दर्याः समुत्पन्ना चिन्ता, यथैषः विमलकुमारः सत्यपि मनोहरे तारुण्ये, विद्यमानेऽप्यपहसितधनदविभवे विभवे, पश्यन्नप्यधरितामरसुन्दरीलावण्या नरेन्द्रकन्यका, अधःकृतमकरकेतनोऽपि रूपातिशयेन, संगतोऽपि कलाकलापेन, नीरोगोऽपि देहेन, संपूर्णोऽपीन्द्रियसामग्र्या, रहितोऽपि मुनिदर्शनेन, नालीयते यौवनविकारैर्न निरीक्षतेऽर्धाक्षिनिरीक्षितेन, न जल्पति मन्मनस्खलितवचनेन, न सेवते गेयादिकाला, न बहुमन्यते भूषणानि, न गृह्यते मदान्धतया, न विमुच्यते सरलतया, न विषहते विषयसुखनामापीति तत्किमिदमीदृशमस्य संसारातीतमलौकिकं चरितं, यावच्चैष प्रियपुत्रको विषयसुखविमुखः खल्वेवं मुनिवदवतिष्ठते तावदावयोरिदं निष्फलं राज्यं, अकिञ्चित्करी प्रभुता, निष्प्रयोजना विभवा, मृतसमानं जीवितमिति, ततः कथं पुनरेष विषयेषु प्रवर्तिष्यते कुमार इति संपन्नो देवीनृपयो रहसि पर्यालोचः, स्थापितः सिद्धान्तः यदुतस्वयमेव तावदभिधीयतां विषयसुखानुभवं प्रति कुमारः, स हि विनीततया दाक्षिण्यधनतया च न कदाचन पित्रोर्वचनमतिलवयिष्यतीति मत्वा, ततोऽन्यदाभिहितो रहसि जननीजनकाभ्यां विमलकुमारः