________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૧૭ ત્યારપછી નિરાકુલ થયેલા મને તમારો આદેશ સ્મરણ થયો બુધસૂરિને લાવવાનું વચન સ્મરણ થયું. અને વિચારાયું. અરે ! મારા વડે આ બુધસૂરિ અન્વેષણ કરાયા નથી. વિમલ સમીપ લઈ જવાયા નથી. અહો મારી પ્રમત્તતા ! તેથી તેના ગવેષણ માટે=બુધસૂરિના ગવેષણ માટે, હું સ્વયં જ ઘણી ભૂમિમંડલમાં ભમ્યો અને એક નગરમાં મારા વડે બુધસૂરિ જોવાયા. તમારો વૃતાંત નિવેદિત કરાયો. ત્યારપછી આના વડે=બુધસૂરિ વડે, કહેવાયું. તું જા=રત્વચૂડ તું જા. અને ત્યાં સુધી હું આવું ત્યાં સુધી, આ આ વિમલને નિવેદન કર. વળી હું પાછળથી આવીશ. દિ=જે કારણથી, વિમલના સંબંધીઓને પ્રતિબોધનનો ઉપાય આ જ છે, અન્ય નથી. ત્યારપછી કર્ણની પાસે રહીને ધીરેથી રત્વચૂડ વડે વિમલને તે બુધસૂરિનો સંદેશો પ્રચ્છન્ન કહેવાયો. વળી તે=બુધસૂરિનો સંદેશો, મારા વડે વામદેવ વડે, સંભળાયો નહીં. અને રત્વચૂડ કહે છે આ કારણથી=પૂર્વમાં કહ્યું એ કારણથી, મને કાલવિલંબ થયો. અને આ હેતુથી=પૂર્વમાં કહ્યું એ હેતુથી, બુધસૂરિ લવાયા નથી. વિમલ વડે કહેવાયું. આર્ય વડે સુંદર કરાયું. ત્યારપછી સર્વે પણ નગરમાં પ્રવેશ કર્યો. મહાપ્રમોદથી બે-ત્રણ દિવસો રહીને રત્વચૂડ સ્વસ્થાનમાં ગયો. ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પરમ ગુરુની અત્યંત હૃદયસ્પર્શી સ્તુતિ કરીને વિમલકુમાર ભગવાનના ગુણોમાં અર્પિત માનસવાળા થઈને પંચાંગ પ્રણિપાત કરે છે. અને તે જોઈને રત્નચૂડ અત્યંત સંતુષ્ટ થાય છે. અને તેની સ્તુતિ સાંભળીને હર્ષિત થયેલ રત્નચૂડ તેની પ્રશંસા કરે છે અને કહે છે કે સંસારથી ખરેખર હે નરોત્તમ ! તું મુક્ત જ છે; કેમ કે આવા ઉત્તમ જીવોને મુક્તિની પ્રાપ્તિ અતિ સુલભ છે. ત્યારપછી રત્નચૂડ વગેરે ચૈત્યવંદન કરીને જિનાલયની નજીક શુદ્ધભૂમિમાં બેસે છે. ચૂતમંજરી પણ ઉચિત વિવેકપૂર્વક પાસે બેસે છે. વિદ્યાધર રાજાઓ પણ હાથ જોડીને બેસે છે. ત્યારપછી હર્ષિત થયેલા વિમલકુમાર અને રત્નચૂડ ઉચિત સંભાષણ કરે છે અને કહે છે. બુધસૂરિને લાવવામાં વિલંબન થવાનું કારણ શું છે ? તે બતાવતાં કહે છે – વિમલકુમાર પાસેથી ગયા પછી રત્નચૂડ નમસ્કાર મંત્રનું ધ્યાન કરીને પથારીમાં સૂએ છે, અત્યંત ઉપયોગપૂર્વક પંચપરમેષ્ઠિનું સ્મરણ કરે છે જેના કારણે નિદ્રાકાળમાં પણ ભાવથી રત્નસૂડનું ચિત્ત પંચપરમેષ્ઠિને અત્યંત અભિમુખ જ વર્તે છે. જેમ રાગી જીવને નિદ્રામાં પણ રાગી પાત્રનું સ્મરણ થાય છે તેમ પંચપરમેષ્ઠિના ગુણથી રંજિત રત્નચૂડનું ચિત્ત હોવાથી નિદ્રામાં પણ તેવા ઉત્તમ પુરુષો જ સ્મૃતિપટમાં આવે છે અને પંચપરમેષ્ઠિ પ્રત્યેની તેની ભક્તિ જોઈને તે વિદ્યાઓની અધિષ્ઠાત્રી દેવીઓ સ્વયં રત્નચૂડ પાસે આવે છે. ઊંઘમાંથી ઉઠાડે છે. જેઓના ચિત્તમાં ભગવાનનો ધર્મ સ્થિર છે એવા રત્નચૂડના ગુણોની સ્તુતિ કરે છે અને સ્વયંવરાની જેમ રત્નચૂડના શરીરમાં તે વિદ્યાઓ પ્રવેશ કરે છે. તેથી એ ફલિત થાય કે પૂર્વભવમાં તેવા પ્રકારનું શ્રેષ્ઠ પુછ્યું હતું કે જેથી વિદ્યાધર ચક્રવર્તી થાય છતાં નમસ્કાર મંત્ર પ્રત્યેની અનહદ ભક્તિ જોઈને વિદ્યાને નહીં સાધવા છતાં તેના ગુણોથી તે દેવીઓ આવર્જિત થાય તેવું પ્રકૃષ્ટ પુણ્ય નમસ્કારના જાપથી પ્રગટ થયું. તેથી જ તે દેવીઓને સ્વયં જ તેના પ્રત્યે ભક્તિ થાય છે અને કહે છે કે અમે સ્વયં જ તમારી કિંકરતાને સ્વીકારીએ છીએ. વળી, તે દેવીઓએ જ અન્ય સર્વ વિદ્યાધરોને પણ રત્નચૂડનો ચક્રવર્તી રૂપે રાજ્યાભિષેક કરવા માટે કહેલું. તેથી તે દેવીઓના વચનથી જ તે સર્વ ખેચરો પણ સ્વયં આવીને રત્નચૂડને