________________
૧૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સુખાસિકા છે. જે પ્રમાણે અગ્નિ દાહના પાક માટે છે. જે પ્રમાણે અમૃત જીવન માટે છે તે પ્રમાણે લોકમાં સાધુનો સમૂહ સ્વભાવથી પરઅર્થવાળો છે પરપ્રયોજનને કરનાર છે. જેઓ પરાર્થપરાયણ છે તે સંતો કેવી રીતે અમૃત ન થાય ? અર્થાત્ અમૃત જ છે. સુખથી યુક્ત એવું ધનજીવિત હોતે છતે તૃણ જેવું પણ માનતા નથી. આ પ્રમાણે પરઅર્થમાં કૃતનિશ્ચયવાળા તે મહાત્માઓ ખરેખર પોતાના પણ સિદ્ધ પ્રયોજનવાળા થાય જ છે. ll૮૬થી ૯૩. શ્લોક :
तदेष भगवानेवं, रूपमास्थाय वैक्रियम् ।
बोधनार्थं समायातो, मद्बन्धूनां कृतोद्यमः ।।१४।। શ્લોકાર્ધ :
તે આ ભગવાન આવા પ્રકારનું વૈક્રિય રૂ૫ ગ્રહણ કરીને મારા બંધુઓના બોધન માટે કૃતઉધમવાળા આવ્યા છે. ll૯૪ll
संदिष्टं चानेन मम भगवता रत्नचूडस्य हस्ते यथाऽहमागमिष्यामि रूपान्तरेण, भवता च दुःखितसत्त्वान्वेषणं कार्यं न चाहं विज्ञातोऽपि वन्दनीयः, न तावदात्मा परैर्लक्षयितव्यो भवता यावत्स्वार्थसिद्धिर्न संपन्नेति, ततः कृतो विमलेन बुधसूरेनिसिको नमस्कारः । कथं ?
અને આ ભગવાન વડે રત્વચૂડના હસ્તે મને સૂચન કરાયેલું. જે આ પ્રમાણે – હું રૂપાંતરથી આવીશ. અને તારા વડે દુઃખિત સત્ત્વોનું અન્વેષણ કરવું જોઈએ. અને વિજ્ઞાત એવો પણ હું વંદનીય નથી. ત્યાં સુધી આત્મા મારો આત્મા, તારા વડે બીજાઓથી જણાવો જોઈએ નહીં. જ્યાં સુધી સ્વાર્થસિદ્ધિ પ્રાપ્ત ન થાય=તારા સ્વજનો આદિને બોધ કરાવવા રૂપ સ્વાર્થસિદ્ધિ ન થાય. તેથી=બુધસૂરિએ આ પ્રમાણે રત્નચૂડ દ્વારા કહેવડાવેલું તેથી, વિમલ વડે બુધસૂરિને માનસિક નમસ્કાર કરાયો. કેવી રીતે નમસ્કાર કરાયો ? એથી કહે છે – શ્લોક :
नमस्ते ज्ञातसद्भाव! नमस्ते भव्यवत्सल! । नमस्ते मूढजन्तूनां, सम्बोधकरणे पटो! ।।१५।। अज्ञानापारनीरेशसन्तारणपरायण! ।
स्वागतं ते महाभाग! चारु चारु त्वया कृतम् ।।१६।। युग्मम् । શ્લોકાર્થ :
હે જ્ઞાત સદ્ભાવવાળા બુધસૂરિ ! તમને નમસ્કાર છે. હે ભવવત્સલ ! તમને નમસ્કાર છે. મૂઢ જીવોને સંબોધન કરવામાં પટુ એવા હે સૂરિ ! તમને નમસ્કાર છે. અજ્ઞાનમાંથી પાર ન પામી