________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૧૩૫
પ્રત્યક્ષ ના૨ક જેવો છે. તેથી તેને કોઈક રીતે ગ્રહણ કરીને મનોનંદન નામના ઉદ્યાનમાં લાવે છે અને તેની અત્યંત કુરૂપતા આદિને જોઈને તે રાજપુરુષોએ વચમાં પડદો કરીને તે દુઃખી સ્વરૂપવાળા બુધસૂરિને બેસાડ્યા અને તેનું સર્વ વિકૃત સ્વરૂપ જેવું તેઓએ પ્રત્યક્ષથી જોયેલું તેવું જ રાજાને કહ્યું. રાજાને તે જોઈને કુતૂહલ થયું. તેથી, પડદો દૂર કરીને જુએ છે અને રાજા પરિવાર સહિત તે પુરુષનું તેવું કુત્સિત રૂપ જોઈને વિસ્મય પામે છે. વિમલકુમાર તે પ્રકારના સ્વરૂપને જોઈને આ બુધસૂરિ એમ જાણે છે, તેથી હૈયામાં ભક્તિથી તે મહાત્માનાં ગુણગાન કરે છે અને તે બુધસૂરિને મનથી નમસ્કાર કરે છે જેથી લોકોને કે રાજાને આ કોઈ મહાત્મા છે તેવો બોધ થાય નહીં.
વળી, મહાત્મા પણ મનથી જ ધર્મલાભના આશીર્વાદ આપે છે, જે વિમલકુમારના ભાવના પ્રકર્ષ દ્વારા સંસારસાગરને તારનાર છે અને સર્વકલ્યાણને કરનાર છે. ત્યારપછી રાજપુરુષોએ તે બુધસૂરિને હિમભવનમાં પ્રવેશ કરાવ્યો. અને લોકોને પારમાર્થિક તત્ત્વનો બોધ કરાવા અર્થે કુરૂપ અવસ્થામાં જ તેઓ તે હિમભવનમાં ધડાક દઈને બેઠા, જેથી લોકોનું વિશેષથી તેમના તરફ ધ્યાન જાય છે અને બેઠા બેઠા ઊંઘે છે. તે સર્વને જોઈને લોકો તેમના કુરૂપની અનેક પ્રકારની નિંદા કરે છે. તે વચન સાંભળીને, ઉચિત અવસર જાણીને બુધસૂરિએ રૂપપરાવર્તન કરીને પોતાના બે ચક્ષુને તેજસ્વી બનાવ્યાં. અને પોતાની સર્વ બહારથી દેખાતી કુત્સિત અવસ્થાઓ મારી નથી તમારી જ છે તેમ કહે છે. બુધસૂરિનું તેવું રૌદ્ર સ્વરૂપ જોઈને સભા ભયભીત થઈ. ધવલરાજાને પણ જણાયું કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ દેવ હશે. તેથી વિમલકુમાર સાથે વિચારણા કરીને બુધસૂરિના ચરણમાં પડે છે. આનાથી એ ફલિત થાય કે બુધસૂરિ નિઃસ્પૃહ મુનિ હતા, લોકોને ચમત્કાર બતાવીને પોતાના પ્રભાવ બતાવવાના અર્થ ન હતા, પરંતુ ધવલરાજા વગેરે યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે તેઓનાં તેવા પ્રકારનાં જ સોપક્રમ કર્મો છે જેથી આ પ્રકારે કુત્સિત સ્વરૂપ બતાવીને તેવા સ્વરૂપવાળા જ જગતના સંસારી જીવો છે તેમ બતાવવાથી અને સાક્ષાત્ તેવું કુત્સિત સ્વરૂપ ધવલરાજા વગેરેએ જોયેલું હોવાથી જ્યારે બુધસૂરિ તેવા જ સ્વરૂપવાળા જ તમે છો તેમ કહીને તેની યથાર્થ સંગતિ બતાવશે, ત્યારે કંઈક તત્ત્વની પ્રાપ્તિમાં બાધક કર્મો બલવાન હોવા છતાં સોપક્રમ હોવાને કારણે બુધસૂરિના આ પ્રકારના પ્રયત્નથી જ ઉપક્રમ પામે તેવાં હોવાથી વિમલકુમારના સ્વજનોને બોધ અર્થે બુધસૂરિએ એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે.
શ્લોક ઃ
उक्तं च नरपतिना -
क्षाम्यत्वेनं महाभागो, दोषमज्ञजनैः कृतम् ।
ददातु च प्रसादेन, स्वीयं मे दिव्यदर्शनम् । । ११८ । ।
શ્લોકાર્થ :
અને રાજા વડે કહેવાયું, મહાભાગ અજ્ઞજનોથી કરાયેલા આ દોષને ક્ષમા કરો, અને પ્રસાદથી પોતાનું દિવ્યદર્શન મને આપો. II૧૧૮।।