________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततो दृष्ट्वा महाराजं, पतितं क्रमयोस्तथा ।
तथैव प्रणतं सूरेः, सर्वं जनकदम्बकम् ।।११७।। શ્લોકાર્ચ -
ત્યારપછી મહારાજાને ચરણમાં પડેલા જોઈને તે તે પ્રકારે જ સર્વ જનસમૂહ સૂરિને નમ્યો. ll૧૧૭l ભાવાર્થ :
રત્નચૂડ વિમલ પાસેથી સ્વસ્થાનમાં જાય છે. ત્યારપછી વિમલ શું કરે છે ? તે બતાવતાં કહે છે – વિમલના આત્માએ પૂર્વભવમાં કુશલ ભાવોનો ગાઢતર અભ્યાસ કરેલો હોવાને કારણે, વળી, તેનાં મોત આપાદક કર્મો અત્યંત ક્ષીણ થયેલાં હોવાને કારણે અને વિમલનું મતિજ્ઞાન તત્ત્વને જોવામાં અત્યંત નિર્મળ હોવાને કારણે વિમલકુમારને વિષયો હેય દેખાય છે, પ્રશમનો પરિણામ જ સેવવા જેવો દેખાય છે. વળી, સંસારી જીવો જે રીતે ભોગવિલાસ કરે તેવી આચરણાઓ કરવાનો સ્વભાવ વિમલકુમારનો નષ્ટ થયેલો હોવાને કારણે મોક્ષની પ્રાપ્તિ નજીકમાં થાય તેવી ચિત્તની વિશુદ્ધિ વર્તતી હોવાને કારણે રાજ્યલક્ષ્મી પ્રત્યે વિમલકુમારને લેશ પણ રાગ નથી. વળી, દેહ પ્રત્યે મમત્વ નહીં હોવાથી શરીરને અલંકારોથી ભૂષિત કરતો નથી. વળી, યૌવનમાં સામાન્યથી જીવો જે પ્રકારની આનંદ-પ્રમોદની લીલા કરે છે તેવી કોઈ પ્રકારની લીલા કરતો નથી. વળી, રાજપુત્ર હોવાથી ગ્રામ્ય લોકોના હિતચિંતા વિષયક વિચારો કરવાની અને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા સામાન્યથી હોય છે પરંતુ વિમલકુમારનું વિરક્ત ચિત્ત હોવાથી તેવો કોઈ અભિલાષ થતો નથી. કેવલ ભવરૂપી કેદખાનાથી વિરક્ત ચિત્તવાળો વિમલકુમાર શુભચિંતવનથી યુક્ત કાળ પસાર કરે છે. અર્થાત્ શીધ્ર સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય તે રીતે કાળગમન કરે છે.
આ સર્વ ચેષ્ટા જોઈને ધવલરાજા અને તેની માતાને ચિંતા ઉત્પન્ન થઈ તેથી એકાંતમાં કુમારને કહે છે, હે પુત્ર ! કેમ તે અમારા મનોરથને પૂર્ણ કરે એ પ્રકારે ભોગવિલાસમાં યત્ન કરતો નથી ? એ પ્રમાણે સાંભળીને વિમલે વિચાર્યું. આ નિમિત્ત માતા-પિતાને બોધના ઉપાય માટે થશે, તેથી વિપુલ પ્રજ્ઞાથી વિચારીને કહ્યું કે સારો રાજા લોકોના સુખમાં સુખી રહે છે તેથી નગરના સર્વ લોકોને સુખી કરીને હું સુખમાં વિકાસ કરી શકું, માટે આ મનોગંદન નામના ઉદ્યાનમાં ઉનાળામાં સર્વ સુખપૂર્વક રહી શકે તેવી વ્યવસ્થા કરું અને નગરમાં જે કોઈ દુઃખી હોય તે સર્વને સુખ ઉત્પન્ન થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરીને હું ભોગવિલાસ કરીશ તેથી તેના વચનાનુસાર સર્વ પ્રકારની વ્યવસ્થા રાજાએ કરી અને નગરના લોકો ગ્રીષ્મઋતુમાં પણ સંતાપને હરનારા હિમ જેવા તે ઉદ્યાનમાં આવીને સુખપૂર્વક ભોગવિલાસ કરે છે. વળી, રાજાએ નગરમાં લોકોને મોકલેલા અને કહેલું કે જે કોઈ દુઃખી હોય તેને લાવો અને તેવા દુ:ખીનાં સર્વ દુઃખો રાજા દૂર કરશે, આ રીતે નગરજનોથી દુ:ખી જીવો શોધાતા હતા ત્યારે અત્યંત કુરૂપ સાધુના વેશવાળા બુધસૂરિ તે નગરમાં આવે છે જેને જોઈને રાજપુરુષોને જણાય છે કે આ પુરુષ અત્યંત દુઃખી