________________
૧૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વળી, ધન્ય એવા સાધુઓને મહામોહના અંધકારમય આ નિદ્રા નથી જ. તે કારણથી તેઓ નિત્ય જાગનારા છે. ll૨૨૮ll શ્લોક :
सर्वज्ञागमदीपेन, साधवस्ते महाधियः ।
गत्यागती प्रपश्यन्ति, स्वस्यान्येषां च देहिनाम् ।।२२९ ।। શ્લોકાર્ય :
સર્વજ્ઞ આગમરૂપી દીપકથી તે મહાબુદ્ધિવાળા સાધુઓ પોતાની અને અન્ય જીવોની ગતિઆગતિને જુએ છે. અર્થાત્ અમે કઈ ગતિમાંથી આવ્યા છીએ અને કઈ ગતિમાં જવાના છીએ તે વર્તમાનમાં પોતાનાં પ્રકૃતિ અને કૃત્ય દ્વારા પોતાનાં જાણે છે અને અન્ય જીવોનાં પણ જાણે છે. Il૨૯II શ્લોક :
ततश्चते बहिन्द्रिया भूप! सुप्ता अपि कथञ्चन ।
સુપ્ત તિ વિયા, વિવેકનીનિતૈક્ષUT: Jારરૂ૦ના શ્લોકાર્થ :
અને તેથી હે રાજા ! બહારની નિદ્રાથી તેઓ સાધુઓ, કોઈ રીતે સૂતેલા પણ વિવેકથી ઉન્મીલિત ચક્ષુવાળા સૂતેલા નથી એ પ્રમાણે જાણવું. ll૨૩૦|| બ્લોક :
इदमेव मया सर्वं, संचिन्त्य हृदये पुरा ।
यूयं भोः! प्रचलायध्वे, नाहमित्येव भाषितम् ।।२३१।। શ્લોકાર્ચ -
મારા વડે હૃદયમાં આ જ સર્વને વિચારીને પૂર્વમાં તમે ઊંઘો છો, હું નહીં એ રીતે જ કહેવાયું. ll૨૩૧|| શ્લોક :
તથાयूयमेव न जानीथ, स्वरूपं मोहनिद्रिताः । मम प्रत्यक्षमेवेदं, विवेकस्फुटचक्षुषः ।।२३२।।