________________
૧૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ આભૂષણોને બહુ માનતો નથી. મદાંધપણાથી ગ્રહણ કરાતો નથી=વિષયોના મદના અતિશયને કારણે જે રીતે સંસારી જીવો વિષયોથી ગ્રહણ કરાય છે તેમ ગ્રહણ કરાતો નથી. સરળતાથી મુકાતો નથી=હંમેશાં સરળ પ્રકૃતિથી રહે છે. વિષયસુખોને પણ સહન કરતો નથી=વિષયસુખોની લેશ પણ ઈચ્છા કરતો નથી. તે કારણથી કેમ આ આવા પ્રકારનું આ વિમલકુમારનું, સંસારથી અતીત અલૌકિક ચરિત્ર છે=સંસારી જીવોનું જેવું ચરિત્ર છે તેનાથી વિપરીત ચરિત્ર છે અને જ્યાં સુધી આ પ્રિયપુત્ર વિષયસુખથી વિમુખ આ રીતે મુનિની જેમ રહે છે ત્યાં સુધી આપણા બેનું માતા-પિતા બેનું, આ રાજ્ય નિષ્ફળ છે. પ્રભુતા અકિંચિકર છે. વિભવો વિપ્રયોજનવાળા છે. જીવિત મરણ સમાન છે. તેથી કેવી રીતે વળી આ કુમાર વિષયોમાં પ્રવર્તશે એ પ્રકારે દેવી અને રાજાનું એકાંતમાં પર્યાલોચન થયું. સિદ્ધાંત સ્થાપિત કરાયો રાજા-રાણી વડે તેને માટે ઉચિત નિર્ણય કરાયો. શું નિર્ણય કરાયો ? તે “યતુત'થી બતાવે છે – વિષયસુખના અનુભવ પ્રત્યે કુમાર આપણા બે વડે સ્વયં જ કહેવાય. દિ=જે કારણથી, તેનકુમાર વિનીતપણું હોવાને કારણે અને દાક્ષિણ્યધનપણું હોવાને કારણે માતા-પિતાના વચનને ક્યારેય ઉલ્લંઘન કરશે નહીં. એ પ્રમાણે માનીને તેઓ વડે સિદ્ધાંત
સ્થાપિત કરાયો. એમ અવય છે. ત્યારપછી અચદા માતા-પિતા દ્વારા એકાંતમાં વિમલકુમાર કહેવાયો. શું કહેવાયો? તે ‘ાથા'થી બતાવે છે – હે પુત્ર ! સેંકડો મનોરથોથી તું અમારો પુત્ર થયો છે. અને રાજ્યની ધુરાને ધરવામાં સમર્થ વર્તે છે. તે કારણથી કેમ નિજ અવસ્થાને અનુરૂપ આચરણા કરતો નથી ? કેમ રાજ્યને તું સ્વીકારતો નથી ? કેમ સ્ત્રીનો સંગ્રહ કરતો નથી ? કેમ વિષયોનો સમૂહ અનુભવતો નથી ? અર્થાત્ ભોગવિલાસ કરતો નથી. કેમ તું સંતતિને વધારતો નથી ? કેમ પ્રજાના આનંદને ઉત્પાદિત કરતો નથી? કેમ બંધુવર્ગને આલાદ કરતો નથી ? કેમ પ્રિયજનોને તૃપ્ત કરતો નથી ? કેમ પિતૃદેવોને પ્રીતિ ઉત્પન્ન કરતો નથી ? કેમ મિત્રવર્ગને સન્માન કરતો નથી ? કેમ આ વચનને કરતો=અમે કહીએ છીએ એ વચનને કરતો, અમારા બંને માતા-પિતા બને, પ્રમોદના સમૂહને ઉત્પન્ન કરતો નથી. વિમલ વડે વિચારાયું. આમના દ્વારા=માતા-પિતા દ્વારા સુંદર કહેવાયું. આ જ પ્રતિબોધનો ઉપાય થશેઃમાતા-પિતાને ધર્મપ્રાપ્તિનો ઉપાય થશે. તેથી આના વડે=વિમલ વડે, કહેવાયું. તાત જે આજ્ઞા કરે છે. માતા જે આદેશ કરે છે તે સમસ્ત મારા જેવાને કરણને ઉચિત છે એમાં વિકલ્પ નથી. પરંતુ મારો આ અભિપ્રાય છે. જો સ્વરાજ્યમાં સર્વ દુખિત લોકોની બાધાને દૂર કરીને અને સુખને સંપાદન કરીને ત્યારપછી સ્વયં સુખ અનુભવાય છે તે સુંદર છે. હિં=જે કારણથી, આ રીતે=પોતાના રાજ્યમાં બધાને સુખી કર્યા પછી હું સુખ ભોગવું એ રીતે, પ્રભુપણું આચરિત થાય છે, અન્યથા નહીં. તે આ પ્રમાણે –
શ્લોક :
विधाय लोकं निर्बाधं, स्थापयित्वा सुखेऽखिलम् । यः स्वयं सुखमन्विच्छेत्स राजा प्रभुरुच्यते ।।७९।।