________________
CO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ આ નગરમાં રહેતા મારો આનાથી–વિમલકુમારથી, મોક્ષ નથી. આથી હું પરદેશ જાઉં આ નગરને છોડીને અન્ય નગરમાં જાઉં. ત્યારપછી હું વેગથી પલાયન થયો. ઘણો વિષય=ઘણું ક્ષેત્ર, પસાર થયું. ત્રણ રાત્રિદિવસ પસાર થયાં. અઠ્ઠાવીશ યોજી ગયો. રત્નગ્રંથિ છોડી. નિષ્ફર પાષાણ જોવાયો. તેથી=રત્નને બદલે પાષાણને જોયો તેથી, આ હું હણાયેલો છું એ પ્રમાણે મૂચ્છને પામ્યો. મુશ્કેલીથી ચેતના પ્રાપ્ત થઈ. પશ્ચાત્તાપ દ્વારા ગ્રહણ થયો=સાચા રત્નને છોડીને પત્થરને લાવ્યો એ પ્રકારના સ્મરણને કારણે પશ્ચાત્તાપ દ્વારા ગ્રહણ થયો. કોઈક રીતે તે સ્થાનથી ભ્રષ્ટ થયેલો એવો હું=જે સ્થાને મેં રત્ન દાટેલું તે સ્થાનથી ભ્રષ્ટ થયેલો એવો હું, પલાયન થવા માટે પ્રારંભ કર્યો. ક્યાં પલાયન થવા પ્રારંભ કર્યો ? એથી કહે છે – તેને=ભાટેલા એવા તે રત્નને, ફરી ગ્રહણ કરું એ પ્રકારના અભિપ્રાયથી સ્વદેશ અભિમુખ વળ્યો. આ બાજુ જિનભવનથી નીકળેલ એવા વિમલ વડે હું જોવાયો નહીં. તેથી વિમલને ચિંતા થઈ. વળી, વામદેવ ક્યાં ગયો. સર્વત્ર બગીચામાં ગવેષણા કરી. ઉપલબ્ધ થયો નહીં. ત્યારપછી ભવનમાં અને નગરમાં, સર્વત્ર ગવેષણા કરી. યાવત્ ત્યાં પણ=ભવનમાં, નગરમાં પણ, જોવાયો નહીં. તેથી સર્વ દિશાઓમાં મારી શોધ માટે પુરુષો મોકલાયા. હું વામદેવ, તેઓમાંથી એક પુરુષો વડે=મને શોધવા માટે નીકળેલા એક પુરુષો વડે ભય પામેલો પ્રાપ્ત થયો. તેઓ વડે કહેવાયું=શોધ માટે આવેલા પુરુષો વડે, કહેવાયું, શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે વામદેવ તારા વિયોગથી વિમલ શોકથી પીડિત વર્તે છે. તને લાવનારા એવા અમેeતને શોધીને લાવનારા એવા અમે, આના વડે વિમલ વડે, મોકલાવાયા છીએ. તે કારણથી તારા વડે જવાય=વિમલ પાસે જવાય. તેથી તે પુરષોએ આ પ્રમાણે વામદેવને કહ્યું તેથી, મારા વડેકવામદેવ વડે, વિચારાયું. અરે ! હું વિમલ વડે જણાયો નથી. અર્થાત મેં રત્નનું અપહરણ કર્યું છે એ રીતે હું વિમલ વડે જણાયો નથી, તેથી મારો ભય દૂર થયો, તેઓ વડે હું વિમલ સમીપ લઈ જવાયો, વિમલ વડે જોવાયો, સ્નેહથી આલિંગન કરાયું, બંને દ્વારા વિમલ અને વામ દ્વારા, નયનોથી વિમલ જલ મુકાયું હર્ષથી રડવા લાગ્યા. ફક્ત મારા વડે કપટથી રડાયું. વિમલ વડે પ્રિયમીલકતા સ્નેહથી રડાયું, હું અર્ધાસનમાં બેસાડાયો, આના વડે=વિમલ વડે, કહેવાયું – હે મિત્ર ! વામદેવ ! તારા વડે શો અનુભવ કરાયો ? વર્ણન કર. મારા વડે કહેવાયું – હે કુમાર ! સાંભળ, જિનમંદિરમાં તું ત્યાં સુધી પ્રવિષ્ટ છે, તેથી જેટલામાં ત્યાં જિનમંદિરમાં, હું પ્રવેશ કરું છું તેટલામાં મારા વડે ગગનતલમાં શીધ્ર આવતી અમ્બરચરી આકાશમાં ઊડનારી સ્ત્રી, જોવાઈ. અને તે કેવા પ્રકારની છે – શ્લોક :
प्रकाशयन्ती दिक्चक्रं, रूपलावण्यशालिनी ।
आकृष्टकरवाला च, यमजिवेव भीषणा ।।२५५ ।। શ્લોકાર્ચ -
દિશાઓને પ્રકાશન કરતી, રૂપલાવણ્યશાળી, યમજિહ્વા જેવી ભયંકર, આકૃષ્ટતલવારવાળી તે હતી. II૫પા