________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
રત્નચૂડનું આગમન
શ્લોકાર્થ ઃ
એટલામાં વિલાસ પામતી દીપ્તિવાળો, બધી દિશાઓને પ્રકાશિત કરી છે એવો તે વિધાધરોથી વીંટળાયેલો રત્નચૂડ પ્રાપ્ત થયો. IIII
શ્લોક ઃ
अथासौ मधुरध्वानमाकर्ण्य श्रुतिपेशलम् ।
તતઃ ચિન્તયત્યેવ, રત્નપૂદ: પ્રમોતિઃ ।।૨૦।।
શ્લોકાર્થ :
હવે આ રત્નચૂડ કાનને પ્રિય એવા મધુર ધ્વનિને સાંભળીને ત્યારપછી પ્રમોદ પામેલો આ પ્રમાણે વિચારે છે. II૧૦||
શ્લોક ઃ
અવે! ૬ સ્નોતિ ધન્યાત્મા, विमलो जन्तुबान्धवम् I भगवन्तं महाभागं, तत्तावच्छूयतामिदम् ।।११।।
૯૭
શ્લોકાર્થ :
અરે ! તે ધન્યાત્મા વિમલ જંતુબાંધવ એવા ભગવાન મહાભાગની સ્તુતિ કરે છે, તે કારણથી ત્યાં સુધી=જ્યાં સુધી તે સ્તુતિ કરે ત્યાં સુધી, આ સંભળાય. ||૧૧||
શ્લોક ઃ
ततो निभृतसञ्चारो, मूकीकृत्य स्वखेचरान् ।
सहैव चूतमञ्जर्या, चित्रन्यस्त इव स्थितः । । १२ । ।
શ્લોકાર્થ :
તેથી=વિમલની સ્તુતિને સાંભળવાનો પરિણામ રત્નચૂડને થયો તેથી, મંદસંચારવાળો એવો તે રત્નચૂડ ચૂતમંજરી સાથે જ પોતાના ખેચરોને મૌન કરાવીને ચિત્રસ્થાપનની જેમ રહ્યો. II૧૨।।
શ્લોક ઃ
अथ गम्भीरनिर्घोषः स्फुटकण्टकभूषणः । आनन्दोदकपूर्णाक्षः, क्षिप्तदृष्टिर्जिनानने ।।१३।। सद्भक्त्यावेशयोगेन, साक्षादिव पुरः स्थितम् । जिनेशं परमात्मानं, भगवन्तं सनातनम् ।।१४।।