________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
વળી, ઉપમા દ્વારા કહે છે કે જેમ સૂર્યને જોઈને કમળ ખીલે છે તેમ કર્મોથી આવૃત એવું મારું ચિત્તરૂપી કમળ તમને જોઈને વિકાસ પામે છે. તેથી જેમ જેમ હું તમને જોઉં છું તેમ તેમ મારા ચિત્તમાં તમારું સ્વરૂપ સ્પષ્ટ સ્પષ્ટ પ્રતિભાશમાન થાય છે. છતાં હે જગતના નાથ ! સર્વ જંતુઓના કલ્યાણમાં તત્પર એવી તમારી મારા ઉપર કેવી દયા છે તેને હું જાણતો નથી. અર્થાત્ અત્યંત દયા કરીને શીધ્ર મને તારો. વળી, જેમ વરસાદને દેનારાં વાદળાંઓને જોઈને મોર નૃત્ય કરે છે તેમ ભગવાનના ગુણોને જોઈને મહાત્મા મયૂરની જેમ નૃત્ય કરે છે અર્થાત્ ભગવાનના ગુણોથી ભાવિત થવાને કારણે જાણે ચિત્ત મોરની જેમ નૃત્ય કરવા તત્પર થાય છે. આ પ્રકારનું પોતાનું નૃત્ય કરતું ચિત્ત ભગવાન પ્રત્યે છે તેમ બતાવીને ભગવાન પ્રત્યે કહે છે શું આ મારી ભક્તિ છે કે મારો ઉન્માદ છે ? હે ભગવાન ! મને ઉત્તર આપો. અને મને નિવેદન કરો. અર્થાત્ પારમાર્થિક તમારા ગુણોના સ્મરણપૂર્વક ભક્તિથી હું નૃત્ય કરું છું કે વિચાર્યા વગર માત્ર આ મારા ભગવાન છે તેમ ઉન્માદમાં આવીને નૃત્ય કરું છું. હે નાથ ! મંજરીવાળા આંબાના વૃક્ષને જોઈને કોકિલો ટહુકાઓ કરે છે તેમ ગુણોથી સમૃદ્ધ એવા તમને જોઈને મારું ચિત્ત કલકલથી આકુલ થાય છે અર્થાત્ તમારા ગુણોને સ્પર્શવા માટે અત્યંત તત્પર થાય છે. આથી જ તમને જોઈને મૂર્ખ એવો પણ હું મુખરવાચાલ, થાઉં છું. અર્થાત્ તમારા પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે અસમર્થ હોવા છતાં તમારા ગુણોને કહેવા માટે તત્પર થાઉં છું. તેથી અસંબદ્ધ બોલનાર એવા મારી તમે અવગણના કરશો નહીં; કેમ કે સંતપુરુષો નમેલા જીવો પ્રત્યે સદ્ભાવવાળા હોય છે. આ પ્રકારે સ્તુતિ કરીને પણ પરમગુરુ પ્રત્યે પોતાનો નમ્રભાવ વિમલકુમાર અતિશય કરે છે. આ રીતે અનેક પ્રકારે જુદી જુદી સ્તુતિ કરીને પોતાને સંસારમાં લેશ પણ રતિ નથી, વીતરાગ થવાની ઉત્કટ ઇચ્છા છે તેથી ક્યારેક ભગવાનને ભક્તિથી ઉપાલંભ આપીને પણ સંસારથી તરવાની પોતાની ઇચ્છાને જ અતિશય કરે છે. અને સ્થિર ઉપયોગપૂર્વક ભગવાનના ગુણોમાં લીન થવા યત્ન કરે છે; કેમ કે સંસારથી નિતારનો એક ઉપાય પરમગુરુનાં વચનો છે અને તેને અત્યંત સ્પર્શીને પ્રવર્તતો મતિજ્ઞાનનો ઉપયોગ સંસારસમુદ્રને તારનાર છે અને જ્યાં સુધી સંસારથી વિસ્તાર ન થાય ત્યાં સુધી સદ્ગતિઓની પરંપરા આપનાર છે. તેથી તેવા ઉત્તમ ભાવની વૃદ્ધિને સન્મુખ રાખીને જ પ્રાજ્ઞ પુરુષની ભાષાથી વિમલકુમાર અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. શ્લોક :
इत्येवं विमलो यावत्सद्भावार्पितमानसः । भूतनाथमभिष्टुत्य, पञ्चाङ्गप्रणतिं गतः ।।५१।। तावदुल्लासितानन्दपुलकोद्भेदसुन्दरः ।
संतुष्टस्तस्य भारत्या, रत्नचूडः सखेचरः ।।५२।। युग्मम् । બ્લોકાર્ય :
આ રીતે વિમલ જ્યાં સુધી સભાવથી અર્પિત માનસવાળા ભૂતનાથ પ્રાણીઓના નાથ, એવા ભગવાનની સ્તુતિ કરીને પંચાગ નમસ્કારને પામ્યો. અર્થાત્ પંચાગ પ્રણિપાત કરે છે ત્યાં સુધી