________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તે કારણથી=આ શત્રુઓ મને બાંધે છે તે કારણથી, મારામાં કરુણા કરીને આને=આંતર શત્રુઓને, નિવારણ કરો. હે નાથ ! જે કારણથી ઉદ્દામલીલાથી=સુખપૂર્વક, તમારી પાસે આવું. ૫૪૮।।
શ્લોક ઃ
तवायत्तो भवो धीर! भवोत्तारोऽपि ते वशः ।
વં વ્યવસ્થિતે જિ વા થીવતે? પરમેશ્વર! ૪શા
૧૦૭
શ્લોકાર્થ :
હે ધીર ! તમારે આધીન ભવ છે. ભવનો ઉત્તાર પણ તમારે વશ છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે પરમેશ્વર ! કેમ તમારા વડે રહેવાય છે=મારો ઉદ્ધાર કરવાનું છોડીને કેમ રહેવાય છે ? ||૪||
શ્લોક ઃ
तद्दीयतां भवोत्तारो, मा विलम्बो विधीयताम् ।
નાથ! નિર્વાતિોન્નાવું, ન ગૃત્તિ મવાદૃશા:? ||૦||
શ્લોકાર્થ :
તે કારણથી ભવનો ઉત્તાર અપાવો. વિલંબ કરો નહીં. હે નાથ ! તમારા જેવા નિર્ગતિકોલ્લાપને સાંભળતા નથી=તમારા સિવાય મને કોઈ ગતિ નથી એ પ્રકારના મારા ઉલ્લાપને તમે સાંભળતા નથી. II૫૦II
ભાવાર્થ:
વિમલકુમાર મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ જોનાર છે તેથી જેનો છેડો નથી તેવા ઘો૨સંસારને તે રૂપે જોઈ શકે છે અને તેમાં પોતે પડેલ છે અને તેવા લોકને ભગવાન તારનારા છે તે સ્વરૂપે સંબોધન કરીને ભગવાનને કહે છે. હે નાથ ! ઘોર એવા સંસારમાં તમારા પ્રત્યે ભક્તિવાળા એવા મને કેમ સ્મરણ કરતા નથી. અર્થાત્ મારા હૈયામાં સદા તે રૂપે તમે સ્મૃતિરૂપે રહો જેથી સુખપૂર્વક હું સંસારસાગરથી તરી શકું. વળી ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. સદ્ભાવથી જેઓ તમને સ્વીકારે છે તેમને તા૨વામાં તમે લોકના બંધુ જેવા છો છતાં હજી પણ કેમ વિલંબન કરો છો ? આ પ્રકારે ભગવાનને ઉપાલંભ આપીને પરમાર્થથી લોકબંધુને અત્યંત સદ્ભાવપૂર્વક પોતે સ્વીકારે તેવું બળસંચય મહાત્મા કરે છે. વળી, ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. હું તમારા શરણે આવેલો છું અને કર્મથી વિડંબના પામું છું તેથી દીન છું અને તમે કરુણાઅમૃતના સાગર છો. તેથી તમારા જેવાએ આ જનમાં આ પ્રમાણે ક૨વું યુક્ત નથી. અર્થાત્ મને તારવામાં વિલંબન કરવું યુક્ત નથી. આ પ્રકારે કહીને ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને